હેલિકોપ્ટર દુર્ઘટનામાં કોબી બ્રાંયટનુ કરૂણ મોત નિપજ્યુ
દુખ વ્યક્ત કરનારામાં કોહલી સામેલ: કોબી સાથે અન્ય ૮ લોકોના મોત: સુપરસ્ટાર કોબી બ્રાંયટની પુત્રીનુ મૃત્યુ |
નવી દિલ્હી, મહાન બાસ્કેટબોલ ખેલાડીઓ પૈકીના એક એવા કોબી બ્રાંયટનુ એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયા સમગ્ર અમેરિકાની સાથે સાથે દુનિયાભરમાં તેમના ચાહકોમાં આઘાતનુ મોજુ ફરી વળ્યુ છે. આ દુર્ઘટનામાં કોબીની સાથે સાથે અન્ય આઠ લોકોના પણ મોત થયા છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પૂર્વ પ્રમુખ બરાક ઓબામા પણ સમાચાર સાંભળીને આઘાતમાં ગરકાવ થઇ ગયા છે. તમામ સેલિબ્રિટીઓ દ્વારા કોબીના મોત અંગે દુખ અને આઘાત વ્યક્ત કર્યુ છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ કોબીના અવસાન અંગે દુખ વ્યક્ત કર્યુ છે. કોબીની પુત્રીનુ પણ આમાં મોત થયુ છે. ટ્રમ્પ અને ઓબામા સહિતના લોકોએ તેમની પ્રતિક્રિયા આપી છે. મહાન બાસ્કેટબોલ ખેલાડી બિલી રસેલે કહ્યુ છે કે સૌથી પ્રેમાળ લોકો પૈકી એક બ્રાંયટના મોતથી અમે આઘાતમાં છીએ. લોસએન્જલસ નજીક દુર્ઘટના થતા આમાં કોબી સહિત તેમની ૧૩ વર્ષની પુત્રી અને અન્ય સાત લોકોના મોત થયા છે. હેલિકોપ્ટર તુટી પડવા માટેનુ કારણ જાણી શકાયુ નથી. જો કે આ મામલામાં ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
લોસએન્જલસના ટ્રાફિકને ટાળવા માટે તે વારંવાર હેલિકોપ્ટરનો ઉપયોગ કરતો હતો. ખરાબ અને ધુમ્મસના વાતાવરણમાં આ સિકોરસ્કાય હેલિકોપ્ટર તુટી પડ્યુ હતુ. બાસ્કેટબોલના જાદુગર તરીકે તેને ગણવામાં આવતો હતો. વિરાટ કોહલી ઉપરાંત જુદા જુદા ક્ષેત્રો સાથે જાડાયેલા લોકોએ આઘાત વ્યક્ત કર્યો છે. ઓસ્ટ્રેલિયાના મહાન ખેલાડી શેન વોર્ને પણ ભયાનક અકસ્માતમાં કોબીના મોત અંગે આઘાત વ્યક્ત કર્યો છે. બોલિવુડ સ્ટાર રણવીર સિંહે પણ ઇન્સ્ટાગ્રામ પેજ પર મહાન ખેલાડીના મોત અંગે દુખ વ્યક્ત કર્યુ છે. કોબીના મોતના સમાચાર ફેલાતાની સાથે જ સમગ્ર અમેરિકા અને દુનિયામાં તેના ચાહકોમાં આઘાતનુ મોજુ ફરી વળ્યુ હતુ. મિશેલ અને બરાક ઓબામાએ ખુબ આઘાત વ્યક્ત કર્યો છે.