Western Times News

Gujarati News

હૈદરાબાદનો બેંગ્લોર સામે ચાર રને રોમાંચક વિજય

દુબઈ, આઈપીએલ ૨૦૨૧ના બીજા તબક્કામાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે શારજહામાં ભારે રોમાંચક મુકાબલો રમાયો હતો. બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો ર્નિણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતાં હૈદરાબાદની ટીમે ૨૦ ઓવરના અંતે ૭ વિકેટના નુકસાન પર ૧૪૧ રન બનાવ્યા હતા.

જેના જવાબમાં બેંગ્લોરની ટીમ ૨૦ ઓવરના અંતે ૬ વિકેટ ગુમાવીને ૧૩૭ રન બનાવી શકી હતી. જેથી હૈદરાબાદનો ૪ રનોથી શાનદાર વિજય થયો હતો. હૈદરાબાદના ૧૪૧ રનોનાં સ્કોરનો પીછો કરવા ઉતરેલાં કેપ્ટન વિરાટ કોહલીએ ઓપનર તરીકે આજે નિષ્ફળ સાબિત થયો હતો.

પહેલી જ ઓવરના પાંચમા બોલ પર ભુવનેશ્વર કુમારે વિરાટ કોહલીને એલબીડબ્લ્યુ આઉટ કરી દીધો હતો. જે બાદ ત્રીજી ઓવરમાં બેંગ્લોરને બીજાે ઝટકો લાગ્યો હતો. સિદ્ધાર્થ કૌલે ૧ રન પર ડેનિયલ ક્રિશ્ચિયનને આઉટ કરાવી દીધો હતો. જે બાદ સાતમી ઓવરમાં ઉમરાન મલિકે શ્રીકર ભારતને ૧૨ રનો પર કેચ આઉટ કરાવ્યો હતો.

જાે કે, મેક્સવેલ અને પડિક્કલે ૫૦ રનોની પાર્ટનરશિપ કરીને ટીમને સંભાળી હતી. જાે કે, ૧૫મી ઓવરમાં મેક્સવેલ ૨૫ બોલમાં ૩ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૪૦ રન બનાવીને આઉટ થયો હતો. જાે કે, ૧૭મી ઓવરમાં પડિક્કલ પણ ૪૧ રન બનાવીને આઉટ થઈ જતાં બેંગ્લોરની જીતની આશા ધૂંધળી બની ગઈ હતી.

જાે કે અંતિમ ઓવરમાં બેંગ્લોરને ૬ બોલમાં ૧૩ રન બનાવવાના હતા અને એબી ડી વિલિયર્સ ક્રીઝ પર ઉપસ્થિત હતો. તેમ છતાં બેંગ્લોર મેચ જીતી શક્યું ન હતું. ટોસ હારીને પ્રથમ બેટિંગ માટે ઉતરેલી હૈદરાબાદ ટીમની શરૂઆત ધીમી રહી હતી. પ્રથમ ઓવરમાં હૈદરાબાદની ટીમ ફક્ત ૨ રન જ બનાવી શકી હતી.

જ્યારે બીજી ઓવરમાં ઓપનિંગ બેટ્‌સમેન અભિષેક શર્મા ૧૩ રન બનાવીને કેચ આઉટ થઈ ગયો હતો. જાે કે, ત્યારેબાદ કેન વિલિયમસન અને જેસન રોયે ૭૦ રનોની શાનદાર પાર્ટનરશિપ કરી હતી. પણ ૧૨મી ઓવરમાં હર્ષલ પટેલે કેન વિલિયયમસનને ૩૧ રને આઉટ કરીને બીજાે ઝટકો આપ્યો હતો.

જે બાદ ૧૫મી ઓવરમાં હૈદરાબાદને બે ઝટકા લાગ્યા હતા. ઓવરના પહેલા બોલ પર પ્રિયમ ગર્ગ ૧૫ રન બનાવીને તો છેલ્લા બોલ પર જેસન રોય ૪૪ રન બનાવીને આઉટ થયો હતો. અને ૨૦ ઓવરના અંતે હૈદરાબાદ ૭ વિકેટના અંતે ૧૪૧ રન બનાવી શક્યું હતું. બેંગ્લોર તરફથી હર્ષલ પટેલે ૩ વિકેટ તો ડેનિયલ ક્રિશ્ચિયને ૨ વિકેટ ઝડપી હતી. અને આ સાથે જ હર્ષલ પટેલ કોઈ એક સિઝનમાં સૌથી વધુ (૨૯) વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બની ગયો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.