Western Times News

Gujarati News

હોન્ડાએ એરબેગ સાથેનું ગોલ્ડ વિંગ ટૂરનું બુકિંગ શરૂ કર્યું!

નવી દિલ્હી,  લક્ઝરી પ્રવાસના ગોલ્ડ સ્ટાન્ડર્ડને નવેસરથી પરિભાષિત કરવા હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડએ આજે ભારતમાં 2021 ગોલ્ડ વિંગ ટૂર લોંચ કર્યું હતું. આ નવું મોડલ જાપાનમાંથી CBU* રુટ દ્વારા ભારતીય બજારમાં એનો માર્ગ મોકળો કરશે (*કમ્પ્લેટલી બિલ્ટ-અપ).

2021 ગોલ્ડ વિંગ ટૂર એરબેગ સાથે ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન (DCT) અને મેન્યુઅલ ટ્રાન્સમિશન એમ બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે.

પ્રીમિયમ મોટરસાયકલ બિઝનેસના લોંચ અને વિસ્તરણ પર હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર, પ્રેસિડન્ટ અને સીઇઓ શ્રી આત્સુશી ઓગાતાએ કહ્યું હતું કે, “વર્ષ 1975માં એને પ્રસ્તુત કર્યા પછી અત્યાર સુધી હોન્ડા ગોલ્ડ વિંગ ટૂ-વ્હીલ ટૂરિંગનો હંમેશા શ્રેષ્ઠ અનુભવ આપે છે. આ એક મોટરસાયકલ છે, જેણે દાયકાઓથી લાંબી મજલ કાપી છે અને સાથે સાથે લક્ઝરી, ગુણવત્તા અને સુવિધા માટે કાયમી અને શ્રેષ્ઠ દરજ્જો હાંસલ કર્યો છે. અમને ભારતમાં અમારા પ્રીમિયમ મોટરસાયકલ પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં અતિ આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી એ – 2021 ગોલ્ડ વિંગ ટૂર ઉમેરવા પર ગર્વ છે.”

આ પ્રસંગે હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સેલ્સ એન્ડ માર્કેટિંગના ડાયરેક્ટર શ્રી યાદવિન્દર સિંહ ગુલેરિયાએ કહ્યું હતું કે, “શહેરી અવરજવર કે ખુલ્લાં રાજમાર્ગો માટે ટૂ-વ્હીલ પર લક્ઝરીનો બેન્ચમાર્ક 2021 ગોલ્ડ વિંગ ટૂર વિશિષ્ટ સુવિધા પૂરી પાડે છે. હોન્ડાનું આ ફ્લેગશિપ મોડલ આકર્ષક ડિઝાઇન, અદ્યતન ઉપકરણ અને લેટેસ્ટ ખાસિયતોનું શ્રેષ્ઠ સંતુલન ધરાવે છે, જે ખરાં અર્થમાં ભારતમાં ‘લક્ઝરી ટૂરિંગની કળા’ને નવેસરથી પરિભાષિત કરશે.”

સ્ટાઇલ ચેસિસ અને એન્જિનની ક્ષમતા સાથે વિશિષ્ટ સિલૂઅટ અને કાઉન્ટરપોઇન્ટ સુવિધાનું પ્રતિનિધિત્વ કરે છે, જે ગોલ્ડ વિંગના પરંપરાગત પ્રીમિયમ ફિટ, ફિનિશ અને સામગ્રીના સ્તર સાથે મળે છે. એનો ‘ફેસ’ (આગળનો ભાગ) આગળ તરફનો ઝુકાવ ધરાવે છે, જેને કોમ્પેક્ટ ફેરિંગની ખાસિયતો સાથે જોડવામાં આવી છે, જે ઊર્જાવંત ફ્રન્ટલ સિગ્નેચર સ્ટાઇલ રજૂ કરે છે.

બોડીની કી લાઇન, આગળથી પાછળ સુધી, વિવિધ અપર અને લોઅર બોડીવર્ક ફંક્શનને સૂચવે છે. સેન્ટ્રલ બોડી મજબૂત ફ્લેટ સપાટી ધરાવે છે તથા એની બારીક એરોડાયનેમિક સમજણ દર્શાવે છે. આ ઓફર પર પર્ફોર્મનન્સની સંભવિતતાનો સંકેત આપે છે.

