Western Times News

Gujarati News

હોન્ડાએ નવું ગ્રેઝિયા 125 BSVI લોન્ચ કર્યું

શ્રેષ્ઠ ટેકનોલોજી

  • પર્ફોર્મન્સ અને કાર્યદક્ષતા: 125cc HET BSVI PGM-FI એન્જિન, જે eSP (એન્હાન્સ્ડ સ્માર્ટ પાવર) સાથે સજ્જ છે
  • #AQuietRevolution: પેટન્ટ ધરાવતું NEWACG સ્ટાર્ટર મોટર હંમેશા ઝડપી, સાયલન્ટ, જોલ્ટ-ફ્રી સ્ટાર્ટ સુનિશ્ચિત કરે છે
  • NEWઇન્ટેલિજન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ડિસ્પ્લે ઇંધણ ખાલી થવાનું અંતર, સરેરાશ માઇલેજ અને રિયલ-ટાઇમ ફ્યુઅલ એફિશિયન્સી જેવી અદ્યતન માહિતી આપે છે, જે સવારીનો શ્રેષ્ઠ અનુભવ આપે છે
  • NEWટેકનોલોજી: આઇડલિંગ સ્ટોપ સિસ્ટમ અને એન્જિન કટ-ઓફ સાથે સાઇડ સ્ટેન્ડ ઇન્ડિકેટર

અતિ સુવિધાજનક અને આરામદાયક

  • NEWLED DC હેડલેમ્પ સુવિધાજનક ઓછી સ્પીડ અને રાત્રે સવારી માટે સતત પ્રકાશ આપે છે
  • NEWએન્જિન સ્ટાર્ટ/સ્ટોપ સ્વિચ: સિંગલ સ્વિચમાંથી એન્જિનને સ્ટાર્ટ/સ્ટોપ કરવાની સુવિધા
  • NEW ઇન્ટિગ્રેટેડ હેડલેમ્પ બીમ અને પાસિંગ સ્વિચ: બંનેને કન્ટ્રોલ કરવા સિંગલ સ્વિચ
  • NEWમલ્ટિ-ફંક્શન સ્વિચ: આંગળીના એક ઝાટકા સાથે સીટ ખુલે છે અને ઇંધણની ટાંકીનું ઢાંકણું ખુલે છે
  • સંવર્ધિત ગ્રાઉન્ડ ક્લીઅરન્સ (16એમએમથી વધારે) ટેલીસ્કોપિક સસ્પેન્શન સવારીને સરળ બનાવે છે

નવી દિલ્હી,  #AQuietRevolution સાથે અગ્રેસર થઈને હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે આજે એનું અદ્યતન અર્બન સ્કૂટર – આકર્ષક, ખડતલ, બ્રાઇટ અને સંપૂર્ણપણે નવું ગ્રેઝિયા125 BSVI લોંચ કર્યું હતું.

સંપૂર્ણપણે નવા ગ્રેઝિયા125ને પ્રસ્તુત કરવા પર હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનાં સેલ્સ એન્ડ માર્કેટિંગના ડાયરેક્ટર શ્રી યાદવિન્દર સિંહ ગુલેરિયાએ કહ્યું હતું કે, સ્વરૂપ, સ્ટાઇલિંગ અને ટેકનોલોજીમાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન સાથે સંપૂર્ણપણે નવું ગ્રેઝિયા BSVI યુવા રાઇડર્સને આકર્ષે છે. નવું ગ્રેઝિયા સ્ટાઇલિશ રીતે ટ્રેન્ડ સેટિંગ ગ્રાહકો માટે મોબિલિટીનો સંપૂર્ણપણે નવો અનુભવ પ્રદાન કરશે. હોન્ડાની આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રસિદ્ધ શ્રેષ્ઠ eSP ટેકનોલોજી, ઇનોવેટિવ નવી ખાસિયતો અને આકર્ષક સ્ટાઇલિંગ ખરાં અર્થમાં એને સ્ટનિંગ જિનિયસ બનાવે છે.

સંપૂર્ણપણે નવું ગ્રેઝિયા 125 અદ્યતન ટેકનોલોજી, નવી ઇનોવેશન અને આકર્ષક ડિઝાઇન સાથે સાથે રાઇડર્સ વચ્ચે નવો રોમાંચ પેદા કરે છે. ગ્રેઝિયા 125નું હાર્દ ભારત સ્ટેજ VIનું પાલન કરતું હોન્ડાનું વિશ્વસનિય 125cc PGM-FI HET (હોન્ડા ઇકો ટેકનોલોજી) એન્જિન છે, જે એન્હાન્સ્ડ સ્માર્ટ પાવર (eSP) સાથે સજ્જ છે.

