હૈદરાબાદ અને કોલકાતામાં અંતિમ સંસ્કાર માટેનો કારોબાર શરુ થયો
બેંગ્લુરૂ: દેશા ઘણા શહેરોમાં મૃતકોના અંતિમ સંસ્કાર અથવા તો તેની દફનવિધિ માટે ઘણી કંપનીઓ શરુ રથઈ છે જે કોર્પોરેટ સ્ટાઈલમાં કામ કરે છે અને ગ્રાહકોને ઘણા પ્રકારના પેકેજની ઓફર આપી રહી છે.
રિપોર્ટ અનુસાર, બેંગ્લુરુ સ્થિત અત્યંષ્ટિ ફ્યુનરલ સર્વિસ નામની કંપનીએ ચેન્નઈ, દિલ્હી,જયપુર, મુંબઈ, હૈદરાબાદ અને કોલકાતા સહિતના ઘણા શહેરોમાં અંતિમ સંસ્કારની સેવા આપવાનું શરુ કર્યું છે. કંપનીએ કસ્ટમર સપોર્ટ ટીમ પણ તૈયાર કરીને રાખી છે તથા ગ્રાહકોના ઓર્ડર લેવા માટે ફિલ્ડમાં કેટલાક માણસો પણ રોક્યા છે.
હૈદરાબાદમાં પણ એક કંપનીએ અંતિમ સંસ્કારની સેવા શરુ કરી છે. કંપની ગોલ્ડ અને બેસિક નામના બે પેકેજની ઓફર કરે છે. કંપનીના એક્ઝિક્યુટીવે જણાવ્યું કે અમે કોવિડ-૧૯ ના દર્દીઓના અંતિમ સંસ્કાર માટે ૩૦ હજારનો ચાર્જ વસૂલીએ છીએ. આ જાેખમ ભરેલું કામ છે અને આજકાલ તો સ્મશાનમાં જગ્યા મેળવવી પણ મુશ્કેલ છે.
ચેન્નઈની બે કંપનીઓએ એવું જણાવ્યું કે કંપનીને રોજના ૬ થી ૧૦ ઓર્ડર મળી રહ્યાં છે. લોકો પણ તેમના સગાસંબંધીઓ કે જેમનું કોરોનાથી મોત થયેલું હોય, તેમના અંતિમ સંસ્કાર માટે ૩૦ થી ૪૦ હજાર રુપિયાનો ખર્ચ કરતા પણ અચકાતા નથી કારણ કે તેમણે તો છૂટવું હોય છે. એક કંપનીના ડિરેક્ટરે જણાવ્યું કે મૃતદેહ ઉઠાવવાથી માંડીને ગાડીની વ્યવસ્થા કરવી, સ્મશાનમાં સ્લોટ બુકિંગ કરાવવો, પંડિતની વ્યવસ્થા કરાવવાથી માંડીને અંતિમ સંસ્કારનો સામાન લાવવાની જવાબદારી અમારી હોય છે. અને તેને માટે ૩૨ હજારનો ચાર્જ લેવામાં આવે છે. મૃતકોના અંતિમ સંસ્કાર માટે સૌથી પહેલા લોકોએ કંપનીના હોટલાઈન નંબર પર રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. લોકેશનને આધારે શહેરના કોર્ડિનેટર તેમનો સંપર્ક સાધે છે. ત્યાર બાદ પેમેન્ટ સીધું કંપનીના એકાઉન્ટમાં જમા કરાવવાનું કહેવાય છે અને ત્યાર બાદ બાકીના વિધિ પાર પડાય છે.