હોન્ડાએ ભારતમાં 2021 CBR650R લોન્ચ કર્યું
પહેલી વાર નીયો સ્પોર્ટ્સ કાફે પ્રેરિત CB650R પ્રસ્તુત
નવી દિલ્હી, મોટરસાયકલની સવારીના શોખીનોનો રોમાંચને નવી ઊંચાઈએ લઈ જવા હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડએ આજે ભારતમાં નવા 2021CBR650R અને CB650R પ્રસ્તુત કર્યા હતા. નવા મોડલ CKD* (*કમ્પ્લેટલી નોક્ડ ડાઉન) રુટ દ્વારા ભારતીય બજારમાં પ્રવેશ કરશે.
ભારતમાં પ્રવેશ કરનાર નીયો સ્પોર્ટ્સ કાફે પ્રેરિત 2021CB650R યુવાન રાઇડર્સ માટે ફોર-સીલિન્ડર એન્જિન પર્ફોર્મન્સ અને લાઇટ, વિવિધતા, નવા ચેસિસ હેન્ડલિંગનો સમન્વય પ્રસ્તુત કરે છે. 2021નાં આ મોડલમાં સુવિધા, વપરાશક્ષમતા અને વ્યવહારિકતા વધારવા વિગતવાર સુધારા કરવામાં આવ્યાં છે.
આ લોંચ અને પ્રીમિયમ મોટરસાયકલના વ્યવસાયના વિસ્તરણ પર હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર, પ્રેસિડન્ટ અને સીઇઓ શ્રી આત્સુશી ઓગાતાએ કહ્યું હતું કે, “હોન્ડા ભારતીય સવારોને રેસિંગ, એડવેન્ચર અને રોડસ્ટર્સની દુનિયામાંથી શ્રેષ્ઠ પ્રદાન કરવા કટિબદ્ધ છે. અમને અમારા પ્રીમિયમ મોટરસાયકલના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી એ બે મોડલ – 2021 CBR650R અને CB650R પ્રસ્તુત કરવા પર ગર્વ છે.”
આ પ્રસંગે હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સેલ્સ એન્ડ માર્કેટિંગના ડાયરેક્ટર શ્રી યાદવિન્દર સિંહ ગુલેરિયાએ કહ્યું હતું કે, “CB650R પ્રસ્તુત થયા પછી અત્યાર સુધી એ યુવાન મોટરસાયકલ સવારોમાં મનપસંદ બની ગયું છે. અમારા પ્રીમિયમ મોટરસાયકલના પ્રોડક્ટ પોર્ટફોલિયોને વધારે મજબૂત કરીને અમને ભારતમાં પહેલીવાર CB650R આ મોડલ પ્રસ્તુત કરવાની ખુશી છે, જે મિડલવેઇટ નેકેડ સ્પોર્ટ્સ કેટેગરીમાં રોમાંચને નવી ઊંચાઈએ લઈ જશે. 650નું નવું મોડલ સવારોને રોમાંચક અનુભવ આપશે.”
ફ્રેમ ટ્વિન ટ્યુબ પ્રકારની છે, જે સ્ટીલની લવચિક લાક્ષણિકતાઓનો લાભ આપવાની સાથે હવાના પ્રવાહને નીચેની તરફ વહન કરવા માટે અતિ કાર્યદક્ષ બનાવે છે. સ્વિંગ આર્મ ધરી અને એન્જિન હેંગર માળખું વજનમાં ઘટાડો અને માસ સેન્ટ્રલાઇઝેશનનો અનુભવ આપે છે.
અતિ ચુસ્ત રીતે નિર્માણ થયેલું અને આક્રમક CB650Rની નીયો સ્પોર્ટ્સ કાફે સ્ટાઇલ ખાસિયતો ટૂંકા, જાડા ટેઇલ અને ટૂંકા ઓવરહેંગ હેડલાઇટના કોમ્પેક્ટ ‘ટ્રેપઝોઇડ’ પોર્શન છે. ફ્યુઅલની લાંબી ટાંકી ફેમિલી ડિઝાઇનની મુખ્ય ઓળખ ધરાવે છે; એની સરળ અને આકર્ષક લાઇનો ધાતુની સપાટીની મજબૂતીને વ્યક્ત કરે છે અને ફોર-સીલિન્ડર એન્જિનની ઇજનેરીનું પ્રતિબિંબ છે. સ્મોલ સાઇડ પેનલ્સ એની સરળતાની સાથે આકર્ષકતા રજૂ કરે છે તેમજ પાછળના મડગાર્ડ સ્ટીલમાંથી બનેલા છે. ગોળ હેડલાઇટ નીયો સ્પોર્ટ્સ કાફેની ડિઝાઇનથી પ્રેરિત છે.
