હેલ્થ વર્કર્સના ક્વોરેન્ટાઈનનો સમય ઓન ડ્યૂટી જ ગણાશે
અમદાવાદ:ગુજરાતમાં કોરોના મહામારીની શરૂઆતથી તેના સંક્રમણને અટકાવવા અને દર્દીઓને જીવના જોખમે બચાવવા માટે કોરોના વોરિયર્સ દિવસ રાત મહેનત કરી રહ્યા છે. ત્યારે કોરોના વોરિયર્સ ડૉક્ટર્સ અને આરોગ્યકર્મીઓ માટે રાજ્ય સરકારે મહત્વનો ર્નિણય કર્યો છે. જે મુજબ હવેથી ગુજરાતમાં ડૉક્ટર્સ અને અન્ય આરોગ્યકર્મીઓને ફરજ દરમિયાન ક્વોરેન્ટાઈન કરવામાં આવે તો તે સમયગાળાને ઓન ડ્યૂટી ગણવામાં આવશે.
Click on logo to read epaper English | Click on logo to read epaper Gujrati |
આ અંગે ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, કોરોના વાયરસની અસરોને પહોંચી વળવા તેમજ તેને અટકાવવા અને નિયંત્રણની કામગીરી ત્વરિત હાથ ધરી શકાય તે હેતુસર એપેડેમિક ડિસીઝ એક્ટ-૧૮૯૭ અન્વયે આ વિભાગના ૧૩-૦૩-૨૦૨૦ના જાહેરનામાંથી ધી ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન-૨૦૨૦ લાગુ કરવામાં આવ્યો છે.
સુપ્રિમ કોર્ટમાં દાખલ ડબલ્યૂપી (સી) નં. ૭૫૯/૨૦૨૦-ડીઆરના તારીખ ૩૧-૦૭-૨૦૨૦ના રોજ સુનાવણી દરમિયાન અને અન્ય હેલ્થ વર્કરને કોરોનાની ફરજ દરમિયાન ક્વોરેન્ટાઈન કરવામાં આવતો સમયગાળો અમુક કિસ્સાઓમાં રજા તરીકે ગણવાની બાબતનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જે સંદર્ભે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ દ્વારા ક્વોરેન્ટાઈન કરવામાં આવેલા સમયગાળાને ઓન ડ્યૂટી ગણવામાં માટે ર્નિણય કરવામાં આવ્યો છે. જેથી ડોક્ટર અને અન્ય હેલ્થ વર્કરનોની કોવિડ-૧૯ની ફરજ દરમિયાનનો ક્વોરેન્ટાઈન કરવામાં આવતો સમયગાળો ઓન ડ્યૂટી ગણવાનો રહેશે.