હૈદરાબાદમાં એમઆઇએમના નેતા અકબરૂદ્દીન ઓવૈસી વિરૂદ્ધ કેસ દાખલ
હૈદરાબાદ, હૈદરાબાદમાં સૈદાબાદ પોલીસે એમઆઇએમના નેતા અને ધારાસભ્ય અકબરૂદ્દીન ઓવૈસીની વિરૂદ્ધ કેસ નોંધ્યો છે. અકબરૂદ્દીન પર ચાલુ વર્ષે 23 જુલાઇએ કરીમનગરમાં એક જનસભામાં ઉશ્કેરણીજનક ટીપ્પણી કરવાનો આરોપ છે.. અકબરૂદ્દીન ઓવૈસીની વિરૂદ્ધ કેસ નોંધવાનો નિર્દેશ સ્થાનિક કોર્ટે પોલિસને આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અકબરૂદ્દીન અકિલા એમઆઇએમ પ્રમુખ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીના નાના ભાઇ છે. આ અગાઉ ઘણી વખત અકબરૂદ્દીન તેમના ભાષણોને લઇને વિવાદમાં રહી ચુક્યા છે. ઉશ્કેરણીજનક ભાષણના મામલે તેઓ જેલ પણ જઇ ચુક્યા છે.