હેલિકોપ્ટર દરિયામાં ક્રેશ થયુ: મંત્રીએ 12 કલાક તરીને જીવ બચાવ્યો

માડાગાસ્કર, આફ્રિકન દેશ માડાગાસ્કરનુ એક રેસ્ક્યુ હેલિકોપ્ટર પોતાની ઉડાન વખતે દરિયામાં ક્રેશ થયુ હતુ.જેમાં દેશના પોલિસ મંત્રાલયના મંત્રી સર્જે ગેલ્લે પણ સવાર હતા.
હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ મંત્રીએ બાર કલાક સુધી દરિયામાં તરીને પોતાનો જીવ બચાવ્યો હતો.મળતી વિગતો પ્રમાણે આ હેલિકોપ્ટર દેશના પૂર્વ કિનારે એક માલવાહક જહાજના ડુબી જવાનો સંદેશો મળ્યા બાદ રાહત અને બચાવ કામગીરી માટે મોકલવામાં આવ્યુ હતુ.આ જહાજ પર 130 મુસાફરો ગેરકાયદેસર રીતે મુસાફરી કરી રહ્યા હતા.
જોકે બચાવ કામગીરી માટેનુ હેલિકોપ્ટર જ ક્રેશ થઈ ગયુ હતુ.તેમાં સવાર મંત્રી ર્જે ગેલ્લે 12 કલાક સુધી તરતા રહ્યા હતા.12 કલાક સુધી તરીને દરિયા કાંઠે પહોંચેલા મંત્રીએ કહ્યુ હતુ કે, હું જીવતો છું અને હજી મારા મરવાનો સમય આવ્યો નથી.તેમની સાથેના બીજા બે સુરક્ષા અધિકારીઓ પણ બચી ગયા છે.