હેલી શાહને ભારતીય ડિઝાઈનર્સનો થયો કડવો અનુભવ
મુંબઈ, ટીવી અભિનેત્રી હેલી શાહ પોતાના ડેબ્યુને કારણે ઘણી ખુશ છે. હેલી શાહની ફિલ્મ કાયાપલટનું પોસ્ટર Cannes Film Festivalમાં જાહેર કરવામાં આવ્યુ હતું.
ભારત સહિત દુનિયાભરના કલાકારો સાથે આ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજર રહીને હેલી શાહનું સપનું સાકાર થઈ ગયું. તે પોતાની ખુશી વ્યક્ત કરતાં જણાવે છે કે, હું ફિલ્મમેકર રાહત કાઝમીની આભારી છું, કારણકે તેમના કારણે હું કાન જઈ શકી હતી. શરુઆતમાં હું થોડી નર્વસ હતી, પરંતુ હું એકવાર ત્યાં પહોંચી પછી બધું ઠીક થઈ ગયુ અને મારો અનુભવ ઘણો સારો રહ્યો.
હું આ ગ્લોબલ પ્લેટફોર્મ પર અનેક લોકોને મળી શકી. કાન ફિલ્મ ફેસ્ટિવલના પોતાના આઉટફિટ વિશે વાત કરતાં હેલીએ જણાવ્યું કે, મારું અંગત ધોરણે માનવું છે કે, તમે શું પહેરો છો તે મહત્વનું નથી. તે આઉટફિટ પહેર્યા પછી તમે શું ફીલ કરો છો તે મહત્વની વાત છે. જ્યારે તમે કોઈ ખાસ આઉટફિટ પહેરો છો, તમારે તેને સારી રીતે કેરી કરવાની જરૂર હોય છે.
તમારે તે આઉટફિટ આત્મવિશ્વાસ સાથે પહેરવાનો હોય છે. હેલી શાહ આમ તો કાન ફિલ્મ ફેસ્ટિવલના પોતાના અનુભવને કારણે ઘણી ખુશ છે પરંતુ તેણે ભારતીય ડિઝાઈનરો પ્રત્યે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે. તેણે જણાવ્યું કે, કાન ટ્રિપ માટે પ્લાનિંગ કરી રહ્યા હતા ત્યારે મારા મેનેજરે ઘણાં બધા ડિઝાઈનર્સનો સંપર્ક કર્યો.
એક-બે સિવાય બાકી તમામ ડિઝાઈનર્સે મને પોતાના આઉટફિટ્સ આપવાની ના પાડી દીધી. ત્યારપછી અમે ઈન્ટરનેશનલ ડિઝાઈનરનો સંપર્ક કરવાનો ર્નિણય લીધો. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં મને ઈન્ડિયન ડિઝાઈનર દ્વારા તૈયાર કરવામાં આવેલ આઉટફિટ મળતા તો સારુ હતું.
તેનો એક અલગ જ અનુભવ હોત. પરંતુ તે શક્ય ના બન્યું. ઉલ્લેખનીય છે કે હેલી શાહે સ્વરાગિની, સુફિયાના પ્યાર મેરા અને ઈશ્ક મેં મરજાવાં જેવી ટીવી સીરિયલમાં કામ કર્યું છે. ટીવી અભિનેત્રીએ સ્વીકાર્યું કે મેકર્સ દ્વારા બોલિવૂડ અભિનેત્રીઓની સરખામણીમાં તેમને ઓછા આંકવામાં આવે છે. હેલી જણાવે છે કે, મેં ઘણીવાર આ સમસ્યાનો સામનો કર્યો છે, પરંતુ ક્યારેય તેના વિશે વાત નથી કરી.
અમને એક ટીવી ટેગ આપી દેવામાં આવે છે. જ્યારે હું કોઈ ફિલ્મના ઓડિશન માટે પણ જઉ છું તો તેઓ મારું રિઝ્યુમ એવી રીતે જુએ છે અને પછી કહે છે, અરે તમે તો ટીવી પર ઘણું કામ કર્યું છે. જાણે કે એ કોઈ નકારાત્મક બાબત હોય. આનાથી કોઈ માણસનો આત્મવિશ્વાસ ઘટી શકે છે. એ સમય હજી દૂર છે જ્યારે લોકો સાથે એકસમાન રીતે વર્તન કરવામાં આવશે.SS1MS