હૈતીના રાષ્ટ્રપતિ જાેવેનલ મોઇસની પોતાના ઘરમાં હત્યા
પોર્ટ ઓ પ્રિંસ: અપરાધીઓએ કેરેબિયન દેશ હૈતીના રાષ્ટ્રપતિ જાેવેનલ મોઇસની ઘરમાં ઘુસી હત્યા કરી દીદી છે. રાષ્ટ્રપતિની હત્યાની પુષ્ટિ ત્યાંના અંતરિમ પ્રધાનમંત્રી ક્લાઉડી જાેસેફે કરી છે. જાણવા મળી રહ્યું છે કે ઘરમાં ઘુસી અસામાજીક તત્વોએ રાષ્ટ્રપતિ જાેવેનલ મોઇસની ગોળી મારી હત્યા કરી દીધી છે. રાષ્ટ્રપતિ આવાસ તરફથી જધન્ય હત્યાકાંડ વિશે નિવેદન જારી કરી જણાવવામાં આવ્યું કે આ હુમલો બુધવારે આશરે ૧ કલાકે કરવામાં આવ્યો છે. આ હુમલામાં પ્રથમ મહિલા પણ ઈજાગ્રસ્ત થયા છે.
જાણકારી આપવામાં આવી છે કે કેટલાક અજાણ્યા લોકોએ રાષ્ટ્રપતિના આવાસમાં જઈને તેમના પર હુમલો કરી દીધો. ત્યારબાદ તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા અને તેમનું નિધન થઈ ગયું છે. જાણવા મળી રહ્યું છે કે એક કમાન્ડો ગ્રુપે આ હત્યાકાંડને અંજામ આપ્યો અને તેની પાસે વિદેશી હથિયાર હતા. અંતરિમ પ્રધાનમંત્રી ક્લાઉડી જાેસેફે કહ્યુ કે, પ્રથમ મહિલાને પણ ગોળી મારવામાં આવી પરંતુ તેમનો જીવ બચી ગયો છે.
પ્રધાનમંત્રીએ આ હુમલાની નિંદા કરી છે. તેમણે તેને અમાનવીય અને બર્બર કૃત્ય ગણાવ્યું છે અને સાથે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. જાેસેફે કહ્યુ કે, દેશની સુરક્ષા મજબૂત કરવાના ઉપાય કરવામાં આવ્યા છે.. લોકતંત્ર અને ગણતંત્રની જીત થશે.
કેટલાક મીડિયા રિપોર્ટ પ્રમાણે થોડા મહિના પહેલા હૈતીના રાષ્ટ્રપતિ જાેવેનલ મોઇસે આશંકા વ્યક્ત કરી હતી કે દેશમાં કેટલાક લોકો તેમની હત્યા કરવા અને તેમની સરકારને બહાર કરવાના પ્રયાસમાં લાગેલા છે. આ મામલામાં પોલીસે ફેબ્રુઆરી ૨૦૨૧માં પોલીસે કેટલાક લોકોની ધરપકડ કરી હતી જે તેમની હત્યા અને સરકારને ઉખેડી ફેંકવાના પ્રયાસમાં લાગ્યા હતા. મોઇસે તે સમયે દાવો કર્યો હતો કે આ ષડયંત્ર નવેમ્બર ૨૦૨૦માં શરૂ થયું હતું. પરંતુ તે સમયે તેના કોઈ પૂરાવા સામે રાખ્યા નહીં. તેમણે બસ એટલું કહ્યું હતું કે ધરપકડ કરાયેલા લોકોમાં એક ન્યાયાધીશ અને એક પોલીસ મહા નિર્દેશક છે.