Western Times News

Gujarati News

હેલ્થ ઇશ્યોરેંસમાં કોરોનાની સારવાર કવર કરવામાં આવશે

પ્રતિકાત્મક

નવીદિલ્હી, ભારતમાં કોરના વાયરસના અત્યાર સુધી ૨૯ કેસ સામે આવી ચુકયા છે જા કે ચીન અમેરિકા ઇટલી અને ઇરાન જેવા સ્થિતિ ભારતમાં નથી પરંતુ સરકાર તેનો સામનો કરવા કોઇ કસર છોડવા માંગતી નથી આ દરમિયાન વીમા નિયામક આઇઆરડીએઆઇએ વીમા કંપનીઓને નિર્દેશ આપ્યો છ કે તે કોરોના વાયસની સારવારને પણ પોતાની પોલિસીમાં સામેલ કરે. આઇઆરડીએઆઇના આ પગલા બાદ આશા છે કે તાકિદે હેલ્થ ઇશ્યોંરેંન્સમાં કોરોના વાયરસની સારવાર સામેલકરી લેવામાં આવશે એ યાદ રહે કે કોરોના વાયરસની પુરતી સારવાર નથી અને લક્ષણો જેવા શરદી તાવની જ સારવાર કરવામાં આવી રહી છે.આવી જ રીતે ભારતમાં ત્રણ દર્દીઓને પુરી રીતે સ્વસ્થ કરવામાં આવી ચુકયા છે.

આઇઆરડીએઆઇએ તમામ વીમા કંપનીઓને જારી સર્કુલરમાં કહેવામાં આવ્યું છે કે વિવિધ વર્ગોના સ્વાસ્થ્ય વીમા જરૂયાતોને પુરી કરવાના હેતુથી વમાકર્તાને કોરોના વાયરસની સારવારને લગતા ખર્ચને કવર કરવા પ્રોડકટ ડિજાઇન કરવાની સલાહ આપવામાં આવે છે આ સાથે જ કહેવામાં આવ્યું છે કે જા કોઇ દર્દી પોતાની સારવાર કરાવ્યા બાદ કલેમ કરે છે તો તેને ચુકવણુ કરવામાં આવે.

આઇઆરડીએઆઇના જણાવ્યા અનુસાર વીમા કંપનીઓ ફકત હોÂસ્પટલમાં સારવારનો ખર્ચ આપે પરંતુ ત્યારબાદ પણ થનાર ખર્ચને પોતાની પોલિસીમાંસામેલ કરે તેને લઇ સરકાર તરફથી એક પેનલની રચના પણ કરવામાં આવી રહી છે જે કોરોના વાયરસથી જાડાયેલ દરેક કલેમની તપાસ કરશે. એ યાદ રહે કે ભારતમાં કોરોના વાયરસના અત્યાર સુધી ૨૯ કેસ સામે આવ્યા છે તેમાંથી મોટાભાગના વિદેશથી સંક્રમિત થઇ ભારત આવ્યા છે. ૩૦ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ પહેલો કેસ સામે આવ્યા બાદ ભારત સરકાર એલર્ટ થઇ ગઇ હતી.અત્યાર સુધી દેશના ૨૧ વિમાની મથકો ઉપર છ લાખથી વધુ લોકોની સ્ક્રીનિંગ કરવમાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.