Western Times News

Gujarati News

હોન્ડાએ અતિ-સુવિધાજનક અને આરામદાયક CB350RS લોન્ચ કર્યુ

·       અનલિમિટેડ સ્ટાઇલઃ મોટી ટાંકી, વિશિષ્ટ રિંગ ડિઝાઇન સાથે ફોર્ક બૂટ્સ, રાઉન્ડ LED હેડલેમ્પ, આંખ-આકારના LED વિન્કર્સ, અંડર સીટ સ્લીક LED ટેઇલ લેમ્પ અને સ્પોર્ટી ગ્રેબ રેલ

નવી દિલ્હી, મિડ-સાઇઝ 350થી 500 સીસીના મોટરસાયકલ સેગમેન્ટમાં નવું જોશ ઉમેરીને હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે આજે સંપૂર્ણપણે નવા CB350RSના આંતરરાષ્ટ્રીય પ્રીમિયરની જાહેરાત કરી હતી. અદ્યતન સ્ટાઇલ અને શ્રેષ્ઠ વલણના સમન્વય સમાન CB350RS એ CB ફેમિલીની બીજી નવી પ્રસ્તુતિ છે, જે ‘દુનિયા માટે ભારતમાં બનેલું’ છે. CB350RSની કિંમત રૂ.  1,96,000 (એક્સ-શોરૂમ, ભારત)થી શરૂ થાય છે.

CB બ્રાન્ડના સમૃદ્ધ વારસા પર હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર, પ્રેસિડન્ટ અને સીઇઓ શ્રી આત્સુશી ઓગાતાએ કહ્યું હતું કે, “બ્રાન્ડ CB મોટરસાયકલ પ્રેમીઓના સ્વપ્નોને સાકાર કરે છે. 1959માં CB92 લોંચ કર્યા પછી કંપનીએ ટેકનોલોજીમાં નવા  માપદંડો સ્થાપિત કર્યા છે. આ પર્ફોર્મન્સ, સ્ટાઇલ, ટેકનોલોજી અને વિશ્વસનિયતાનો શ્રેષ્ઠ સમન્વય ધરાવે છે.

ગયા વર્ષે ભારતીય રાઇડરોને ‘મેડ ઇન ઇન્ડિયા’ CB બ્રાન્ડનો અનુભવ મેળવવાની તક સાંપડી હતી, જેની સાથે તેમણે રોમાંચક રાઇડિંગનો ગર્વ સાથે આનંદ લીધો હતો. આજે અમને ખુશી છે કે, અમે CB સીરિઝમાં એક નવા પ્રકરણની શરૂઆત કરી છે. CB બ્રાન્ડના સમૃદ્ધ વારસાનું પ્રદર્શન કરવા માટે CB350RS પોતાની શાનદાર સ્ટાઇલ અને શ્રેષ્ઠ લૂક સાથે ભારતીય ઉપભોક્તાઓને અજોડ અનુભવ પ્રદાન કરશે અને રોમાંચક બાઇકિંગને નવી દિશા આપશે.”

CB350RS વિશે હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સેલ્સ એન્ડ માર્કેટિંગના ડાયરેક્ટર શ્રી યાદવિન્દર સિંહ ગુલેરિયાએ કહ્યું હતું કે, “CB બ્રાન્ડના વારસાને આગળ વધારતું નવું CB350RS “રોડ સેઇલિંગ ધારણા – RS” પર આધારિત છે. આ માર્ગ પર બાઇકના સ્મૂધ પર્ફોર્મન્સની સાથે રાઇડરને સેઇલિંગ જેવો અનુભવ અને આરામ આપે છે. CB350RS પોતાની રિફાઇન અર્બન સ્ટાઇલ અને પાવરફૂલ એડવાન્સ્ડ 350 સીસીના એન્જિન સાથે રાઇડરની જીવનશૈલીને અનુકૂળ છે. આ તમામ રાઇડરોને આગળ વધવા અને ‘જીવનને નવેસરથી જીવંત કરવા’ પ્રોત્સાહન આપે છે.”

નવું CB350RS શાનદાર અને ભવ્ય ડિઝાઇન સાથે શહેરી સ્ટાઇલને અનુકૂળ છે અને દરેક માર્ગ પર પોતાની વિશિષ્ટ છાપ છોડે છે.

ફ્યૂઅલ ટેંક પર ચમકદાર બોલ્ડ હોન્ડા બેઇજ એને હેરિટેજ પ્રેરિત લૂક આપે છે, જેને તમે ભૂલી શકતા નથી. 7-Y શેપના એલૉય વ્હિલ્સ હેન્ડલિંગને શ્રેષ્ઠ અને બાઇકને હલકું બનાવવાની સાથે એને વિશિષ્ટ આધુનિક રોડસ્ટર લૂક પણ આપે છે.

