હોન્ડાએ ભારતમાં આફ્રિકા ટ્વિન એડવેન્ચર સ્પોર્ટ્સ લોન્ચ કર્યુઃ કિંમત રૂ. 15.35 લાખ
- વધારે ક્ષમતાઃ મોટું 1100 સીસીનું એન્જિન પહેલી વાર છ-એક્સિસ IMU દ્વારા પાવર્ડ છે!
- હળવું છતાં પાવરફૂલ: 5 કિલોગ્રામ ઓછું વજન ધરાવતું નવું આફ્રિકા ટ્વિન 12 ટકા વધારે પીક પાવર, 11 ટકા વધારે પીક ટોર્ક અને વેઇટ રેશિયોમાં 10 ટકા વધારે પાવર આપે છે
- 2020 આફ્રિકા ટ્વિન એડવેન્ચર સ્પોર્ટ્સ ડીસીટી અને મેન્યુઅલ (પહેલી વાર) ટ્રાન્સમિશન વિકલ્પો સાથે ઉપલબ્ધ થશે
નવી દિલ્હી, ભારતમાં એડવેન્ચર-ટૂરિંગને નવેસરથી પરિભાષિત કરવા હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે એનું પ્રથમ BS-VI કમ્પ્લાયન્ટ બિગ બાઇક – 2020 આફ્રિકા ટ્વિન એડવેન્ચર સ્પોર્ટ્સ લોંચ કર્યું હતું!
એના અગાઉનાં બિગ બાઇકનાં “કોઈ પણ જગ્યાએ પ્રવાસ કરવાના” જુસ્સાને જાળવીને #TrueAdventuregets2020 આફ્રિકા ટ્વિન એડવેન્ચર સ્પોર્ટ્સ સાથે વધારે મોટું બન્યું છે. સંપૂર્ણપણે એડવેન્ચર-ટૂરિંગનો નવો અનુભવ આપતું 2020 આફ્રિકા ટ્વિન ખરાં અર્થમાં રેલી મશીન જેવો લૂક અને અનુભવ ધરાવે છે. નાનું, પાતળું અને 5 કિલોગ્રામ ઓછું વજન ધરાવતું હોન્ડાનાં આ ઓફ-રોડર લિજેન્ડ બાઇકને નવું મોટું એન્જિન, નવી લાઇટવેઇટ ચેસિસ, નવું ઇલેક્ટ્રોનિક્સ, નવું સસ્પેન્શન મળ્યું છે તથા તમામ પ્રકારનાં વિસ્તારો પર સંપૂર્ણ નિયંત્રણ માટે નવી ખાસિયતો સાથે પાવર-પેક છે!
અતિ મુશ્કેલ ડકાર રેલી (વિશ્વની સૌથી મુશ્કેલ ગણાતી રેલી ચેમ્પિયનશિપ)માં વિજય મેળવવા વિકસાવવામાં આવેલા એડવેન્ચર મશીન તરીકેના એના મૂળિયાના જુસ્સા સાથે બ્રાન્ડ ન્યૂ 2020 આફ્રિકા ટ્વિનઆજે મેન્યુઅલ (પહેલી વાર) અને ડીસીટી ટ્રાન્સમિશન એમ બંને વેરિઅન્ટમાં રિકી બ્રાબેક (મોન્સ્ટર એનર્જી હોન્ડા ટીમના 2020 ડકાર રેલી વર્લ્ડ ચેમ્પિયન)એ લોંચ કર્યું હતું. આ 28 વર્ષીય હોન્ડા ચેમ્પિયનને આજે ભારતની પહેલી વાર મુલાકાત લીધી હતી, જેણે ચાલુ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં ડકાર ચેલેન્જ જીતનાર પ્રથમ અમેરિકન રાઇડર બનીને ઇતિહાસ સર્જી દીધો હતો.
2020 ન્યૂ આફ્રિકા ટ્વિન અને હોન્ડાની ભવિષ્યની યોજના વિશે હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનાં સીઇઓ અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મિનોરુ કાટોએ કહ્યું હતું કે,“આજે હોન્ડાએ એના પ્રીમિયમ મોટરસાયકલિંગ બિઝનેસના BS-VI યુગની શરૂઆત કરી હતી. અમને પહેલીવાર એડવેન્ચર ટૂરિંગનાં બે વર્લ્ડ ચેમ્પિયનને ભારતમાં લાવવાની ખુશી છે – રિકી બ્રાબેક (2020 ડકાર રેલી વર્લ્ડ ચેમ્પિયન, મોન્સ્ટર એનર્જી હોન્ડા ટીમ) અને 2020 આફ્રિકા ટ્વિન, જે પહેલી વાર મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં પ્રસ્તુત થયું છે! અમને ખાતરી છે કે, 2020 આફ્રિકા ટ્વિન એડવેન્ચર ટૂરિંગને નવી ઊંચાઈએ લઈ જશે. આગળ જતાં બિગવિંગ (હોન્ડાનો પ્રીમિયમ મોટરસાયકલિંગ બિઝનેસ)માંથી વધારે રોમાંચક મોડલ પ્રસ્તુત થશે એવી અપેક્ષા છે.”
આફ્રિકા ટ્વિન એડવેન્ચર સ્પોર્ટ્સ માટે બુકિંગની જાહેરાત કરતાં હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનાં સેલ્સ એન્ડ માર્કેટિંગનાં સીનિયર વાઇસ પ્રેસિડન્ટ શ્રી યાદવિન્દર સિંહ ગુલેરિયાએ કહ્યું હતું કે, “વર્ષ 2017માં એ લોંચ થયા પછી અત્યાર સુધી પાવરફૂલ આફ્રિકા ટ્વિનનું વેચાણ 200થી વધારે યુનિટનું થયું છે. સંપૂર્ણપણે નવું 2020 આફ્રિકા ટ્વિન #TrueAdventurelovers માટે વધારે પાવરફૂલ છે. આ નવી ફ્રેમ, નવું મોટું એન્જિન, વધારે પીક પાવર અને પીક ટોર્ક, નવું ઇલેક્ટ્રોનિક્સ, નવું સસ્પેન્શન બાઇકની લોંગ રેન્જ ઓફ-રોડ ક્ષમતાઓમાં વધારો કરે છે. બે વેરિઅન્ટ – ડીસીટી અને મેન્યુઅલ સ્ટાર્ટ માટે બુકિંગ્સ આજથી શરૂ થયું છે! તો કોઈ પણ પ્રકારનાં વિસ્તારમાં એડવેન્ચર ટૂરિંગ માટે સજ્જ થઈ જાવ.”