હેલ્લારો: છલડે આયી રુલાયી, મૂકે યાદ સજન જી આયી
ફિલ્મ હેલ્લારોને નેશનલ એવોર્ડ મળ્યો ત્યારથી જ લોકોની ઉત્સુકતા વધી ગઈ હતી. એક અનરિલીઝડ ફિલ્મ એ પણ ગુજરાતી, ને બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ મળતા દરેક ગુજરાતીની છાતી ગજ ગજ ફૂલી છે.
ફિલ્મની પ્રોડક્શન ટીમે પણ સસ્પેન્સ બનાવી રાખતા મસ્ત મજાના ટીઝર અને બાદમાં એક પછી એક ગીતો રિલીઝ કરવાના શરૂ કર્યા. શ્રોતાઓ પણ સોશીયલ મીડિયા પર એના દેશી મહેકવાળા ગીતો સાંભળી ઝૂમી ઊઠ્યા છે.
ખાસ કરીને આપણી પોતાની ઐશ્વર્યા મજમુદારે ગાયેલું “અસવાર” સોંગને રિલીઝના બે વિકમાં જ યુ ટ્યુબ પર સાડા સાત લાખથી વધુ વ્યુ મળી ચૂક્યા છે. જેમાં સતત વધારો થઈ જ રહ્યો છે. આ ગીતમાં ઐશ્વર્યાના અવાજ સાથે જ ઉડીને આંખે, સોરી કાને વળગે એવો બીજો અવાજ સાંભળવા મળે છે જે બેહદ કર્ણપ્રિય છે.
કચ્છી ભાષામાં ગવાતા આ ગીતના શબ્દો જલ્દી સમજમાં આવે તેમ નથી. પરંતુ સહેજ ખાંખાંખોળા કરતા ખ્યાલ આવે છે કે અવાજ કરછના મુરાલાલા મારવાડાનો છે જે જાણીતા ગાયક છે અને ગીત કચ્છનું લોકગીત છે છલડો.
હેલ્લારોમાં એ ગીતનો એક ચંક જ લેવામાં આવ્યો છે જ્યારે આખું ગીત એ જ લહેકામાં મૂરાલાલાની ચેનલ પર ઉપલબ્ધ છે.
એક ઇન્ટરવ્યૂમાં મુરાલાલા એ કહ્યા મુજબ તે એક દંપતી પર આધારિત છે. પરદેશ જતાં પતિને પત્ની કંઇક નિશાની આપવાનું કહેતા તે પોતાની વીંટી આપી જાય છે. આ વીંટી એ જ છલડો. ઘણો સમય વિતી જતાં પતિની યાદમાં પત્ની એ વીંટી હાથમાં લઈ ગીત ગાય છે.
એ વિશે પર શરૂથી જ ફિલ્મમાં લેન્ગવેજ એક્સપર્ટ તરીકે જોડાયેલા મિત્ર પાર્થ દવે એ આ પંક્તિઓ જણાવી હતી.
તના પલક પલક વઠી સારીયા મુજા પખી પરદેશીડા છાલ મલો
છલડે આઇ રૂલાઈ મૂકે યાદ સજણ જી આઇ જીંજલ ..
જીંજલડી મૂજી મા મૂકે છલડે આઇ રૂલાઈ
છલડે આય રુલાયી… મૂકે યાદ સજણ જી આયી…
જીજલ…જીજલ…જીજલ… જીજલડી મુજી માં…
મૂકે યાદ સજણ જી આયી.. મુકે છલડે આયી રુલાયી…
- સારથી સાગર દ્વારા, અમદાવાદ