હોન્ડાએ અદ્યતન હોર્નેટ 2.0 સાથે 180-200cc સેગમેન્ટમાં પ્રવેશ કર્યો
નવી દિલ્હી, હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે આજે એના સંપૂર્ણપણે નવા ખડતલ, સ્પોર્ટી અને એડવાન્સ હોર્નેટ 2.0 સાથે 180-200ccના મોટરસાયકલ સેગમેન્ટમાં જબરદસ્ત પ્રવેશ કર્યો હતો. ઇન્ટરનેશનલ સ્ટ્રીટ ફાઇટર તરીકે કલ્પિત આ મોટરસાયકલની ચપળતામાં વિવિધ અદ્યતન ખાસિયતો પૂરકરૂપ છે, જે એના ડિઝાઇન કોડમાં જોવા મળે છે. વળી એનો ‘બિલ્ટ ટૂ પર્ફોર્મ’ અભિગમ સોફિસ્ટિકેશનને વ્યક્ત કરે છે.
આ લોંચ પર હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર, પ્રેસિડન્ટ અને સીઇઓ શ્રી આત્સુશી ઓગાતાએ કહ્યું હતું કે, “યુવાન ગ્રાહકો અને તેમની સવારીના શોખના સ્વપ્નો પૂર્ણ કરવાની પ્રેરણા સાથે અમને સંપૂર્ણપણે નવું હોન્ડા હોર્નેટ 2.0 પ્રસ્તુત કરવાની ખુશી છે. આ અદ્યતન ટેકનોલોજી અને રોમાંચક પર્ફોર્મન્સ સાથે નવું હોર્નેટ 2.0 યુવાન અને મોટરસાયકલની સવારીના શોખીનો વચ્ચે નવા માપદંડો સ્થાપિત કરવા સજ્જ છે. આ ભારતમાં બહોળા ગ્રાહકવર્ગને હોન્ડાના પોર્ટફોલિયાના નવા વાહનો પૂરા પાડવાની શરૂઆત છે.”
નવું હોર્નેટ 2.0 પ્રસ્તુત કરતા હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સેલ્સ એન્ડ માર્કેટિંગના ડાયરેક્ટર શ્રી યાદવિન્દરસિંહ ગુલેરિયાએ કહ્યું હતું કે, “નવું હોર્નેટ 2.0 સ્ટ્રીટ રાઇડિંગનો રોમાંચ પૂરો પાડવામાં હોન્ડાની રેસિંગ ખાસિયોતમાં પરિવર્તન છે.
એક મશીનમાં પર્ફોર્મન્સ અને સ્ટાઇલ બંને ઇચ્છતાં રાઇડર્સને સંપૂર્ણ સંતોષ પ્રદાન કરતું આ પાવરફૂલ ઉચ્ચ ક્ષમતાયુક્ત HET BSVI એન્જિન, ગોલ્ડ USD ફ્રન્ટ ફોર્ક્સ, ફૂલી ડિજિટલ નેગેટિવ લિક્વિડ ક્રિસ્ટલ મીટર, ડ્યુઅલ પેટલ ડિસ્ક બ્રેક અને શ્રેષ્ઠ ડિઝાઇન જેવી ક્લાસમાં શ્રેષ્ઠ ખાસિયતો સવારીનો જબરદસ્ત અનુભવ પ્રદાન કરે છે. આ રીતે હોર્નેટ 2.0 પવન સામે ઉડાન ભરવાનું સાહસ કરવા ઇચ્છતાં મોટરસાયકલના શોખીનોને અપીલ કરે છે !”