હૈદ્રાબાદ ચૂંટણીઃ ઓવૈસીની પાર્ટીના પાંચ હિન્દુ ઉમેદવારો પૈકી 3 જીત્યા
નવી દિલ્હી, હૈદ્રાબાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે તો જોરદાર દેખાવ કર્યો જ છે પણ સાથે સાથે મુસ્લિમ આગેવાન અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMને પણ 44 બેઠકો મળી છે.
જેના કારણે હવે ટીઆરએસને સત્તા મેળવવા માટે ઓવૈસીની મદદ લેવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.નોંધવા જેવી વાત એ છે કે, ઓવૈસીએ ઉભા રાખેલા 51 ઉમેદવારોમાંથી પાંચ હિન્દુ આગેવાનો હતા અને આ પૈકીના 3 ઉમેદવારોની જીત થઈ છે.બીજી તરફ ગઈ ચૂંટણીમાં માત્ર 4 બેઠકો જીતનાર ભાજપે આ વખતે બીજા ક્રમની પાર્ટી બનીને 48 બેઠકો પર જીત મેળવી છે.
ઓવૈસીએ પાંચ વોર્ડમાંથી હિન્દુ નેતાઓને ટિકિટ આપી હતી.આ પૈકી બે નેતાઓ હારી ગયા છે.તેમને ભાજપ અને ટીઆરએસના હાથ હારનો સામનો કરવો પડયો છે.હૈદ્રાબાદ ઓવૈસીનો ગઢ મનાય છે અને ત્યાં ભાજપે ગાબડુ પાડ્યુ છે.જોકે સૌથી વધારે નિરાશાજનક પ્રદર્શન કોંગ્રેસનુ રહ્યુ છે.કોંગ્રેસના માત્ર બે બેઠકોથી સંતોષ માનવાનો વારો આવ્યો છએ.
તેલંગાણા રાષ્ટ્ સમિતિને ગત ચૂંટણીમાં 99 બેઠકો મળી હતી.આ વખતે ટીઆરએસને 55 જ બેઠકો મળી છે.ટીઆરએસની વોટ બેન્કમાં પણ ભાજપે ગાબડુ પાડ્યુ છે.