હૈદ્રાબાદ કોર્પોરેશન ચૂંટણીઃ બેલેટ પેપર પરથી કોમ્યુનિસ્ટ પાર્ટીનુ ચિન્હ ગાયબ
નવી દિલ્હી, ભાજપના આક્રમક ચૂંટણી પ્રચારના કારણે હૈદ્રાબાદ કોર્પોરેશનની ચૂંટણીએ આખા દેશનુ ધ્યાન ખેંચ્યુ છે.ખાસ કરીને એઆઈએમઆઈએમના નેતા ઓવૈસી અને ભાજપના નેતાઓ વચ્ચે તીખી નિવેદનબાજી થઈ છે.
આજે આ ચૂંટણી માટે થઈ રહેલા મતદાનમાં મોટો ગોટાળો સામે આવ્યો છે.હૈદ્રાબાદના મલકાપેટ વિસ્તારના 69 મતદાન મથકમાં પહોંચેલા બેલેટ પેપરમાંથી સીપીએમનુ ચિન્હ જ ગાયબ હોવાનુ બહાર આવ્યા બાદ હોબાળો મચી ગયો હતો.આ 69 બૂથો પર વોટિંગ રદ કરાયુ છે અને 3 ડિસેમ્બરે આ બૂથો ફરી મતદાન યોજવામાં આવશે.આ છબરડો કેવી રીતે સર્જાયો તેની તપાસ હાલમાં ચાલી રહી છે.
4 ડિસેમ્બરે હૈદ્રાબાદ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામ જાહેર થશે.જોકે આજે મતદાનની ટકાવારી બપોર સુધી તો ઓછી રહી છે.બપોરના એક વાગ્યા સુધી માત્ર 18 ટકા વોટર્સે વોટિંગ કર્યુ છે.સવારે 11 વાગ્યા સુધી માત્ર 8 ટકા વોટિંગ થયુ હતુ.