હેલ્થકેર જરૂરિયાતો પૂર્ણ કરવા માટે ‘મનિપાલ સિગ્ના લાઇફટાઇમ હેલ્થ’ પ્લાન લોન્ચ થયો
મુંબઈ, મનિપાલસિગ્ના હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડએ આજે ‘મનિપાલસિગ્ના લાઇફટાઇમ હેલ્થ’ પ્લાન પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી. આ નવો રેગ્યુલર પ્રીમિયમ લાઇફટાઇમ રિન્યૂએબલ પ્લાન સંશોધન કર્યા પછી કાળજીપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યો છે.
કોવિડ-19 પછી ઉપભોક્તા માટે હેલ્થ વીમો આવશ્યક બની ગયો છે. અગાઉ ઉપભોક્તા ‘મારે હેલ્થ વીમાની જરૂર છે કે નહીં’ એવું વિચારતો હતો, પણ રોગચાળા પછી હવે ‘મારે કેટલી વીમારકમના હેલ્થ વીમાની જરૂર છે’ એવું વિચારતો થઈ ગયો છે.
હેલ્થકેર સાથે સંબંધિત ઘટનાઓ કે બિમારીઓ અને સારવારના ખર્ચમાં વધારાને ધ્યાનમાં રાખીને આ પ્લાન ઊંચું વીમાકવચ, વૈકલ્પિક પેકેજીસનો લાભ ઓફર કરે છે તથા વ્યક્તિ અને પરિવારના જીવનના દરેક તબક્કામાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય હેલ્થકેર જરૂરિયાતો પૂરી પાડવા માટે વિસ્તૃત હેલ્થકેર ફાઇનાન્સિંગ સોલ્યુશન પ્રદાન કરે છે.
આ પ્રોડક્ટ વિશે મનિપાલસિગ્ના હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ શ્રી પ્રસૂન સિકદરે કહ્યું હતું કે, “મનિપાલસિગ્નામાં અમે હંમેશા એ સુનિશ્ચિત કરીએ છીએ કે, અમારા ગ્રાહકોને ગુણવત્તાયુક્ત હેલ્થકેર સરળતાપૂર્વક મળે અને હવે અમારા નવા મનિપાલસિગ્ના લાઇફટાઇમ હેલ્થ પ્લાન સાથે અમારા ગ્રાહકો સાથે જોડાણ કરીને તેમને બિમારીમાં અને આજીવન વેલનેસમાં સહાય કરવા એક વધુ પગલું લીધું છે.
આ પ્લાન બે વેરિઅન્ટ લાઇફટાઇમ હેલ્થ ઇન્ડિયા પ્લાન અને લાઇફટાઇમ હેલ્થ ગ્લોબલ પ્લાન સાથે આવે છે, જે લોકોને અદ્યતન સારવાર અને પ્રક્રિયાઓ પ્રદાન કરવા રૂ. 50 લાખથી રૂ. 3 કરોડ સુધીની વીમાકૃત રકમ સાથે ઉચ્ચ સ્તરીય વીમાકવચ પૂરું પાડે છે. આ પ્લાન આંતરરાષ્ટ્રીય સ્તરે 27 મોટી બિમારીઓને આવરી લે છે અને સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે, આ પ્લાન ગ્રાહકના જીવનકાળ દરમિયાન તેમની વિશિષ્ટ હેલ્થકેર જરૂરિયાતો પૂર્ણ કરે છે.”
સિકદરે વધુમાં ઉમેર્યું હતું કે, “જીવનના દરેક તબક્કામાં સ્વાસ્થ્યની જરૂરિયાતો અને પ્રાથમિકતાઓ અલગ-અલગ હોય છે. એટલે અમારા નવા મનિપાલસિગ્ના લાઇફટાઇમ હેલ્થ પ્લાન સાથે અમે ગ્રાહકોને પસંદગીની વધારે ફ્લેક્સિબિલિટી પ્રદાન કરવા ઇચ્છીએ છીએ.
નવો પ્લાન તમને તમારા પરિવાર માટે વીમાકવચને કસ્ટમાઇઝ કરવાની સુવિધા આપે છે, જે માટે ગંભીર બિમારીની રાઇડર સાથે હેલ્થ+, વિમેન+ અને ગ્લોબલ+ જેવા વૈકલ્પિક પેકેજનો ઉપયોગ કરવામાં આવે છે, જે સ્ક્રીનિંગ, રસીકરણ જેવા વિસ્તૃત કવચ પ્રદાન કરે છે તથા હેલ્થકેરના અન્ય ઘણા ફાયદા પૂરાં પાડે છે, જે તમને અને તમારા પરિવારજનોને આજીવન નાણાકીય ભારણ દૂર કરવામાં મદદરૂપ થાય છે.”
અમારી લાઇફટાઇમ હેલ્થ પ્રોડક્ટ લોંચ કરવી મનિપાલસિગ્નાની સફરના પરિવર્તનનો આગામી તબક્કો છે, જે એના ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો પૂરી કરશે અને તેમની તબીબી ચિંતાઓ દૂર કરશે. કેટલાંક અહેવાલો મુજબ, ભારતમાં તબીબી ખર્ચમાં ડબલ ડિજિટલ દરથી વધારો થઈ રહ્યો છે અને આ ટ્રેન્ડ જળવાઈ રહેવાની શક્યતા છે.
