Western Times News

Gujarati News

કાલોલમાં હૉસ્પિટલના સ્વીપરે નવજાત બાળકને ૧૫ હજારમાં વેચ્યું

Files photo

પંચમહાલ: સમાજમાં આજે પણ કેટલીક માતાઓ પોતાના કુકર્મ છુપાવવા પોતાના નવજાતને ત્યજી દેતી હોવાની ઘટનાઓ બને છે તો ક્યાંક પોતાના ખોળાને ખૂંદનાર શેર માટીની ખોટ પુરવા પથ્થર એટલા દેવ માની કેટલાય દંપતીઓ પૂજતા હોય છે.કેટલાક દંપતીઓ પેઢીના વારસદાર માટે સરકારની જોગવાઈ મુજબ બાળકનું એબોર્શન કરતાં હોય છે.પરંતુ અહીં ઘટનાક્રમમાં જે બન્યું ગેરકાયદેસર અને અનઅધિકૃત રીતે કાયદાની ઉપરવટ જઈ થયું છે.પંચમહાલના કાલોલ પંથકમાં પણ જ્યાં માવતર લજવતો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

કાલોલની એક ખાનગી હોસ્પિટલમાં સફાઈકામ કરતી મહિલાએ એક યુવતીની પોતાના ઘરે ગેરકાયદેસર સુવાવડ કરાવી હતી.દરમિયાન અવતરેલા નવજાત શિશુનું પુત્ર વાચ્છું દંપતીને ૧૫ હજાર ખર્ચ પેટે લઇ આપી દીધું હતું. આ સમગ્ર બાબત જિલ્લા બાળ સુરક્ષા અધિકારીને મળેલી નનામી અરજીની તપાસ બાદ પ્રકાશ માં આવી છે.જેની પોલીસ ફરીયાદ આધારે કાલોલ પોલીસે બાળક લેનાર દંપતી અને પોતાના ઘરે સુવાવડ કરાવનારી સ્વીપરની ધરપકડ કરી લીધી છે.પંચમહાલ જિલ્લામાં હ્યુમન ટ્રાફિકિંગનો પ્રથમ કિસ્સો બહાર આવ્યો છે.


ઉલ્લેખનીય છે કે બાળક ને ખરીદનાર દંપતીને સંતાન માં ત્રણ બાળકી ઓ હોય પુત્ર મેળવવા ની ઘેલછા માં નવજાત શિશુની ગેરકાયદેસર ખરીદી કરી હતી.

મહત્વની વાત તો એ છે કે મંજુલાબેન ખાનગી હોસ્પિટલમાં સ્વીપરની ફરજ દરમિયાન સુવાવડ કરવાની શીખી લીધા બાદ પોતાની આવડતની આ પ્રકારે ગેરકાયદેસર પોતાના ઘરે સુવાવડ કરવાની હિંમત ખુલી ગઈ અને નવજાતને વેચવા સુધી પહોંચી ગયા !જોકે પોલીસ બાળકને જન્મ આપી ત્યજી દેનારી માતા સુધી પહોંચી હોવાનું પણ જાણવા મળ્યું હતું.

જોકે મંજુલાબેનની ભૂમિકા બંને પોતે નાણાં કમાવવા સાથે પક્ષે સ્ત્રીઓને મદદરૂપ થવાની હોય શકે પરંતુ આ પ્રકારની પ્રવૃત્તિ સમાજ માટે ખતરારૂપ સાબિત થઈ શકે જેમાં પણ બે મત નથી. કાલોલ પંથકના દંપતીએ કુદરતે પેઢીના વારસાદર માટે પુત્ર નહિં આપતાં યેનકેન પ્રકારે પોતાને પુત્ર હોવાની આશાઓ પૂર્ણ કરી હતી.પરંતુ બીજી તરફ પુત્ર મેળવનારના ગામના કે અન્ય ત્રાહિત વ્યક્તિએ જીલ્લા બાળક સુરક્ષા અધિકારીની કચેરીમાં નનામી અરજી કરી દંપતી નવજાત છોકરો લાવ્યા અંગે જાણ કરી દીધી હતી. જે આધારે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ ગામમાં જઈ દંપતીનો સંપર્ક કરી તમામ હકીકત મેળવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.