હેલ્થ લાઇફ ઇન્સ્યોરન્સ પોલિસી ૧૫ ટકા મોંઘી થઇ
મુંબઈ, કોવિડ-૧૯ રોગચાળો ફેલાવવાનું જોખમ ફરી માથું ઉંચકી રહ્યું છે, તેથી સ્વાસ્થ્ય વીમા પોલિસીના પ્રિમિયમ પણ વધવા લાગ્યા છે. ઘણી નવી અને તે પોલિસીઓ કે જેની નવીકરણની અવધિ નજીક આવી રહી છે તેના માટે પ્રીમિયમમાં ૧૦-૧૫%નો વધારો થયો છે. ઘણી નોન-લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીઓએ તેમની હેલ્થ પોલિસી પર પ્રિમીયમ વધારી દીધું છે.
કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન વીમા કંપનીઓએ છેલ્લા બે વર્ષમાં મોટા દાવાઓનું સમાધાન કરવું પડ્યું છે. એટલું જ નહીં, સ્વાસ્થ્ય સેવાઓ પણ મોંઘી થઈ ગઈ છે, જેને જોતા વીમા કંપનીઓ પ્રીમિયમ વધારી રહી છે. ઘણી પોલિસીઓ એવા તબક્કે પહોંચી ગઈ છે જયાં પ્રીમિયમ વધારવું જરૂરી બન્યું છે.
જનરલ ઈન્સ્યોરન્સ કાઉન્સિલના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૨ સુધી, વીમા કંપનીઓએ કોવિડ સંબંધિત સ્વાસ્થ્ય વીમા દાવાઓ માટે ૨૫,૦૦૦ કરોડ રૂપિયાની રકમ ચૂકવી છે. આ રકમ FY21માં રૂ. ૭,૯૦૦ કરોડની સરખામણીએ ત્રણ ગણી વધારે છે.
ગયા વર્ષે એપ્રિલ-મેમાં મોટી સંખ્યામાં લોકો કોવિડ-૧૯ મહામારીના બીજા મોજાનો ભોગ બન્યા હતા. વીમા કંપનીઓ પ્રિમીયમમાં વધારો કરે છે
જયારે તેમની હેલ્થ પોલિસીમાં નુકસાનનો ગુણોત્તર મહત્તમ મર્યાદા કરતાં વધી જાય છે. કોવિડ રોગચાળાને કારણે દ્યણી વીમા કંપનીઓનો નુકસાનનો ગુણોત્તર ઊંચો હતો.
CARE હેલ્થ ઈન્સ્યોરન્સે તેની કેટલીક પોલિસીઓ પર પ્રીમિયમમાં ૧૦ ટકાનો વધારો કર્યો છે. મણિપાલ સિગ્નાએ પણ પ્રીમિયમમાં ૧૦-૧૫ ટકાનો વધારો કર્યો છે. અન્ય વીમા કંપની HDFC ERGO એ પણ પ્રીમિયમ વધાર્યું છે, જયારે નિવા બુપાએ પણ પ્રીમિયમ વધારવા માટે ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (IRDA) પાસેથી મંજૂરી મેળવી છે.
જોકે, આ બંને કંપનીઓનું કહેવું છે કે કોવિડ મહામારી પ્રીમિયમ વધારવાનું મુખ્ય કારણ નથી. એવા અહેવાલ છે કે આરોગ્ય વીમા બિઝનેસ સેગમેન્ટની સૌથી મોટી કંપની સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સે પણ પોલિસીઓ ૧૫ ટકા મોઘી કરી છે. કંપનીએ બિઝનેસ સ્ટાન્ડર્ડના ઈ-મેલનો જવાબ આપ્યો ન હતો.
વીમા કંપનીઓ દર ત્રણ વર્ષ પછી પોલિસી મોંઘી કરી શકે છે, પરંતુ તે પહેલા રેગ્યુલેટરની મંજૂરી ફરજિયાત છે. છેલ્લાં બે વર્ષથી મોટાભાગની વીમા કંપનીઓએ આરોગ્ય સેવાઓ મોંઘી હોવા છતાં પ્રિમિયમ વધાર્યું ન હતું.
આરોગ્ય સેવાઓ મોંઘી બનાવવા માટે હોસ્પિટલોએ નિયમનકારી મંજૂરી લેવી પડતી નથી. કોવિડ દરમિયાન ઘણી હોસ્પિટલોએ સારવાર મોંઘી કરી દીધી હતી, જેના કારણે વીમા કંપનીઓને મોટા ક્લેમ મળવા લાગ્યા હતા. જયારે વસ્તુઓ બગડવાની શરૂઆત થઈ, ત્યારે IRDA એ વીમા દાવાઓ માટે બેન્ચમાર્ક સેટ કરવો પડ્યો.