હૈદરાબાદનો ૨૪ કેરેટ ગોલ્ડના આઇસક્રીમનો વીડિયો વાઇરલ

નવી દિલ્હી, ઘણાં લોકોને આઇસક્રિમ ખાવી ખુબ પસંદ છે, જેથી આઇસક્રિમનાં શોખિનો અલગ અલગ પ્રકારની આઈસક્રિમ શોધતા રહે છે અને ટ્રાય કરતાં રહે છે. ભારતમાં કાજુ કતરી જેવી ઘણી મીઠાઈઓ ચાંદીના વરખથી તૈયાર કરવામાં આવે છે, ત્યારે હવે આઇસક્રિમને પણ ચાંદીના નહી પણ સોનાના વરખથી કોટેડ કરવામાં આવી છે.
હા જાે તમારે આ આઇસક્રિમનો ટેસ્ટ માણવો હોય તો તમારે હૈદરાબાદ જવું પડશે. હૈદરાબાદમાં તમને એવો આઇસક્રિમ મળશે જે તમે અત્યાર સુધી દુનિયામાં ભાગ્યે જ ક્યાંય જાેયો હશે કે ખાધો હશે. હા, ગોલ્ડ આઇસક્રિમ અહીં ઉપલબ્ધ છે. આ આઇસક્રિમ ૨૪ કેરેટ સોનાથી બનેલો છે.
ફૂડ બ્લોગર અભિનવ જેસવાણીએ આ આઇસક્રિમનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. જાેત જાેતામાં આ વીડિયો વાયરલ થઇ ગયો છે, આ આઇસક્રિમનું નામ મિની મિડાસ રાખવામાં આવ્યું છે જે હૈદરાબાદના હુબર અને હોલી કાફેમાં ઉપલબ્ધ છે. આ આઇસક્રિમ તમને હૈદરાબાદમાં હુબર એન્ડ હોલી નામના કાફેમાં મળશે, જેને સુંદર રીતે સર્વ પણ કરવામાં આવી રહી છે.
આ આઈસ્ક્રીમની કિંમત ૫૦૦ રૂપિયા છે અને તેના પર એડીશનલ ટેક્સ લાગે છે. વીડિયોમાં દુકાનદાર આ ગોલ્ડ પ્લેટેડ આઈસ્ક્રીમ બનાવતો દેખાઈ રહ્યો છે. જેમાં ચોકલેટ કોનમાં થોડો આઈસ્ક્રીમ મૂકે છે. આ પછી સોનાની વરખ મૂકે છે અને તેના પર થોડી ચેરી મૂકે છે. તેમાં એક સોનેરી બોલ છે, જેમાં ગોલ્ડન ક્રીમ આપવામાં આવે છે અને તે બાદ આ આઇસક્રિમને સોનાના વરખથી ઢાંકવામાં આવે છે.
અભિનવ જેસવાણીએ જસ્ટ નાગપુર થિંગ્સ નામના તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલથી આ વીડિયો પોસ્ટ કર્યો છે અને લખ્યું છે કે, આ ૨૪દ્ભ ગોલ્ડ આઈસ્ક્રીમ હૈદરાબાદના હુબર એન્ડ હોલી નામના કેફેનો છે. આજ સુધી મેં આવો આઈસ્ક્રીમ ક્યાંય ખાધો નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને ૪૦ લાખ વખત જાેવામાં આવ્યો છે જ્યારે ૨.૫ લાખથી વધુ લાઈક્સ અને કોમેન્ટ્સ આવી રહી છે. યુઝર્સ આ વીડિયો પર કમેન્ટ પણ કરી રહ્યાં છે, લોકો આ આઈસ્ક્રીમ ટ્રાય કરવા ઈચ્છે છે, આ સાથે જ કેટલાક અન્ય લોકોએ પણ આઈસ્ક્રીમની કિંમત વધુ હોવાનું લખ્યું છે.SSS