Western Times News

Gujarati News

હોન્ડાએ ભારતમાં એનું ફ્લેગશિપ સ્કૂટર ફોર્ઝા 300 ડિલિવર કર્યું!

ભારતનાં પ્રથમ મિડ-સાઇઝ સ્કૂટર સાથે પ્રીમિયમ સ્કૂટરાઇઝેશનમાં પથપ્રદર્શક

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી, 2020: હોન્ડા બિગ વિંગના ભારતમાં પોર્ટફોલિયો અને પથપ્રદર્શક પ્રીમિયમ મિડ-સાઇઝ સ્કૂટર સેગમેન્ટને વધારતા હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે એના ફ્લેગશિપ સ્કૂટર – ફોર્ઝા 300ના પ્રથમ લોટની ડિલિવરી કરી હતી. નોંધપાત્ર બાબત એ છે કે, ફોર્ઝા 300 ભારતનું પ્રથમ પ્રીમિયમ મિડ-સાઇઝ સ્કૂટર છે, જેનું નિર્માણ મોબિલિટી, સ્ટાઇલ અને પર્ફોર્મન્સનો સમન્વય કરીને થયું છે, ત્યારે હોન્ડાની વિશ્વસનિય અને ટેકનોલોજીકલ લીડરશિપ જાળવે છે.

આ પ્રસંગે હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનાં પ્રેસિડન્ટ, સીઇઓ અને એમડી શ્રી મિનોરુ કાટોએ કહ્યું હતું કે, હોન્ડા મનોરંજન મોડલની રેન્જનો આંતરરાષ્ટ્રીય વારસો ધરાવે છે. ફોર્ઝા 300 પ્રસ્તુત કરીને અમને સ્કૂટરાઇઝેશનને આગામી સ્તરે લઈ જવાનો ગર્વ છે. આ હોન્ડાને મિડ-સાઇઝ સ્કૂટર સેગમેન્ટમાં પથપ્રદર્શક તરીકે સ્થાપિત કરશે તથા લક્ઝરી અને સવારીનો આનંદ ઇચ્છતાં નવા ગ્રાહકો મેળવવામાં મદદરૂપ થશે.

આ વિશે વધારે વિગત આપતા હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનાં સેલ્સ એન્ડ માર્કેટિંગનાં સીનિયર વાઇસ પ્રેસિડન્ટ શ્રી યાદવિન્દર સિંહ ગુલેરિયાએ કહ્યું હતું કે, હોન્ડા બિગવિંગ, ગુરુગ્રામમાં પ્રદર્શિત થયેલા ફોર્ઝા 300 માટે ગ્રાહકો પાસેથી પ્રાપ્ત થયેલા જબરદસ્ત પ્રતિસાદ (જેની અગાઉથી બુકિંગ થયું હતું) સાથે હોન્ડાએ એને ભારતમાં પ્રસ્તુત કરવાનો નિર્ણય લીધો હતો. અમને એ જાહેરાત કરવાની ખુશી છે કે, અમે અમારા ગ્રાહકોને 4 યુનિટનો પ્રથમ લોટ આપ્યો છે. આગળ જતાં અમે નાણાકીય વર્ષ 2020-21માં યુરો 5 કમ્પ્લાયન્ટ વર્ઝન જાહેર કરીશું.

શ્રેષ્ઠ પર્ફોર્મન્સ  હોન્ડા ફોર્ઝા 300 279સીસી, લિક્વિડ-કૂલ્ડ, ફ્યુલ-ઇન્જેક્ટેડ SOHC ફોર-વાલ્વ એન્જિન ધરાવે છે, જે 24.8 bhp @ 7000rpm ડિલિવર કરે છે, જે ઇંધણની ઉત્કૃષ્ટ કાર્યદક્ષતા સાથે ઓછા, મધ્યમ અને ઊંચા આરપીએમ પર રોમાંચક સવારી પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે.

રોલર ટાઇપ રોકર આર્મ, પ્લેન જર્નલ ક્રેન્ક બેરિંગ્સ અને સીલ ક્રેન્કકેસ સાથે બનેલું સફળ એન્જિન લાંબા ગાળાની વિશ્વસનિયતા પ્રદાન કરે છે. ઓછું આંતરિક ઘર્ષણ 1.7 લિટર અને 5એમએમ ઓફસેટ સીલિન્ડરની ઓઇલ ક્ષમતા દ્વારા હાંસલ થાય છે. ઓટોમેટિક સેન્ટ્રિફ્યુગલ ક્લચ વર્ક્સ વી-મેટિક ટ્રાન્સમિશન (ઓછી ઝડપી ઝડપી રિએક્શન અને સ્માર્ટ એક્સલરેશનનાં રેશિયો સાથે) બેલ્ટ ફાઇનલ ડ્રાઇવ પર કામ કરે છે.

હોન્ડા સિલેક્ટેબલ ટોર્ક કન્ટ્રોલ (HSTC) – ફોર્ઝા 300 HSTC સાથે ફિટ હોન્ડાનું પ્રથમ સ્કૂટર છે. HSTC આગળ અને પાછળનાં વ્હીલની ઝડપ વચ્ચે અંતરને ઓળખીને, સ્લિપ રેશિયોની ગણતરી કરીને અને ફ્યુઅલ ઇન્જેક્શન દ્વારા એન્જિન ટોર્કને  નિયંત્રિત કરીને પાછળનાં વ્હીલનાં ઘર્ષણને નવેસરથી મેળવવામાં મદદ કરે છે. HSTC સ્વિચેબલ છે અને જ્યારે સિસ્ટમ ગ્રિપને જાળવવામાં કામ કરે છે, ત્યારે ડિજિટલ ડિસ્પ્લે ફ્લિકર્સમાં ટી ઇન્ડિકેટર આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.