હૈદરાબાદમાં સારૂ પ્રદર્શન બાદ ભાજપે કેરળમાં પોતાની મત બેંક વધારશે
તિરૂવનંતપુરમ, હૈદરાબાદ નગર નિગમ ચુંટણીમાં સારૂ પ્રદર્શન કર્યા બાદ હવે ભાજપે બીજા દક્ષિણી રાજય કેરલમાં પણ પોતાની મત બેંક વધારવા પર ફોકસ કર્યું છે કેરલમાં આ અઠવાડીયે ચુંટણી યોજાનાર છે જાે કે હૈદરાબાદથી અલગ કેરલમાં ભાજપના મોટા ચહેરાઓએ ચુંટણી પ્રચાર કર્યો નથી હકીકતમાં ભાજપને અહી મોટી સંખ્યામાં બેઠકો જીતવાની આશા ઓછી છે.
સ્થાનિક વિકાસના મુદ્દા ઉપરાંત કોંગ્રેસ અને ભાજપ બંન્ને જ સત્તારૂઢ ડાબેરીને ગોલ્ડ સ્મગલિંગ કેસમાં ઘેરી રહી છે આ મામલામાં મુખ્યમંત્રી પિનરાઇ વિજયનને પણ લોકોના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે મુખ્યમંત્રીના અડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી સીએમ રવીદ્રનને ઇડીએ ત્રીજીવાર સમન્સ મોકલ્યા છે.૧૦ ડિસેમ્બરે આ કહેવાતી મની લોન્ડ્રીંગ કેસમાં પુછપરછ માટે ઇડીની સામે હાજર થશે એક પૂર્વ સીપીએમ મંત્રીના પુત્ર બિનેશ કોડિયારીની કહેવાતી મિલીભગતને પણ વિરોધ પક્ષે મુદ્દો બનાવ્યો છે. કેરલમાં પંચાયત નગરપાલિકાઓ અને છ નિગમોમાં ચુંટણી થનાર છે ભાજપ પોતાના સ્ટેટ યુનિટના નેતાઓથી પ્રચાર પર ભાર મુકી રહી છે.
કેરલ ભાજપના અધ્યક્ષ કે સુરેન્દ્રન અને પૂર્વ અધ્યક્ષ કુમનનમ રાજશેખરે રાજયના તમામ ભાગોનો પ્રવાસ કર્યો જયારે નેતા અભિનેતા સુરેશ ગોપી પણ જનતાથી મતની અપીલ કરી જાે કે વરિષ્ઠ નેતા જેવા કે ગૃહમંત્રી અમિત શાહ અને જે પી નડ્ડા ચુંટણી પ્રચારથી દુર રહ્યાં પાર્ટીએ આ વખતે ચુંટણીમાં અનેક મુસ્લિમ અને ઇસાઇ ઉમેદવારોને પણ ટીકીટ આપી છે એક ભાજપ નેતાએ કહ્યું કે અમને આશા છે કે અનેક મુસ્લિમ હિલા તીન તલાકના કાનુન માટે અમને મોત આપશે આ ઉપરાંત મુસ્લિમ મહિલાઓના લગ્નની ઉમર ૧૮થી ૨૧ કરવાની યોજનાને પણ અનેક મુસ્લિમ યુવતીઓએ સ્વાગત કર્યું હતું.
ભાજપની જેમ જ કોંગ્રેસ પણ કેરલની સ્થાનિક ચુંટણીમાં પ્રચાર માટે કેન્દ્રીય નેતાઓમાંથી કોઇને મોકલ્યા ન હતાં જયારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કેરલની વાયનાડથી સાંસદ પણ પરંતુ તેમણે અત્યાર સુધી અહીં પ્રચાર કર્યો નથી મુખ્યમંત્રી પિનરાઇ વિજયને પણ કોઇ પ્રચાર કર્યો નથી.HS