એટલે લોકોના વિવિધ આરોગ્યલક્ષી પડકારોની ધારણા બાંધીને અને એને સમજીને નવો મનિપાલસિગ્ના લાઇફટાઇમ હેલ્થ પ્લાન ગ્રાહકોની વર્તમાન હેલ્થ જરૂરિયાતોની સાથે તેમના જીવનના વિવિધ તબક્કાઓની જરૂરિયાતો પૂર્ણ કરવા પર્યાપ્ત હેલ્થ વીમાકવચ પ્રદાન કરશે.
નવો મનિપાલસિગ્ના લાઇફટાઇમ હેલ્થ પ્લાન કેટલાંક આકર્ષક ફાયદા ઓફર કરે છે, જેમાં સામેલ છે:
વિસ્તૃત કવરેજ
> સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એમ બંને માટે રૂ. 3 કરોડ-રૂ. 3 કરોડની વીમાકૃત રકમ
> ભારતમાં ઇનપેશન્ટ હોસ્પિટલાઇઝેશન
– રૂ. 2 કરોડ સુધીની વીમાકૃત રકમ માટે – સ્યૂટ કે ઊંચી કેટેગરી સિવાય રૂમની કોઈ પણ કેટેગરી
– રૂ. 3 કરોડ સુધીની વીમાકૃત રકમ માટે – સ્યૂટ સહિત રૂમની કોઈ પણ કેટેગરી
> આંતરરાષ્ટ્રીય વીમાકવચ અંતર્ગત ભારતની બહાર હોસ્પિટલાઇઝેશન માટે રૂમના ભાડાની કોઈ ટોચમર્યાદા નહીં
> તમે વીમાકવચ સતત જાળવી રાખો એ સુનિશ્ચિત કરવા ભારતમાં વીમાકવચ માટે બિનસંબંધિત બિમારીઓ માટે વીમાકૃત રકમનું અમર્યાદિત પુનઃસ્થાપન
સાથ સહકારની ખાતરી
> પ્રીમિયમની માફી
– એક વર્ષની પોલિસી માટે આવરી લેવાયેલી કોઈ પણ કટોકટી માટે
> પ્રથમ પ્રકારનો પ્લાન, પોર્ટેબિલિટી અંતર્ગત પસંદ કરેલી સંપૂર્ણ વીમાકૃત રકમ પર સતત ફાયદા
– હાલ રૂ. 10 લાખ અને વધારે વીમાકૃત રકમ (બોનસને બાદ કરતા) ધરાવતા લોકો માટે
લાભદાયક સંબંધ
> ચોથા પોલિસી વર્ષથી આજીવન લાગુ રિન્યૂઅલ પ્રીમિયમ પર લોયલ્ટી પ્રીમિયમ ડિસ્કાઉન્ટ
> સિંગલ ઇન્ડિવિડ્યુઅલ પોલિસી હેઠળ પરિવારના 2 કે વધારે સભ્યોને આવરી લેવા 15 ટકાનું ફેમિલી ડિસ્કાઉન્ટ
> જો તમે એનએસીએચ કે સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન દ્વારા પ્રીમિયમ રિન્યૂઅલની ચુકવણી કરો (જેમાં પેમેન્ટ બેંક ખાતામાંથી કે ક્રેડિટ કાર્ડમાંથી સીધું કપાઈ જાય છે), તો તમને રિન્યૂઅલ પ્રીમિયમ પર 3 ટકા ડિસ્કાઉન્ટનો લાભ મળી શકે છે
> પોલિસીના પ્રથમ વર્ષથી એડલ્ટ (વાર્ષિક) હેલ્થ ચેકઅપ
પર્સનલાઇઝ પ્લાન્સ
> વિવિધ જરૂરિયાત, મૂલ્યના કવચની પસંદગી, જેમાં ગંભીર બિમારીની રાઇડર સાથે હેલ્થ+, વિમેન+ અને ગ્લોબલ+ સામેલ છે
ગુણવત્તાયુક્ત સુલભતા
> ભારત અને વિદેશમાં ગુણવત્તાયુક્ત હેલ્થકેરની આજીવન સુલભતા
> ગ્લોબલ પ્લાન અંતર્ગત 27 મોટી બિમારીઓ માટે વિદેશમાં કેશલેસ હોસ્પિટલાઇઝેશન
> ગ્લોબલ કવરેજ અંતર્ગત દુનિયાની તમામ હોસ્પિટલોમાં વિવિધ સારવાર અને અદ્યતન તબીબી સુવિધાઓની સુલભતા
મુખ્ય ખાસિયતો તથા શરતો અને નિયમો પર વિગતવાર માહિતી મેળવવા માટે કૃપા કરીને પ્રોડક્ટ બ્રોશર અને પોલિસીની શરતો અહીં વાંચોhttps://bit.ly/2NM2CnJ