હોટ સીટ પર ‘તારક મહેતા..’ની ટીમ ધમાલ મચાવશે, શોનો લાસ્ટ એપિસોડ ૧૭ ડિસેમ્બરે ટેલિકાસ્ટ થશે
મુંબઇ, ‘કૌન બનેગા કરોડપતિ’ની ૧૩મી સિઝનનો લાસ્ટ એપિસોડ આવતા મહિને ૧૭ ડિસેમ્બરે ટેલિકાસ્ટ થશે. શોના હોસ્ટ અમિતાભ બચ્ચને ૨૯ નવેમ્બરે ગ્રાન્ડ ફિનાલેનો એપિસોડ શૂટ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ‘કેબીસી’ને સ્થાને હવે બિઝનેસ બેઝ્ડ રિયાલિટી શો ‘શાર્ક ટેન્ક ઇન્ડિયા’ પ્રસારિત થશે. આ શોને રણવિજય સિંહ હોસ્ટ કરશે. આ શો ૨૦ ડિસેમ્બરે શરૂ થશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હાલમાં જ શોએ ૧૦૦૦ એપિસોડ પૂરા કર્યા છે. આ સ્પેશિયલ એપિસોડમાં શોના મેકર્સ ઈચ્છતા હતા કે શ્વેતા, નવ્યા તથા જયા બચ્ચન સામેલ થાય. જાેકે, જયા બચ્ચન ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ના શૂટિંગમાં વ્યસ્ત હતાં.
આ ફિલ્મનું શૂટિંગ દિલ્હીમાં હતું અને ‘કેબીસી’નું શૂટિંગ મુંબઈમાં હતું. આથી જ તે શોમાં હાજર રહી શક્યા નહીં.’કેબીસી’નો પહેલો એપિસોડ ૩ જુલાઈ, ૨૦૦૦માં ટેલિકાસ્ટ થયો હતો. આ ૨૧ વર્ષમાં આ શોએ અનેક લોકોના સપનાઓ પૂરા કર્યા છે. ૧૦૦૦ એપિસોડ પૂરા થતાં બિગ બીની દીકરી શ્વેતા તથા દોહિત્રી નવ્યા હોટ સીટ પર આવશે. આ એપિસોડ ૩ ડિસેમ્બરના રોજ ટેલિકાસ્ટ થશે.
લોકપ્રિય ટીવી સિરિયલ ‘તારક મહેતા..’ના પ્રોડ્યૂસર અસિત મોદી, દિલીપ જાેષી (જેઠાલાલ), અમિત ભટ્ટ (ચંપકચાચા), મુનમુન દત્તા (બબીતા), સોનાલિકા જાેશી (માધવીભાભી), મંદાર ચાંદવડકર (મિસ્ટર ભીડે), તનુજ મહાશબ્દે (ઐય્યર), રાજ અનડકટ (ટપુ), તન્મય વેકરિયા (બાઘા) તથા શ્યામ પાઠક (પત્રકાર પોપટલાલ) સાથે બિગ બીએ સ્પેશિયલ એપિસોડ શૂટ કર્યો છે.
આ એપિસોડ ૧૦ ડિસેમ્બરે આવશે. નોંધનીય છે કે ૨૦૧૩માં દિલીપ જાેષી તથા દિશા વાકાણી (દયાભાભી) ગેસ્ટ તરીકે આ શોમાં આવ્યા હતા.ગ્રાન્ડ ફિનાલેમાં ફિલ્મ ‘ચંદીગઢ કરે આશિકી’ની સ્ટાર-કાસ્ટ આવશે, જેમાં આયુષ્માન ખુરાના તથા વાણી કપૂર જાેવા મળશે.
આ ઉપરાંત ‘શાનદાર શુક્રવાર’ના સ્પેશિયલ એપિસોડમાં નેહા કક્કર, બાદશાહ, ગજરાજ રાવ, નીના ગુપ્તા, હરભજન સિંહ, ઈરફાન પઠાણ પણ જાેવા મળશે.HS