CBR650Rના ડિસ્પ્લે પર એના ચાર-સીલિન્ડર પાવર યુનિટ સંપૂર્ણપણે સ્પોર્ટ લૂક આપે છે; ડ્યુઅલ LED હેડલાઇટ ક્લસ્ટર સ્પષ્ટ અને તીવ્ર પ્રકાશ આપે છે – જે 2021 માટે નવા રિફ્લેક્ટર ધરાવે છે – ઉપર અને (એક્ષ્ટેન્ડેડ) નીચા ફેરિંગ્સ પાતળી લાઇનો અને એંગલ સાથે મજબૂતી પ્રદાન કરે છે.
સીટના યુનિટ કોમ્પેક્ટ છે અને મશીનના પાછળના ભાગને નાનો બનાવે છે, જે એના ઉદ્દેશને વધારે પૂર્ણ કરે છે. નવી સાઇડ પેનલ ઓછામાં વધારે સુંદરતા વ્યક્ત કરે છે અને એ જ રીતે પાછળ સ્ટીલના મડગાર્ડ/નંબર પ્લેટ પણ એની આકર્ષકતા વધારે છે. આક્રમક રાઇડિંગ પોઝિશન ક્લિપ-ઓન હેન્ડલબાર સાથે શરૂ થાય છે, જે યૉક પર સ્થિત છે અને પાછળની સીટના ફૂટપેગ્સને અનુરૂપ છે.
649cc, DOHC 16-વાલ્વ એન્જિન ચાર-સિલિન્ડર પર્ફોર્મન્સને અનુરૂપ સંપૂર્ણ રોમાંચ પેદા કરે છે, જેની સાથે હાઈ-રેવિંગ ટોપ એન્ડ, રેવ રેન્જ અને હાર્ટ-હિટિંગ દ્વારા ક્લાસિક ફાસ્ટ ‘પિક-અપ’ પ્રદાન કરે છે. 8,500 rpm પર મહત્તમ ચોખ્ખા 57.5Nmના ટોર્ક સાથે 12,000rpm પર મહત્તમ ચોખ્ખો 64kW પાવર આપે છે.
બંને મોડલ આસિસ્ટ/સ્લિપર ક્લચ ધરાવે છે, જે મોટા પાયે પરિવર્તનને સરળ બનાવે છે. આસિસ્ટ વ્યવસ્થાપ ક્લચ લીવર ઓપરેટ કરવાનો લોડ ઘટાડે છે અને સ્લિપર વ્યવસ્થા એકાએક એન્જિનને બ્રેક લગાવવાને કારણે ડાઉનશિફ્ટ સંચાલનની સરળતા વધારી પાછળના વ્હીલ પર દબાણ ઘટાડે છે તથા સવારીને વધારે સરળ અને સુવિધાજનક બનાવે છે. 4-1 સાઇડ સ્વેપ્ટ એક્ઝોસ્ટ રેવ્સ ક્લાઇમ્બ તરીકે સ્પાઇન-ટિંગ્લિંગ રોઅર પ્રદાન કરવા ડિઝાઇન કરેલા છે.
નવી સ્માર્ટ ESS (ઇમરજન્સી સ્ટોપ સિગ્નલ) ટેકનોલોજી એકાએક બ્રેકિંગને ઓળખે છે તથા આગળ અને પાછળની હેઝાર્ડ લાઇટને ઓટોમેટિક એક્ટિવેટ કરે છે, જે નજીકના કોઈ પણ વાહનને ચેતવણી આપવા ફ્લેશ થાય છે. રાઇડરને માનસિક શાંતિ આપતી નવી સુવિધા હોન્ડા ઇગ્નિશન સીક્યોરિટી સિસ્ટમ (HISS) છે, જે ઇલેક્ટ્રોનિક એન્ટિ-થેફ્ટ ડિવાઇઝ છે, જે ઇલેક્ટ્રોનિક નિયંત્રણ દ્વારા એન્જિનને સ્ટાર્ટ થવાની ક્ષમતાને ઓટોમેટિક નિષ્ક્રિય કરે છે.