સંપૂર્ણપણે નવું ગ્રેઝિયા 125 ભવિષ્યની ટેકનોલોજીને વર્તમાનમાં લાવે છે, જે ભારતને આંતરરાષ્ટ્રીય ધારાધોરણે સમકક્ષ લઈ જાય છે – અત્યાધુનિક, સચોટ અને સેન્સિટિવ એન્હાન્સ્ડ સ્માર્ટ પાવર (eSP).

એન્હાન્સ્ડ સ્માર્ટ પાવર (eSP) નીચેની રીતે સંપૂર્ણ છે:

  • હોન્ડાનું વિશિષ્ટ ACG સ્ટાર્ટર ભારતીય માર્ગો પર #AquietRevolutionને વેગ આપશે, કારણ કે આ કરન્ટ જનરેટ કરવા અને સવારી સમયે બેટરીને ચાર્જ કરવા સમાન AC જનરેટર દ્વારા આંચકામુક્ત રીતે એન્જિનને શરૂ કરશે. આ પરંપરાગત રીતે મોટર સ્ટાર્ટ કરવાની જરૂરિયાત દૂર કરે છે, જેથા ગીઅર બોક્ષમાંથી કોઈ અવાજ આવતો નથી.
  • બે મિકેનિકલ ખાસિયતો ઓછા પ્રયાસે એન્જિન સ્ટાર્ટ તરફ દોરી જશે – થોડા ખુલેલા એક્ઝોસ્ટ વાલ્વ્સ (કમ્પ્રેસ્સન સ્ટ્રોક્સની શરૂઆતમાં) સાથે ડિકમ્પ્રેસ્સનનો અસરકારક ઉપયોગ કરવામાં સૌપ્રથમ તથા સ્વિંગ બેકNEW ખાસિયત, જે થોડી વિપરીત દિશામાં એન્જિનને ફેરવે છે, જેનાથી પિસ્ટનને શરૂ થવાની સુવિધા મળે છે, જે ઓછા પાવર સાથે એન્જિનને સરળતાપૂર્વક ચાલુ કરે છે.
  • ઇમ્પ્રૂવાઇઝ ટમ્બ્લ ફ્લો: હોન્ડાએ ઇન્ટિગ્રેટેડ ડાય-કાસ્ટિંગ પ્રક્રિયા દ્વારા વિશ્વની પ્રથમ ટમ્બ્લ ફ્લો ટેકનોલોજી વિકસાવી છે. આ અસરકારક ઇન્લેટ પોર્ટ શેપ દ્વારા ટમ્બ્લ ફ્લો પેદા કરે છે અને વધારે ઘટકો ઉમેર્યા વિના રિવર્સ ફ્લોનો ઉપયોગ કરે છે, જે દહનપ્રક્રિયામાં સુધારા તરફ દોરી જાય છે.
  • પ્રોગ્રામ્ડ ફ્યુઅલ ઇન્જેક્શન (PGM-FI)NEW: આ એન્જિનની ચોક્કસ ડેટા અને 6 ઇન્ટેલિજન્ટ સેન્સર્સ (એન્જિન ઓઇલ ટેમ્પરેચર સેન્સર, એન્જિન સ્પીડ સેન્સર, ઓક્સિજન સેન્સર, એર પ્રેશર સેન્સર, એર ટેમ્પરેચર સેન્સર, થ્રોટલ પોઝિશન સેન્સર)માંથી સતત ફીડબેકને આધારે સીલિન્ડરમાં ઇંધણ ઉચિત પ્રમાણમાં ઉમેરાય છે, જેથી સરળ અને એકસમાન પાવર આઉટપુટ મળે છે.
  • ઘર્ષણમાં ઘટાડો: ઓફસેટ સીલિન્ડર, કોમ્પેક્ટ વેઇટ ક્રેન્કશાફ્ટ અને પિસ્ટનથી એન્જિનનું સંપૂર્ણ ઘર્ષણ ઘટે છે. અસરકારક વજનને પરિણામે ઇંધણની ઉપયોગિતામાં સુધારો થાય છે. પિસ્ટન કૂલિંગ જેટ કૂલિંગક્ષમતામાં વધારો કરે છે અને એન્જિનના તાપમાનને અસરકારક જાળવે છે, જે ઇંધણની કાર્યદક્ષતા તરફ દોરી જાય છે.

સંપૂર્ણપણે નવું ગ્રેઝિયા 125 આઇડલિંગ સ્ટોપ સિસ્ટમNEW** સાથે આવે છે, જે ટ્રાફિક લાઇટ અને ટૂંકા ગાળાના સ્ટોપ પર ઓટોમેટિક એન્જિનને બંધ કરે છે, જેથી ઇંધણનો બિનજરૂરી વપરાશ અટકી જાય છે અને કાર્બનના ઉત્સર્જનમાં ઘટાડો થાય છે. થ્રોટલના સરળ ટ્વિસ્ટ સાથે એન્જિન સરળતાપૂર્વક ફરી શરૂ થઈ શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.