હોકીમાં ટીમ ઇન્ડિયાએ ચેમ્પિયન આજેર્ન્ટિનાને હરાવ્યું
ટોક્યો: ટોક્યો ઓલિમ્પિકના ૭માં દિવસે આજે ભારતીય ટીમ પોતાની શરુઆત નૌકાયનથી કરશે. જે બાદ શૂટિંગમાં ૨૫ મીટર એર પિસ્ટલના મહિલા રાઉન્ડમાં રાહી સોરનોબાત અને મનુ ભાખર પોતાનો દમ દેખડશે. આ ગેમની શરુઆત ભારતીય સમય પ્રમાણે સવારે સાડા પાંચ વાગ્યે થઈ હતી. જ્યારે ભારતીય સમય પ્રમાણે આજે સવારે ૬ વાગ્યે શરું થયેલી પૂલ એની ભારત આર્જેન્ટીના વચ્ચેની પુરુષ હોકી મેચમાં ભારતીય ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા ડિફેન્ડિંગ ચેમ્પિયન આજેર્ન્ટિનાને ૩-૧થી હરાવ્યું. આજેર્ન્ટિનાની ટીમ ભારતીય ટીમના શાનદાર પ્રદર્શન આગળ પોતાને લાચાર અનુભવી રહી હતી. ભારતીય પુરુષ હોકી ટીમએ ઓલમ્પિકની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે.
ટીમે પોતાની ચોથી મેચમાં ૨૦૧૬ રિયો ઓલમ્પિકની ગોલ્ડ મેડલિસ્ટ આજેર્ન્ટિનાની ટીમને ૩-૧થી મ્હાત આપી. ટીમની આ ચાર મેચોમાંથી ત્રીજી જીત છે. ટીમને ન્યૂઝીલેન્ડ, સ્પેન અને આર્જેર્ન્ટિનાની વિરુદ્ધ જીત મળી છે. ભારતને માત્ર ઓસ્ટ્રેલિયાથી હાર મળી. ટીમ ગ્રુપ-એની પોતાની અંતિમ મેચમાં ૩૦ જુલાઈએ મેજબાન જાપાન સામે ટકરાશે. ભારત તરફથી વરુણકુમાર, વિવેક સાગર પ્રસાદ અને હરમનપ્રીત સિંહે ગોલ કર્યો. ભારતીય ટીમની આ ઓલિમ્પિકમાં આ ત્રીજી જીત છે. આ અગાઉ ટીમ ઈન્ડિયાએ સ્પેન અને ન્યૂઝીલેન્ડને હરાવ્યા હતા.
ભારતે છેલ્લે ૪૩મી મિનિટે ગોલ કરીને બરાબરીના મેચમાં સરસાઈ મેળવી હતી. ટીમે ખૂબ જ શાનદાર રીતે રેફરલ લીધા હતા. જેનો ફાયદો ટીમને મળ્યો હતો. વરુણ કુમારે ખૂબ જ સફળતાપૂર્વક ગોલ કર્યો હતો. આજેર્ન્ટિના તરફથી મેચની ૪૭મી મિનિટમાં એક ગોલ થયો હતો. જે સ્ટ્ઠૈર્ષ્ઠ ઝ્રટ્ઠજીઙ્મઙ્મટ્ઠ એ પેનલ્ટી કોર્નરમાં ગોલ કર્યો હતો. જ્યારે ભારત તરફથી પહેલો ગોલ વરુણકુમારે કર્યો હતો જે પેનલ્ટી કોર્નર દ્વારા થયો હતો.