Western Times News

Gujarati News

હોન્ડાએ ગુજરાતમાં માર્ગ સલામતીને વધારે મજબૂત બનાવવા ગુજરાત પોલીસ સાથે જોડાણ કર્યું

ગાંધીનગર, ભારતીય માર્ગોને વધારે સલામત બનાવવા પોતાની કટિબદ્ધતાને વધારે મજબૂત કરવા હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (એચએમએસઆઈ)એ આજે ગુજરાતમાં એનાં માર્ગ સલામતી કાર્યક્રમને લીલી ઝંડી આપી હતી. ગુજરાત પોલીસ સાથે જોડાણમાં આ પ્રોગ્રામનો ઉદ્દેશ માર્ગ અકસ્માતનાં પીડિતોને ઝડપી સહાય પ્રદાન કરવાનો અને તેમનાં જીવનને બચાવવાનો છે.

પોતાની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પૂર્ણ કરીને હોન્ડા 2વ્હીલર્સ ઇન્ડિયા અત્યારે ગુજરાત પોલીસને મોટરસાયકલ પ્રદાન કરે છે. આ મોટરસાયકલ રિવોલ્વિંગ ફ્લેશર્સ અને બ્લિન્કર્સ, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ, સાયરન, ફ્લેશ લાઇટ, મોટરસાયકલદીઠ બે હોન્ડા સેફ્ટી હેલ્મેટ અને ક્રૂઝર સાઇડ બોક્ષ જેવી આધુનિક પોલિસિંગ ખાસિયતોથી સજ્જ છે.

 આ મોટરસાયકલ ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી, ગુજરાત રાજ્યનાં ડાયરેક્ટર જનરલ એન્ડ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ આઇપીએસ શ્રી શિવાનંદ ઝા, ગાંધીનગરનાં સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, આઇપીએસ શ્રી મયુર જે ચાવડા અને હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનાં જનરલ અને કોર્પોરેટ અફેર્સનાં ડાયરેક્ટર શ્રી હરભજન સિંઘ તથા રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસનાં અન્ય વરિષ્ઠ મહાનુભાવોની હાજરીમાં પોલીસને આપવામાં આવ્યાં હતાં.

 આ પહેલ વિશે હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનાં જનરલ અને કોર્પોરેટ અફેર્સનાં ડાયરેક્ટરશ્રી હરભજન સિંઘે કહ્યું હતું કે, જવાબદાર કોર્પોરેટ તરીકે હોન્ડા 2વ્હીલર્સ આપણાં સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ કરે છે. ગુજરાત અમારી કર્મભૂમિ છે, કારણ કે અમે સંયુક્તપણે વૃદ્ધિ અને વિકાસની લાંબી મજલ કાપી છે. હોન્ડામાં અમે સામુદાયિક પ્રગતિમાં પ્રદાન કરવા કટિબદ્ધ છીએ અને ગુજરાતમાં અમે લોકો સાથે વિશિષ્ટ જોડાણ ધરાવીએ છીએ. ઉપરાંત તમામ નાગરિકો માટે સલામતી સુનિશ્ચિત કરવા આજે અમે ગુજરાત પોલીસ સાથે હાથ મિલાવ્યાં છે અને તેમને હોન્ડા મોટરસાયકલની ભેટ ધરી છે. આ કસ્ટમાઇઝ મોટરસાયકલ રાજ્યમાં તેમને અપરાધ અટકાવવામાં મદદરૂપ થશે.

 હોન્ડા માટે સલામતી હંમેશા સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે. અમારી કટિબદ્ધ સીએસઆર પહેલો દ્વારા હોન્ડા માર્ગો પર ભારતીય સલામતીમાં પ્રદાન કરે છે, પછી એ કાયદાનો અમલ કરનારી સંસ્થાઓને અમારો ટેકો હોય કે પછી અમારો શિક્ષણ આધારિત માર્ગ સલામતી કાર્યક્રમ હોય. ગુજરાત પોલીસ સાથે લેટેસ્ટ જોડાણ અગાઉ હોન્ડાએ મહારાષ્ટ્ર (પૂણે), ઝારખંડ (જમશેદપુર, રાંચી અને ધનબાદ), પંજાબ (મોહાલી) અને હરિયાણા (ગુરુગ્રામ અને પંચકુલા)ની ક્વિક રિસ્પોન્સ ટીમ સાથે ઝડપી પેટ્રોલિંગ અને અપરાધ નિવારણ માટે જોડાણ કર્યું છે. આ કટિબદ્ધતાને આગળ વધારતાં હોન્ડા નજીકનાં ભવિષ્યમાં વધારે રાજ્યોમાં આ અભિયાનને વેગ આપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.