મોટરસાયકલની ડિસ્પ્લે, ડબલ વિશબોન ફ્રન્ટ સસ્પેન્શન, ફ્લેટ સિક્સ-સિલિન્ડર એન્જિન (છ સિલિન્ડર ધરાવતું એન્જિન), એક્ઝોસ્ટ સહિત તમામ પાસાં એની સુંદરતા અને પર્ફોર્મન્સને વ્યક્ત કરે છે. સંયુક્તપણે ડિઝાઇન અદ્યતન સ્ટાઇલને વ્યક્ત કરે છે, જેમાં એન્જિનીયરિંગ અને ઇલેક્ટ્રોનિક્સના અભૂતપૂર્વ સમન્વયનો ઉપયોગ થયો છે.

ગોલ્ડ વિંગ માટે સુવિધા, હીટ મેનેજમેન્ટ અને એર મેનેજમેન્ટ પણ એટલું જ મહત્વપૂર્ણ છે. રાઇડર અને પિલિયનની આસપાસ ફેરિંગ ચેનલ એરફ્લો (હવાનો પ્રવાહ) આનંદદાયક શીતળ લહેર આપે છે.

ડાબા હેન્ડલબારમાંથી ઓપરેટ થતી એક્ષ્ટેન્ડેડ ઇલેક્ટ્રિક સ્ક્રીન પવન સામે ઉત્કૃષ્ટ સુરક્ષા આપે છે તેમજ સાથે સાથે જ્યારે જરૂર પડે ત્યારે જગ્યા અને સ્વતંત્રતાની લાગણી આપે છે. સ્ક્રીન એંગલ અને હાઇટ એડજસ્ટમેન્ટ સ્ટેપ-લેસ છે.

સીટિંગના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો રાઇડર (ચાલક) અને પિલિયન (સાથીદાર) અલગ છે. રાઇડરની સીટનો આકાર સુવિધાજનક અને સપોર્ટિંગ છે, જે મૂવમેન્ટની સુવિધા આપે છે અને ગ્રાઉન્ડ સુધી પગ સરળતાપૂર્વક પહોંચી જાય છે. રાઇડર અને પિલિયન બંનેને લક્ઝુરિયસ નવી સ્યુડ/સિન્થેટિક લેધર સીટ કવરન લાભ મળે છે; પિલિયન બેકરેસ્ટનો એંગલ 16°થી 23°નો આરામદાયક છે.

તમામ લાઇટિંગ LED છે અને ગોલ્ડ વિંગ ટૂર ડ્યુઅલ LED ફોગ લાઇટ્સ સાથે સજ્જ છે. હેડલાઇટના નીચેના ભાગમાં જ્વેલ-આઈ બીમ લાઇટ સિગ્નેચર પાડવા બંને બાજુએ પોલિશ કરેલા શ્રેષ્ઠ લેન્સનો ઉપયોગ થયો છે. હાઈ બીમ (ઉપરના ભાગમાં)નો ઉપયોગ કરવાથી સ્ટીરિયોસ્કોપિક પ્રભાવ પડે છે. આગળ ઓટો-કેન્સલ ઇન્ડિકેટર્સ મિરરમાં છે.

જ્યારે સવારી કરતા હોય છે, ત્યારે ક્રૂઝ કન્ટ્રોલ સ્વિચ સાથે સેટ કરેલી સ્પીડ સ્પીડોમીટરના નીચેના ડાબા ભાગમાં દેખાય છે. થ્રોટલ બાય વાયર (TBW) દ્વાર સિસ્ટમ ચોક્કસ સ્પીડને સરળતાપૂર્વક હાંસલ કરે છે અને જ્યારે ઉપર ચઢાણ કરે છે, ત્યારે અતિ સરળ કામગીરી સાથે હાંસલ કરે છે. મેન્યુઅલ ટ્રાન્સમિશનના કેસમાં ક્લચ કે બ્રેકને દબાવવાથી કે થ્રોટલને ટ્વિસ્ટ કરવાથી ક્રૂઝ કન્ટ્રોલ કેન્સર થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.