હોટલ- કેટરર્સ સંચાલકો ઝૂંપડપટ્ટીના લોકોની મદદ કરવા આગળ આવ્યા
(તસ્વીર-અહેવાલઃજીજ્ઞેશ રાવલ,હળવદ) , હાલ કોરોના વાયરસ લોકડાઉન ની પરિસ્થિતિ માં રોજ નું લાવી રોજ ગુજરાન ચલાવતા ઝૂંપડપટ્ટી વિસ્તાર ના લોકો માટે કપરી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે પણ કહેવત છે ને ભગવાન ભૂખ્યો જગાડે છે પણ કોઈને ભૂખ્યો સુવાડતો નથી ત્યારે હળવદ માં વિવિધ સંસ્થા હોટલ- કેટરર્સ સંચાલકો ઝૂંપડપટ્ટીના લોકોની મદદ કરવા આગળ આવ્યા છે અને ભૂખ્યા સુધી ભોજન પહોંચાડી સેવા કાર્ય માં નિમિત બની રહ્યા છે.
ત્યારે પ્રધાનમંત્રી ની પહેલ ને ગામોગામ આવકાર મળી રહ્યો છે અને લોકો સ્વયંભૂ તંત્ર ને સાથે રાખી યથાગ પ્રયત્નો થકી છેવાળા ના ગરીબ પીડિત શોષિત લોકો ને તકલીફ નો પડે ભૂખ્યું સૂવું નો પડે તેની ચિંતા કરી અને તેમના ઘર આંગણે જઈને ભોજન પીરસી અને સેવા કાર્ય માં નિમિત બની રહ્યા છે
ત્યારે આ પ્રકાર ની સેવા લોકડાઉન ની પરિસ્થિતિ છે ત્યાં સુધી અવિરત ચાલુ રહે તે ખૂબ જરૂરી પણ છે ત્યારે ગુરુકૃપા ફૂડ પોઇન્ટ હળવદ અને પ્રકાશ કેટરર્સ રણજીતગઢ વાળા પ્રજાપતી બંધુઓ પોતાના માતા સાથે સહપરીવાર વહેલી સવાર થી તાજેતાજી ગરમાગરમ પુરી-શાક પીરસી દરિદ્ર નારાયણ ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.