હોન્ડા સિલેક્ટેબ્લ ટોર્ક કન્ટ્રોલ (HSTC) સવારીની આક્રમક સ્થિતિઓ દરમિયાન માનસિક શાંતિ પ્રદાન કરે છે. સિસ્ટમ પાછળના વ્હીલને અસરકારક ટોર્ક પ્રદાન કરવા, પાછળના વ્હીલને સ્લિપ થવાની શક્યતા ઘટાડવા એન્જિનના પાવરને એડજસ્ટ કરે છે. રાઇડર ડાબા સ્ટીઅરિંગ વ્હીલ પર ટોર્ક કન્ટ્રોલ (TC) સ્વિચ સાથે ઓન/ઓફ સેટિંગ સિલેક્ટ કરવાની પસંદગી ધરાવી શકે છે.
બંને મોડલનું નવું એન્જિન અને સસ્પેન્શન પર્ફોર્મન્સ ડ્યુઅલ રેડિયલ માઉન્ટ ફોર-પિસ્ટન બ્રેક કેલિપર્સ ધરાવે છે, જે આગળ 79.2 cm2 એમએમની ફ્લોટિંગ ડિસ્ક અને પાછળ 25.4 cm2 ડિસ્ક સાથે જબરદસ્ત પકડ આપે છે. ડ્યુઅલ ચેનલ ABS ભીના અને સૂકાં એમ બંને રોડ પર સરળ બ્રેકિંગ આપે છે.
શૉવા સેપરેટ ફંક્શન-બિગ પિસ્ટન (SSF-BP) USD ફોર્ક્સ જમણા અને ડાબા ફોર્ક પર ડેમ્પિંગ વ્યવસ્થા અને સ્પ્રિંગ ધરાવે છે. આ સિસ્ટમ વજનમાં ઘટાડો, શ્રેષ્ઠ મજબૂતી અને સ્પ્રિંગ પ્રીલોડ માટે એડજસ્ટેબિલિટી સાથે રોમાંચક પર્ફોર્મન્સ પ્રદાન કરે છે. પ્રીમિયમ 5-સ્પોક Y-શેપ્ડ સ્પોક્સ સાથે એલ્યુમિનિયમ વ્હીલ વજનમાં ઘટાડો કરવામાં મદદરૂપ થાય છે. લાઇટ હૂપ્સ સંચાલન પર વધારે પ્રભાવ ધરાવે છે.
CBR650R તીવ્ર બ્લૂ-ટિન્ટેડ બીમ સાથે તમારા માર્ગ પર નવા રિફ્લેક્ટર્સ લાઇટ્સ સાથે ડ્યુઅલ LED હેડલાઇટ્સ ધરાવે છે. LED ટેઇલલાઇટ સ્લીક છે, જે ઓછા સાથે વધારે સુંદરતા અને આકર્ષકતા પ્રદાન કરે છે.
જ્યારે CB650R શાર્પ બ્લેક બેઝેલ સાથે સર્ક્યુલર LED હેડલાઇટ ધરાવે છે, ત્યારે રાઇડરને તીવ્ર બ્લૂ-ટિન્ટેડ બીમ સાથે અંધકાર ધરાવતા વિસ્તારોમાં સરળતાપૂર્વક પસાર થવામાં મદદરૂપ થાય છે. ટેઇલલાઇટ સ્ટીલની નંબર પ્લેટ પર છે, જે એને વધારે સ્ટાઇલિશ બનાવે છે.
ડિજિટલ LCD ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર વાંચવામાં સરળ છે. ગીઅર પોઝિશન, ડિજિટલ સ્પીડોમીટર, ડિજિટલ બાર ગ્રાફ ટેકોમીટર, ડ્યુઅલ ટ્રિપ મીટર્સ, ડિજિટલ ફ્યુઅલ ગોજ અને ફ્યુઅલ કન્ઝ્યુમ્પ્શન ગોજ, ડિજિટલ ક્લોક, વોટર ટેમ્પ ગોજ, ગીઅર પોઝિશન, શિફ્ટ અપ ઇન્ડિકેટેર જેવી અદ્યતન માહિતીઓ કોઈ પણ સમયે રાઇડર મેળવે છે.
આજથી હોન્ડાએ એની એક્સક્લૂઝિવ પ્રીમિયમ ડિલરશિપ – ગુરુગ્રામ (હરિયાણા), મુંબઈ (મહારાષ્ટ્ર), બેંગાલુરુ (કર્ણાટક), ઇન્દોર (મધ્યપ્રદેશ), કોચી (કેરળ) અને હૈદરાબાદ (તેલંગાણા)માં એની એક્સક્લૂઝિવ પ્રીમિયમ ડિલરશિપ બિગવિંગ ટોપલાઇનમાં 2021CBR650R અને CB650R બંને માટે બુકિંગ શરૂ કર્યું છે.