હોન્ડાએ ભારતમાં 2021 આફ્રિકા ટ્વિન એડવેન્ચર સ્પોર્ટ્સ લોન્ચ કર્યું
કિંમત રૂ. 15.96 લાખ*થી શરૂ, બુકિંગ્સ શરૂ (*એક્સ-શોરૂમ, સમગ્ર ભારતમાં)
નવી દિલ્હી, 12 જાન્યુઆરી, 2021: એડવેન્ચર મોટરસાયકલિંગના શોખીનો માટે આ રોમાંચને વધુ નજીક લઈ જવા હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડએ આજે ભારતમાં નવી 2021 આફ્રિકા ટ્વિન એડવેન્ચર્સ સ્પોર્ટ્સ માટે બુકિંગ શરૂ કરવાની જાહેરાત કરી હતી. 2021 વર્ષનું મોડલ ડીસીટી અને મેન્યુઅલ ટ્રાન્સમિશન વેરિઅન્ટ એમ બંનેમાં નવા કલરના વિકલ્પ ઓફર કરશે.
આફ્રિકા ટ્વિનની મૂળભૂત ખાસિયતો વિશે હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર, પ્રેસિડન્ટ અને સીઇઓ શ્રી આત્સુશી ઓગાતાએ કહ્યું હતું કે, “આફ્રિકા ટ્વિન “ટ્રુ એડવેન્ચર” જુસ્સો ધરાવે છે, જે દુનિયાભરમાં એના ચાહકોને મદદ કરે છે. હોન્ડા 2વ્હીલર્સ ભારતમાં આફ્રિકા ટ્વિન એડવેન્ચર સ્પોર્ટ્સના વર્ષ 2021ના મોડલને પ્રસ્તુત કરવાની સાથે આ નવા વર્ષની શરૂઆત કરવા પર ગર્વની લાગણી અનુભવે છે. ચાલો #TrueAdventureની શરૂઆત કરીએ!”
2021 આફ્રિકા ટ્વિન એડવેન્ચર સ્પોર્ટ્સ માટે બુકિંગની જાહેરાત કરતા હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સેલ્સ એન્ડ માર્કેટિંગના ડાયરેક્ટર શ્રી યાદવિન્દર સિંહ ગુલેરિયાએ કહ્યું હતું કે, “આફ્રિકા ટ્વિન એના “ગો એનીવ્હેર એટલે કે કોઈ પણ જગ્યાએ જવાની ક્ષમતા”ની ખાસિયત સાથે તમામ પ્રકારના વિસ્તારોમાં જવા અને વીકેન્ડ ટૂરર્સ માટે સૌથી લોકપ્રિય મશીન પૈકીનું એક છે. ભારતમાં આફ્રિકા ટ્વિન ધરાવતા બાઇકર્સ સમુદાયમાં સફળતાપૂર્વક વધારો થઈ રહ્યો છે અને એનું લેટેસ્ટ વર્ઝન – 2021 આફ્રિકા ટ્વિન એડવેન્ચર સ્પોર્ટ્સ ઘણા એડવેન્ચર્સ ચાહકોને અભૂતપૂર્વ રીતે નવા વિસ્તારોમાં જવા પ્રેરિત કરશે.!”
પોતાના અગાઉના મોડલની “ગો એનીવ્હેર” ખાસિયત સાથે આફ્રિકા ટ્વિન એડવેન્ચર સ્પોર્ટ્સ ઇનોવેટિવ, કોમ્પેક્ટ અને પાવરફૂલ 1,084 સીસીનું પેરેલેલ ટ્વિન એન્જિન ધરાવે છે, જે 73Kw અને 103Nm ટોર્ક આપે છે.
પરંપરાગત બેટરીની સરખામણીમાં લિથિયમ આયન બેટરી 1.6 ગણી વધારે શેલ્ફ લાઇફ અને 4 ગણી વધારે ટકાઉક્ષમતા ધરાવે છે.
આ બોલ્ટ-ઓન એલ્યુમિનિયમ સબફ્રેમ અને સ્વિંગઆર્મ (“ડકાર” મશીન CRF450R મોટો-ક્રોસરથી પ્રેરિત ટેકનોલોજી)ની ખાસિયત પણ ધરાવે છે.
આફ્રિકા ટ્વિન એડવેન્ચર સ્પોર્ટ્સ છ-એક્સિસ ઇનર્શિયલ મેઝરમેન્ટ યુનિટ (આઇએમયુ) સાથે સંલગ્ન છે, જે થ્રોટલ બાય વાયર (ટીબીડબલ્યુ)ને નિયંત્રિત કરે છે અને હોન્ડા સિલેક્ટેબલ ટોર્ક કન્ટ્રોલ (એચએસટીસી)ને 7 લેવલમાં આગળ વધારે છે.
ઉપરાંત આઇએમયુ 4 ટેકનોલોજીઓને પણ નિયંત્રિત કરે છેઃ
1. વ્હીલી કન્ટ્રોલ ઇનપુટના 3 સ્તર વચ્ચે પસંદગી કરવાની રાઇડરને સુવિધા આપે છે. લેવલ 1 ઇન્ટેન્ડેડ વ્હીલ લિફ્ટ માટેની સુવિધા આપે છે, પણ એકાએક કોઈ પણ મૂવમેન્ટને પાસ કરે છે, લેવલ 3 આગળના વ્હીલના એલીવેશનને અટકાવે છે અને લેવલ 2 બે લેવલ વચ્ચે મિડ-વે છે.