CB350RS દરેક રીતે અલગ અને સ્ટાઇલિશ છે. વિશિષ્ટ રિંગ ડિઝાઇન સાથે રાઉન્ડ-શેપ LED હેડલેમ્પ એને રિટ્રો-મોડર્ન લૂક આપે છે. આંખોની આકારના LED વિન્કર્સ અને અંડર સીટ સ્લીક LED ટેલ લેમ્પ એને અજોડ બનાવે છે. હલકાં બ્લેક સ્મોક્ડ ફ્રન્ટ એન્ડ રિયર ફેન્ડર CB350RSને સ્પોર્ટી ઇમેજ આપે છે. સાઇડ પર મફલર, સ્મોકી-બ્લેક ફિનિશ અને ક્રોમની બાઇક વધારે શાનદાર દેખાય છે. જ્યારે ફ્રન્ટ સસ્પેન્શન પર ફોર્ક બૂટ્સ એને ખડતલ દેખાવ આપે છે, ત્યારે સ્પોર્ટી લૂકિંગ ગ્રેબ રેલ CB350RSની ડિઝાઇનને અતિ વિશિષ્ટ બનાવે છે.

CB350RS 350 સીસી, એર-કૂલ્ડ-4-સ્ટ્રોક OHC સિંગલ-સિલિન્ડર એન્જિનથી પાવર્ડ છે, જે મહત્તમ 15.5 kW@5500 rpmનો પાવર આપે છે. ઓન બોર્ડ સેન્સરની સાથે આધુનિક PGM-FI સિસ્ટમ રાઇડિંગની સ્થિતિઓને અનુસાર સતત ઇંધણની ઉચિત ડિલિવરી પ્રદાન કરે છે તથા કમ્બશનને અસરકારક બનાવીને ઉત્સર્જનને ઘટાડે છે. આ કેટેગરીમાં અગ્રણી 30 Nm@3000 rpm મહત્તમ ટોર્ક પ્રદાન કરે છે. આ તમામ ખાસિયતો એને શહેરોમાં રોજિંદી સફર માટે સરળ અને બહુમુખી મોટરસાયકલ બનાવે છે. એન્જિન ઓફસેટ સિલિન્ડર પોઝિશનનો ઉપયોગ કરે છે, જેથી સ્લાઇડિંગ ફ્રિક્શન ઓછું થાય છે અને એસિમિટ્રિકલ કનેક્ટિંગ રોડ સુનિશ્ચિત કરે છે, જે કમ્બશન દરમિયાન ઊર્જાનો વ્યય ઓછો કરે છે. ક્રેન્કકેસ અને ટ્રાન્સમિશન વચ્ચે વોલની સાથે ક્લોઝ્ડ ક્રેન્કકેસને કારણે આંતરિક ઘર્ષણને કારણે ઊર્જાનો વ્યય પણ ઓછો થાય છે.

એર કૂલિંગ સિસ્ટમ અતિ ઘટ્ટ હવાની સાથે કાર્યદક્ષતામાં સુધારો લાવે છે અને એન્જિનના તાપમાનને આદર્શ રેન્જમાં જાળવીને તમામ આરપીએમ રેન્જ પર અનુકૂળ કમ્બશનને સુનિશ્ચિત કરે છે. પિસ્ટન કૂલિંગ જેટ એન્જિનની થર્મલદક્ષતામાં સુધારો લાવીને માઇલેજને શ્રેષ્ઠ બનાવે છે.

સિલિન્ડર પર મેઇન શાફ્ટ કોએક્સિઅલ બેલેન્સર પ્રાઇમરી અને સેકન્ડરી વાઇબ્રેશનમાં ઘટાડો કરે છે અને CB350RSને તમારી રાઇડિંગનો શ્રેષ્ઠ સાથી બનાવે છે.

CB350RS 45 એમએમની મોટી ટેલપાઇપ સાથે આવે છે, જે મફલર ક્ષમતાની સાથે ઉચિત સંતુલન સ્થાપિત કરે છે અને બોલ્ડ લૉ-પિચ સાઉન્ડ આપે છે. એક્સપેન્શન ચેમ્બરમાં એકમાત્ર એક-ચેમ્બરની રચના વિન્ડ ઓફ ધ થ્રોટલ પર શાનદાર થમ્પિંગ એક્ઝોસ્ટ નોટ આપે છે. એક્ઝોસ્ટ પાઇપ્સના બે સ્તર ગરમીને કારણે એનો રંગ ખરાબ થવા દેતા નથી અને લાંબા સમય સુધી એની આકર્ષકતા જાળવી રાખે છે.

