હેલ્થ કન્ડિશનર્સની રજૂઆત દ્વારા યુરેકા ફોર્બ્સ લિમિટેડનું એસી ક્ષેત્રે ક્રાંતિકારી પગલું
અમદાવાદ, એક્વાગાર્ડ વોટર પ્યોરિફાયર્સના માર્કેટની અગ્રણી કંપની યુરેકા ફોર્બ્સ લિમિટેડે દેશના સૌ પ્રથમ ‘હેલ્થ કન્ડિશનર’- ફોર્બ્સને દેશભરમાં લોન્ચ કરવાની જાહેરાત કરી છે. દેશમાં સૌ પ્રથમ એવા ફોર્બ્સ હેલ્થ કન્ડિશનર્સએ રેગ્યુલર એર કન્ડિશનર્સની દિશામાં એક કદમ આગળ છે.
યુરેકા ફોર્બ્સ લિમિટેડના પ્રેસિડેન્ટ વિક્રમ સુરેન્દ્રને જણાવ્યું કે, ‘‘હેલ્થ કન્ડિશનર્સએ હવે આજના યુગની જરૂરિયાત છે. આજે ગ્રાહકો સંશોધન અને અત્યાધુનિક ટેકનોલોજીની માગ કરી રહ્યા છે કે જે સારી તંદુરસ્તી અને જીવનધોરણમાં સુધારો લાવી શકે. ફોર્બ્સે આ જાગૃતિને ધ્યાનમાં રાખીને જ પ્રોડક્ટ્સની વિવિધ શ્રેણી લોન્ચ કરી છે. અમે જીવન ધોરણ સુધારે તેવાં ઉત્પાદનોની વ્યાપક શ્રેણી સતત લોન્ચ કરવાની યોજના ધરાવીએ છીએ’’
6 ટકાના એર-કન્ડિશનર્સ માર્કેટ સ્વીકાર અને સતત વધી રહેલી ગ્રાહક માગને ધ્યાનમાં રાખીને ફોર્બ્સ ઠંડકથી કંઇક વિશેષ આપી રહ્યું છે. પાવરફુલ, પેટન્ટેડ ‘એક્ટિવ શિલ્ડ’ ટેકનોલોજી સાથે યુરેકા ફોર્બ્સ હેલ્થ કન્ડિશનર્સ માત્ર બે જ કલાકમાં 99 ટકા બેક્ટેરિયા અને વાયરસ ફ્રી એર આપે છે અને તે હવાને અસરકારક રીતે ભેજ મુક્ત પણ રાખે છે.
એર કન્ડિશનર કેટેગરી વર્ષે રૂ. 20000 કરોડના ટર્ન ઓવર ઉપરાંત 73 લાખ યુનિટ્સનું વોલ્યૂમ તથા 25થી વધુ બ્રાન્ડ્સથી છલકાઇ રહી છે. પાયલોટ લોન્ચના બે જ વર્ષના ગાળામાં ફોર્બ્સ બ્રાન્ડે ગુજરાતમાં આશરે 2.8 ટકા માર્કેટ શેર અને કેરલમાં પણ 2.5 ટકા માર્કેટ શેર હાંસલ કરવા સાથે આશરે 45000 હજારથી વધુ યુનિટ્સનું વેચાણ કર્યું છે. દૂકાનો અને ઓફીસોમાં કૂલ, હેલ્ધી એર માટે કંપનીએ કેસેટ અને ટાવર એસીની શ્રેણી પણ લોન્ચ કરી છે.
ફોર્બ્સની અદ્વિતિય એક્ટિવ શિલ્ડ ટેકનોલોજી 99 ટકા જર્મ્સને દૂર કરીને રૂમના દરેક ખૂણાને ઠંડો અને તંદુરસ્તી પ્રદ રાખે છે. ઓલ વેધર હેલ્થ કન્ડિશનર્સ શિયાળામાં પણ કોમ્પ્રેસર બંધ હોય ત્યારે પણ ચોખ્ખી હવા આપે છે. તેની રેન્જમાં 5 સ્ટાર(1 TR, 1.5 TR ક્ષમતા) અને 3 સ્ટાર (1 TR, 1.5 TR, 2)નો સમાવેશ થાય છે જેની કિંમત રૂ. 43,990થી રૂ. 64,990 વચ્ચે રહેશે.
એર કન્ડિશનર્સ હવે આપણી જિંદગીનો એક ભાગ બની ગયા છે. જેમજેમ ગરમી અને બફારો વધી રહ્યા છે તેમ તેમ તેનો વપરાશ વધી રહ્યો છે. જોકે, સતત આવી હવાનો ઉપયોગ જોખમી સાબિત થઇ શકે છે. મોટાભાગના સ્પ્લિટ એસી નબળી ગુણવત્તાના પ્યોરિફિકેશન અને માઈક્રોબાયલ કન્ટામિનન્ટ્સનો ફ્લો ધરાવે છે. જ્યારે ફોર્બ્સ હેલ્થ કન્ડિશનર્સ આ ગેપને પૂરો કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.