2. ઓફ-રોડ સેટિંગ સાથે કોર્નરિંગ એબીએસ રાઇડિંગની સ્થિતિને આધારે દરેક વ્હીલ પર બ્રેકના ફોર્સને મહત્તમ રીતે વહેંચે છે, કોર્નરિંગ કન્ડિશન અંતર્ગત બેસ્ટ બ્રેકિંગ પર્ફોર્મન્સ સુનિશ્ચિત કરે છે. ઓફ-રોડ સેટિંગ અર્બન, ટૂર અને ગ્રેવલ સાથે બે કસ્ટમાઇઝેબલ યુઝર સેટિંગ્સના મોડમાં ડિફોલ્ટ રાઇડિંગને જોડે છે, જેથી મોટા ભાગના રાઇડિંગની સ્થિતિને આવરી લે છે.
3. રિઅર લિફ્ટ કન્ટ્રોલ હેવી બ્રેકિંગ અંતર્ગત પાછળના વ્હીલને ગ્રાઉન્ડ પરથી ઊંચકવાની સુવિધા આપે છે.
4. ડીસીટી વેરિઅન્ટમાં કોર્નરિંગ ડિટેક્શન ફીચર બાઇક કોર્નરિંગમાં હોય ત્યારે ઉપયોગી બને છે અને સૌથી વધુ સ્વાભાવિક રીતે ગીઅર બદલવા માટે એડજસ્ટ કરે છે.
“ટ્રુ એડવેન્ચર”ની ખાસિયતને સાકાર કરીને આફ્રિકા ટ્વિન એડવેન્ચર સ્પોર્ટ્સ સ્લિમ-સેક્શન સીટ અને હાઇ-સેટ હેન્ડલબાર ધરાવે છે. અસરકારક ફ્રેમ અને કોમ્પેક્ટ બોડી સ્ટાઇલ ખાસ ઓફ-રોડ ટૂરિંગ માટે ડિઝાઇન કરેલી છે.
5-સ્ટેજ એડજસ્ટેબલ વિન્ડ સ્ક્રીન, એડજસ્ટેબલ સીટ અને હીટેડ ગ્રિપ્સ સુવિધાજનક સવારી સુનિશ્ચિત કરશે. ટ્યુબલેસ ટાયર રોડસાઇડ રિપેરની સમસ્યામાંથી મુક્તિ આપશે.
જ્યારે ડેટાઇમ રનિંગ લાઇટ્સ (ડીઆરએલ) સાથે ડ્યુઅલ એલઇડી હેડલાઇટ્સ આગળ આકર્ષક સ્ટાઇલ ઉમેરે છે, ત્યારે સતત ડેટાઇમ વિઝિબિલિટી આપે છે.
કોર્નરિંગ લાઇટ્સ ઓટોમેટિક કોર્નર બ્લાઇન્ડ સ્પોટ્સ પર ચમકે છે, જેનો આધાર સ્પીડ અને લીન એંગલ પર છે. આફ્રિકા ટ્વિન એડવેન્ચર સ્પોર્ટ્સમાં ઉપલબ્ધ એસીસી ચાર્જિંગ સોક્ટ્સ દ્વારા સવારી દરમિયાન તમારા ઇલેક્ટ્રોનિક ઉપકરણો હંમેશા ચાર્જ રહે છે.
ક્રૂઝ કન્ટ્રોલ લાંબા અંતરના પ્રવાસ દરમિયાન સૌથી વધુ સુવિધા પ્રદાન કરવા સ્ટાન્ડર્ડ તરીકે ફિટ કરેલી છે. 24.5 લિટરની ફ્યુઅલ ટેંક રાઇડરને એડવેન્ચર ટૂર પર વધારે પ્રવાસ કરવાની સુવિધા આપશે.
એપલ કારપ્લે® અને બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે ફૂલ કલર મલ્ટિ ઇન્ફોર્મેશન ડિસ્પ્લે (એમઆઇડી) 6.5-ઇંચ TFT ટચ સ્ક્રીન ડિસ્પ્લે ફીચર રાઇડરને રાઇડિંગ પર ધ્યાન જાળવીને અનેક ડેટા મેનેજ કરવામાં મદદ કરશે. એમઆઇડી રાઇડિંગ માટે પસંદ કરેલા મોડના સંબંધમાં વિવિધ સ્તરે માહિતી દર્શાવવા કસ્ટમાઇઝ પણ કરી શકાશે અને જ્યારે ગ્લોવ્સ પહેર્યા હોય ત્યારે ઉપયોગ કરવામાં સરળ છે.
હોન્ડાની ઓરિજિનલ એક્સેસરીઝની સંપૂર્ણ રેન્જ આફ્રિકા ટ્વિનનાં બંને વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે, જેમાં ટોપ બોક્ષ, રિઅર કેરિયર, રેલી સ્ટેપ, ડીસીટી પેનલ શિફ્ટર, ફોગ લેમ્પ, ફોગ લેમ્પ એટીટી, વિઝર અને સાઇડ પાઇપ સામેલ છે.