હૈદરાબાદમાં ૪.૦ની તીવ્રતાનો ભૂકંપનાં ઝટકો અનુભવાયો
હૈદરાબાદ: હૈદરાબાદમાં આજે સવારે ૫ વાગ્યે ભૂકંપનાં ઝટકા અનુભવાયા હતા, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૦ માપવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર આંધ્રપ્રદેશનાં દક્ષિણ હૈદરાબાદમાં આજે સવારે પાંચ વાગ્યે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૦ માપવામાં આવી હતી. ભૂકંપનાં આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. સુત્રોનાં જણાવ્યા અનુસાર કોઈ જાન-માલનાં નુકસાન થયુ નથી.
પૂર્વ સિક્કિમમાં ગઈકાલે એટલે કે રવિવારે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. રવિવારે રાત્રે ૮.૩૯ વાગ્યે સિક્કિમનાં કેટલાક વિસ્તારોમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૦ માપવામાં આવી હતી. સિસ્કીમમાં ભૂકંપ વિશે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ માહિતી આપી હતી. ભૂકંપનાં આંચકા અનુભવાયા બાદ લોકો ઘરની બહાર નીકળી ખુલ્લા મેદાનમાં પહોંચી ગયા હતા. સમાચાર અનુસાર ભૂકંપનાં કારણે કોઈપણ પ્રકારની જાન-માલની કોઈ માહિતી બહાર આવી નથી.
આપને જણાવી દઈએ કે, ચાર દિવસ પહેલા ૨૧ જુલાઈએ લદાખમાં પણ ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. અહી ૩.૬ ની તીવ્રતા સાથે ભૂકંપ આવ્યો હતો. જુલાઈ મહિનામાં ઘણા રાજ્યોમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. સિક્કિમ પહેલા રાજસ્થાન અને મેઘાલયમાં ભૂકંપ આવ્યો હતો અને ૧૭ જુલાઈએ હિમાચલ પ્રદેશનાં કિન્નૌરમાં ૩.૧ ની તીવ્રતા સાથે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા.