હોટલમાં સતત પાર્ટી અંગે ફડણવીસને મલિકનો સવાલ

મુંબઈ, મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે એનસીબીના અધિકારી સમીર વાનખેડેની સાથે હવે દેવેન્દ્ર ફડનવીસ પર પણ આક્ષેપો શરૂ કર્યા છે. ભાજપના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ફડનવીસ તેમજ નવાબ મલિક વચ્ચે બે દિવસથી વાક યુધ્ધ શરૂ થયુ છે.
આજે નવાબ મલિકે ફરી ફડનવીસ પર આક્ષેપ કરતા કહ્યુ હતુ કે, તમારા મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં તમારી ઓફિસમાં બ્રિફિંગ રાખવામાં આવતુ હતુ કે, શહેરના પોલિટિશિયન શું કરી રહ્યા છે અને શહેરમાં શુ ચાલી રહ્યુ છે. મલિકે કહ્યુ હતું કે, હું પૂછવા માંગુ છું કે, ફોર સિઝન હોટલમાં સતત પાર્ટીઓ યોજાતી હતી અને આ પાર્ટીઓનો આયોજક કોણ હતો.
આ પાર્ટીઓમાં એક ટેબલની કિંમત ૧૫ લાખ રૂપિયા રહેતી હતી અને આખી રાત જશ્ન ચાલતો હતો, ૧૫-૧૫ કરોડ રૂપિયાની પાર્ટીઓનો આયોજક કોણ હતો તે તમે જાહેર કરો.. તેમણે આગળ કહ્યુ હતુ કે, શું તમને જાણકારી નહોતી.
તમારી સરકાર હતી ત્યારે આ પાર્ટીઓ થતી હતી અ્ને સરકાર બદલાયા બાદ પાર્ટી બંધ થઈ ગઈ હતી. શું તમને જાણકારી નહોતી કે આ પ્રકારની પાર્ટીઓમાં ૧૫ કરોડ રૂપિયા ખર્ચ થતો હતો. તમારે આ સવાલોના જવાબ આપવા પડશે.SSS