હૈદરાબાદની ચાઈલ્ડ હોસ્પિટલમાં આગ લાગતાં એક બાળકીનું મોત
હૈદરાબાદ, હૈદરાબાદના એક ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ લાગી. ઘટનાને પગલે એક બાળકીનું મોત થયું છે જ્યારે ચાર બાળકોની હાલત ગંભીર છે, જેમનો હાલ ઈલાજ ચાલી રહ્યો છે. સોમવારે સવારે એલબી નગર સ્થિત શાઈન ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ લાગી હતી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આગની સૂચના મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.
જાણકારી મુજબ શાઈન ચિલ્ડ્રન હોસ્પિટલના આઈસીયૂમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી ગઈ હતી. આગ તેજીથી ફેલાયી, જેની લપેટમાં અહીં દાખલ બાળકો આવી ગયાં હતાં. ઘટનાને પગલે અહીં દાખલ ૯ મહિનાની એક બાળકીનું મૃત્યુ થયું છે. જ્યારે ચાર બાળકો દાઝી ગયા છે જેમાંથી ૨ બાળકોની હાલત બહુ ગંભીર જણાવવામાં આવી રહી છે. જેમનો બાજુના હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે. ઘટના સમયે હોસ્પિટલમાં ૪૦થી વધુ બાળકો દાખલ હતા. હોસ્પિટલમાં ૪૨ બાળકો દાખલ હતાં.
ઘટના બાદ હોસ્પિટલ પ્રશાસને બાળકોના માતા-પિતાના ગુસ્સાનો પણ સામનો કરવો પડ્યો. લોકોએ હોસ્પિટલ સામે ધરણા પર દીધા હતા. સાથે જ હોસ્પિટલમાં સુરક્ષાના માપદંડ પર ધ્યાન દેવામાં ન આવ્યું હોવા બદલ તેમના વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.