હોન્ડાએ નવું અને પાવરફૂલ –યુનિકોર્ન BSVI પ્રસ્તુત કર્યું
નવી દિલ્હી, હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે ફ્રેશ અને વધારે પાવરફૂલ નવું યુનિકોર્ન BSVIપ્રસ્તુત કર્યું છે, જેની કિંમત રૂ.93,593 (એક્સ-શોરૂમ, દિલ્હી)થી શરૂ થાય છે.
આ લોંચ પર હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનાં પ્રેસિડન્ટ, સીઇઓ અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મિનોરુ કાટોએ કહ્યું હતું કે, “યુનિકોર્ન ભારતમાં પ્રસ્તુત થયેલું હોન્ડાનું સૌપ્રથમ મોટરસાયકલ હતું. એ લોંચ થયા પછી એન્જિન રિફાઇનમેન્ટ અને સરળ પર્ફોર્મન્સની દ્રષ્ટિએ હંમેશા માપદંડ પૂરો પાડે છે. 16 વર્ષથી વધારે સમયગાળાનાં વારસા સાથે બ્રાન્ડ યુનિકોર્ન 2.5 મિલિયનથી વધારે પરિવારોની પ્રથમ પસંદગી છે.”
હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનાં સેલ્સ એન્ડ માર્કેટિંગનાં સીનિયર વાઇસ પ્રેસિડન્ટ શ્રી યાદવિન્દર સિંહ ગુલેરિયાએ કહ્યું હતું કે, “નવા અદ્યતન PGM-FI HET 160cc એન્જિન સાથે વધુ પાવર આપતું યુનિકોર્ન BSVI વધારે પાવર આપે છે, ત્યારે યુનિકોર્ન BSVI હોન્ડાની વિશ્વસનિયતાનાં ભરોસા સાથે સતત રિફાઇન પર્ફોર્મન્સ માટે માપદંડ વધારશે.”
હોન્ડાની લેટેસ્ટ ટેકનોલોજી અને અનેક નવી ખાસિયતો યુનિકોર્ન BSVIને પરિવર્તનનાં આગામી યુગ માટે તૈયાર કરે છે. યુનિકોર્ન BSVIનું હાર્દ ભારત સ્ટેજ VIકમ્પ્લાયન્ટ હોન્ડાનું મિડ-સાઇઝ એડવાન્સ 160સીસી PGM-FI HET(હોન્ડા ઇકો ટેકનોલોજી) એન્જિન છે, જે શ્રેષ્ઠ પર્ફોર્મન્સ અને ઉત્તમ કાર્યદક્ષતા પ્રદાન કરે છે.
અદ્યતન અને કાર્યદક્ષ એન્જિન સારો લૉ એન્ડ ટોર્ક આપવા અને ઇંધણની ઊંચી કાર્યદક્ષતા માટે ડિઝાઇન કરેલું છે. 10:1નાં કમ્પ્રેસ્સન રેશિયો જબરદસ્ત પર્ફોર્મન્સ આપે છે. સરળતાપૂર્વક પાવર ડિલિવરીનીડલ બીઅરિંગ રોકર આર્મ સાથે સુનિશ્ચિત છે, જે ઘર્ષણમાં નુકસાન ઘટાડવામાં મદદ કરે છે.
નવું એન્જિન કાઉન્ટર વેઇટ બેલેન્સર સાથે સજ્જ છે, જે વાઇબ્રેશન ઘટાડે છે અને ઓછાથી વધારે rpmમાંથી સરળ વેગ આપવામાં મદદ કરે છે.
સુવિધા અને અનુકૂળતા રોડ પર બ્રેકિંગ પર્ફોર્મન્સ વધારતી ABS(એન્ટિ-બ્રેક સિસ્ટમ) સાથે નવું હોન્ડા યુનિકોર્ન BSVI સજ્જ છે.
HETટ્યુબલેસ ટાયર (લૉ રોલિંગ રેસિસ્ટન્સ ટાયર)NEW: યુનિકોર્ન BSVI રિઅર HET ટ્યુબલેસ ટાયર (લૉ રોલિંગ રેસિસ્ટન્સ ટાયર) ધરાવે છે. જ્યારે નવી ટાયર કમ્પાઉન્ડ ટેકનોલોજી સાથે વિકસાવવામાં આવેલા આ ટાયર ઊર્જાનો ઓછો ઉપયોગ કરે છે, ત્યારે મહત્તમ ગ્રિપ જાળવી રાખે છે.
હાઈ પર્ફોર્મન્સ રિઅર મોનો શોક સસ્પેન્શન સીટની નીચે છે તથા અદ્યતન મજબૂત અને ફ્લેક્સિબલ ડાયમન્ડ ફ્રેમ પર સ્થિત છે. આ સવારીની શ્રેષ્ઠ સુવિધા અને ઉત્કૃષ્ટ સ્થિરતા આપે છે.
સંવર્ધિત ગ્રાઉન્ડ ક્લીઅરન્સ (+8એમએમ) અને લાંબા વ્હીલબેઝ રાઇડરનો આત્મવિશ્વાસ અને સુવિધા વધારે છે. લાંબી સીટ (+24એમએમ) પુષ્કળ સ્પેસ સાથે લાંબી મુસાફરીને સુવિધાજનક બનાવે છે. આ સીલ ચેઇન સાથે આવે છે, જે માટે વારંવાર એડજસ્ટમેન્ટ કરવાની ઓછી જરૂર છે અને એમાં મેઇન્ટેનન્સ ઓછું આવે છે. યુનિકોર્ન BSVI હવે બટનના ફ્લિક સાથે ટૂંકા સ્ટોપ પર એન્જિનને ઓફ કરવાની સુવિધા માટે એન્જિન સ્ટોપ સ્વિચNEW સાથે સજ્જ છે.