હોકીઃ ભારતનો પાકિસ્તાન સામે આસાન વિજય
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/12/Idnia.jpeg)
ઢાકા, ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૧ની મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને ૩-૧થી હરાવ્યું હતું. ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતાએ ત્રીજા ક્વાર્ટર સુધી શાનદાર રમત રમી. તેણે બે ગોલ કર્યા, જ્યારે પાકિસ્તાન ત્રીજા ક્વાર્ટરની અંતિમ ક્ષણોમાં પ્રથમ ગોલ કરવામાં સફળ રહ્યું.
મેચનો ચોથો ક્વાર્ટર નિર્ણાયક હતો, જ્યાં મનપ્રીત સિંહની આગેવાની હેઠળની ટીમે ફરી એકવાર જાેરદાર રમત બતાવી અને ૩-૧ના સ્કોર સાથે મેચ પૂરી કરી હતી ભારત તરફથી હરમનપ્રીત સિંહે બે ગોલ કર્યા હતા જ્યારે આકાશદીપે એક ગોલ કર્યો હતો.
ભારતે તેની પ્રથમ મેચ કોરિયા સામે ૨-૨થી ડ્રોમાં શેર કરી હતી. ભારત હાલમાં ત્રણ મેચમાં સાત પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે અને રાઉન્ડ-રોબિન ધોરણે રમાઈ રહેલી પાંચ દેશોની ટુર્નામેન્ટમાં રવિવારે તેનો મુકાબલો જાપાન સામે થશે. પાકિસ્તાન પાસે હાલમાં બે મેચમાં માત્ર એક પોઈન્ટ છે. છેલ્લી વખત આ બંને ટીમો એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના લીગ તબક્કામાં ટકરાઈ હતી જ્યાં ભારત ૩-૧થી જીત્યું હતું. જ્યારે ૨૦૧૮માં યોજાયેલી છેલ્લી આવૃત્તિમાં સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો. મસ્કતમાં રમાયેલી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.
બુધવારે બાંગ્લાદેશને ૯-૦થી હરાવ્યા બાદ, ભારત વધુ ઉત્સાહ સાથે મેદાનમાં ઉતર્યું હતું. તેણે પાકિસ્તાન સામે જબરદસ્ત શરૂઆત કરી હતી. તેના માટે મનપ્રીત સિંહે પહેલો ગોલ કર્યો હતો. આ ગોલ તેણે પેનલ્ટી કોર્નર પર કર્યો હતો. જાે કે આ દરમિયાન ભારતને ઘણી તકો મળી પરંતુ તેઓ તેને ગોલમાં ફેરવી શક્યા નહીં. પ્રથમ ક્વાર્ટર સમાન સ્કોર પર સમાપ્ત થયું. પ્રથમ ગોલ બાદ ટીમ ઈન્ડિયાનું સેલિબ્રેશન જાેવા જેવું હતું.
આ દરમિયાન પાકિસ્તાને ગોલ કરવાના ઘણા પ્રયાસો કર્યા પરંતુ ભારતે મેચ પર તેની પકડ ઢીલી ન પડી. ભારતે બોલને પોતાના કબજામાં રાખ્યો અને પાકિસ્તાન પર દબાણ બનાવી રાખ્યું. પાકિસ્તાન તરફથી અફરાઝે પ્રયાસ કર્યો પરંતુ ભારતીય ડિફેન્સની સતર્કતાએ આ યુવા ખેલાડીને ગોલ કરવા દીધો નહીં. હાફ ટાઇમ સુધી સ્કોર ૧-૦ રહ્યો હતો. આકાશદીપ સિંહે ત્રીજા ક્વાર્ટરમાં ભારત માટે બીજાે ગોલ કર્યો હતો. તેણે ૪૨મી મિનિટે બોલને નેટમાં રોકીને ભારતની લીડ બમણી કરી હતી. જાેકે, જુનૈદ મંઝૂરે ટીમ માટે પહેલો ગોલ ફટકારવા સાથે થોડી જ વારમાં બદલો લીધો હતો. આમ ત્રીજા ક્વાર્ટરના અંત સુધીમાં સ્કોર ૨-૧ હતો.
ભારતને ૫૩મી મિનિટે વધુ એક પેનલ્ટી કોર્નર મળ્યો અને હરમનપ્રીત સિંહે તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો. તેણે જબરદસ્ત હિટ બનાવતા બોલને પોસ્ટમાં ગુંચવ્યો હતો. આ સાથે ભારતીય ટીમની લીડ ૩-૧ થઈ ગઈ. આ પછી પાકિસ્તાને વળતો હુમલો કરવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ મજબૂત ભારતીય સંરક્ષણને ભેદવામાં નિષ્ફળ ગયું.SSS