હોટેલમાં વીજ ચોરી થતી હોવાથી જાણ થતાં દરોડો પાડી રૂપિયા ૧૦.૩૦ લાખનો દંડ ફટકાર્યો

સેવાલીયા, સેવાલિયા માં આવેલી એક હોટલ પર એમજીવીસીએલ ની વીજચોરી કરતા હોવાની બાતમી વિઝિલ્સ ને મળતા દરોડો પાડી આ વીજ ચોરી પકડી પાડી હતી અને હોટલના માલિકને રૂપિયા ૧૦.૩૦ લાખનો દંડ ફટકાર્યો છે આને લઇ ચકચાર મચી છે
એમજીવીસીએલ ના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સેવાલિયા નજીક જનપથ હોટલ આવેલી છે આ હોટેલના સંચાલકો બાજુમાંથી પસાર થતી વીજ લાઇનમાંથી વીજચોરી કરતા હતા આની જાણ વડોદરા વિઝિલ્સ ને મળી હતી જેથી તેમણે તારીખ ૨૩ ની રાત્રી ના ચેકિંગ હાથ ધરી હતી જેમાં વીજ ચોરી પકડાઈ ગઈ હતી
છેલ્લા ઘણા સમયથી આ લોકો વીજચોરી કરતા હોવાનું બહાર આવ્યું હતું જેથી વીજ કંપનીએ રૂપિયા ૧૦.૩૦ લાખ નો દંડ ફટકાર્યો છે અને પોલીસ કાર્યવાહી કરવા કામગીરી હાથ ધરી છે હોટલના માલિકનું નામ ઇન્દ્રજીત હોવાનું બહાર આવ્યું છે