હેલ્થ કેર ફેસીલીટીઓને હંગામી ધોરણે ૩૦ દિવસ માટે બાયો મેડીકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ હેઠળ ઓથોરાઇઝેશન અપાશે
બાયોમેડીકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સની જોગવાઇઓ મુજબ બાયોમેડીકલ વેસ્ટ પેદા કરતી દરેક હેલ્થ કેર ફેસીલીટી માટે બોર્ડનું ઓથોરાઇઝેશન મેળવવું ફરજીયાત છે
ત્યારે રાજ્યમાં પ્રવર્તી રહેલી કોવીડ-૧૯ની અસામાન્ય પરીસ્થિતિમાં કોવીડની સારવાર અર્થે હેલ્થ કેર ફેસીલીટી તુરંત કાર્યરત થઇ શકે તે માટે હેલ્થ કેર ફેસીલીટીઓને હંગામી ધોરણે ૩૦ દિવસ માટે બાયો મેડીકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ હેઠળ ઓથોરાઇઝેશન આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે તેમ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર જાહેર હીતમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આવી તમામ હેલ્થ કેર ફેસીલીટીઓને બાયો મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-૨૦૧૬ની જોગવાઇઓ તથા કોવિડ દર્દીઓની સારવાર/નિદાન/સંસર્ગ નિષેધ દરમ્યાન ઉત્પન્ન થતા કચરાના હેંડલીંગ, ટ્રીટમેન્ટ અને નિકાલ અંગેની સી.પી.સી.બી.ની માર્ગદર્શિકાનું પાલન કરવાની શરતોને આધિન હંગામી ધોરણે ૩૦ દિવસ માટે બાયો મેડીકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ હેઠળ ઓથોરાઇઝેશન આપવાનો આ નિર્ણય લેવાયો છે.