હોન્ડાની સૌથી અદ્યતન ટેકનોલોજીકલ ખાસિયતો સાથે CB350RS સવારીને વધારે શ્રેષ્ઠ બનાવે છે.

સેગમેન્ટમાં પ્રથમ આસિસ્ટ એન્ડ સ્લિપર ક્લચ ગીઅર શિફ્ટને સરળ બનાવવાની સાથે ક્લચ લીવર ઓપરેશનના ભારને ઘટાડીને રાઇડરનો થાક ઘટાડે છે અને વધારે સુવિધાજનક સવારીનો અનુભવ આપે છે, ખાસ કરીને અવારવનરા ગીઅર બદલવાના હોય ત્યારે.

વિન્ટેજ લૂકિંગ સેગમેન્ટમાં પ્રથમ એડવાન્સ્ડ ડિજિટલ-એનાલોગ મીટર ટોર્ક કન્ટ્રોલ, ABS, એન્જિન ઇનહિબિટર સાથે સાઇડ સ્ટેન્ડ ઇન્ડિકેટર, ગીઅર પોઝિશન ઇન્ડિકેટર અને બેટરી વોલ્ટેજ જેવી ખાસિયતોને સંકલિત કરે છે. ત્રણ મોડમાં ઈંધણદક્ષતા સવારના અનુભવને શ્રેષ્ઠ બનાવે છેઃ

1.            રિયલ ટાઇમ માઇલેજ: લાઇવ માઇલેજ ડિસ્પ્લે કરે છે

2.            સરેરાશ માઇલેજ: આ સવારીની પેટર્ન અને સ્થિતિને આધારે સરેરાશ માઇલેજ દર્શાવે છે.

3.            ડિસ્ટન્સ ટૂ એમ્પ્ટી: તમારું CB350RS બાકીના ઇંધણ સાથે કેટલી સફર ખેડી શકશે એ દર્શાવે છે

સેગમેન્ટમાં પ્રથમ હોન્ડા સિલેક્ટેબલ ટોર્ક કન્ટ્રોલ (HSTC) એક સ્માર્ટ ટોર્ક કન્ટ્રોલ સિસ્ટમ છે, જે આગળ અને પાછળના વ્હીલની ઝડપ વચ્ચે ફરકને ઓળખીને પાછળના વ્હીલનું ઘર્ષણ જાળવવામાં મદદરૂપ થશે, સ્લિપ રેશિયોની ગણતરી કરે છે અને ફ્યુઅલ ઇન્જેક્શન દ્વારા એન્જિન ટોર્કને વધુ નિયંત્રિત કરે છે. મીટરની ડાબી બાજુએ સ્વિચનો ઉપયોગ કરીને HSTCને ઓન/ઓફ કરી શકાય છે. જ્યારે સિસ્ટમ ચાલુ હોય છે, ત્યારે ડિજિટલ ડિસ્પ્લેમાં ‘T’ ઇન્ડિકેટર ચમકે છે.

ઈકો ઇન્ડિકેટર એની સવારીને સ્માર્ટ બનાવે છે, જે સેન્સરનો ઉપયોગ કરીને સવારીની સ્પીડને ઓળખે છે અને ઇન્જેક્ટેડ ફ્યુઅલ વોલ્યુમને સંતુલિત બનાવીને સવારીને વાજબી બનાવે છે.

એન્જિન સ્ટાર્ટ /સ્ટોપ સ્વિચની સાથે નાના સ્ટોપ પર એન્જિનને બંધ કરવાનું સરળ થઈ જાય છે. હેઝાર્ડ સ્વિચ ફીચર ઓછી વિઝિબિલિટીમાં સવારીને સુરક્ષિત બનાવે છે. બોલ્ડ અને ખડતલ 15 લિટરની ઇંધણની ટાંકી અને ટોપ ક્લાસ માઇલેજની સાથે તમે લાંબા અંતરની સવારીની મજા માણી શકો છો.

CB350RS રૂ. 1,96,000 (એક્સ-શોરૂમ, ભારત)ની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ છે. માર્ગ પર દરેક વ્યક્તિનું ધ્યાન ખેંચતું CB350RS બે રંગો – રેડિયન્ટ રેડ મેટલિક અને બ્લેક વિથ પર્લ સ્પોર્ટ્સ યેલોમાં ઉપલબ્ધ થશે. આજથી હોન્ડાએ દેશભરમાં પોતાની પ્રીમિયમ ડિલરશિપ – બિગવિંગ ટોપલાઇન અને બિગવિંગ પર CB350RSનું બુકિંગ્સ શરૂ કરી દીધું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.