હૈદરાબાદ એન્કાઉન્ટર- સુપ્રીમ કોર્ટે તપાસ પંચની રચના કરી
નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે હૈદરાબાદ એન્કાઉન્ટરની નિષ્પક્ષ તપાસનો આદેશ આપતાં એક તપાસ પંચની રચના કરી દીધી છે મામલાની સુનાવણી કરતા મુખ્ય ન્યાયમૂર્તિ એસ એ બોબડે, ન્યાયમૂર્તિ એસ અબ્દુલ નજીર અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની બેંચે સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયમૂર્તિ બીએ એસ સિરપુરકરના નેતૃત્વમાં ત્રણ સભ્યોની તપાસ પંચની રચના કરી છે એન્કાઉન્ટરની તપાસ માટે બનેલ પંચની કચેરી હૈદરાબાદમાં બનાવવામાં આવશે આ પંચના તમામ સભ્યોને સુરક્ષા આપવામાં આવશે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ ત્રણ સભ્યોના તપાસ પંચે ત્રણ મહીનમાં પોતાન રિપોર્ટ સોંપવો પડશે પંચનો પુરો ખર્ચ તેલગણા સરકારને ઉઠાવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
મામલાની સુનાવણી કરતા મુખ્ય ન્યાયમૂર્તિ એસ એ બોબડેએ કહ્યું કે લોકોને આ અથડામણની હકીકત જાણવાનો અધિકાર છે તેમણે તેલંગણા પોલીસનો પક્ષ રાખી રહેલ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે અમે તમને દોષી બતાવી રહ્યાં નથી તમે તપાસનો વિરોધ કરશો નહીં પરંતુ તેમાં ભાગ લો
સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયમૂર્તિએ રોહતગીને કહ્યું કે જા તમે કહો છો કે તમે તેમન (અથડાણમમાં સામેલ પોલસ કર્મચારીઓની) વિરૂધ્ધ ક્રિમિનલ કોર્ટમાં કેસ કરવા જઇ રહ્યાં છો તો અમારે કાંઇ કરવું નથી પરંતુ જા તમે તેમને નિર્દોષ માનો છો તો લોકોને સચ્ચાઇ જાણવાનો અધિકાર
છે તથ્ય શું છે અમે અટકળો લગાવી શકીએ નહીં મુખ્ય ન્યાયમૂર્તિ એસ એ બોબડે ન્યાયમૂર્તિ એસ અબ્દુલ નજીર અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની બેંચે કહ્યું કે અમારો વિચાર છે કે એન્કાઉન્ટરની સ્વતંત્ર તપાસ થવી જાઇએ તપાસ થવા દો તમને તેના પર શું વાંધો છે.
તેના પર મુકુલ રોહતગીએ આ રીતના જુના મામલાની તપાસનો હવાલો આપ્યો તેમણે કહ્યું કે અતીતમાં કોર્ટે સુપ્રીમ કોર્ટના નિવૃત જજની નિયુક્તિતપાસની દેખરેખ માટે કરી હતી નહીં કે તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું હતું કે તે તેલંગણામાં વેટનરી ડોકટરોથી સામૂહિક બળાત્કાર અને હત્યાના મામલાના ચારેય આરોપીઓના પોલીસ અથડામણમાં માર્ય જવાની ધટનાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિને નિયુક્ત કરવા પર વિચાર કરી રહ્યાં છે.
સંબંધિત પોલીસ અધિકારીઓની વિરૂધ્ધ સ્વતંત્ર તપાસ કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં બે અરજીઓ દાખલ કરવામાં આવી છે પહેલી અરજી વકીલ જી એસ મણિ અને પ્રદીપ કુમાર યાદવે દાખલ કરી છે જયારે બીજી અરજી વકીલ મનોહર લાલ શર્માએ દાખલ કરી છે.મણિ અને યાદવની જનહિત અરજીમાં દાવો કર્યો છે કે કહેવાતી અથડામણ નકલી છે અને આ ઘટનામાં સામેલ પોલીસ અધિકારીઓની વિરૂધ્ધ એફઆઇઆર દાખલ કરવી જાઇએ.