હોન્ડાએ સંપૂર્ણપણે નવી ગ્રાઝિયા સ્પોર્ટ્સ એડિશન લોન્ચ કરી
નવી દિલ્હી, હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે આજે એનું એડવાન્સ અર્બન 125cc સ્કૂટર ગ્રાઝિયાની સંપૂર્ણપણે નવી સ્પોર્ટી આકર્ષક ગ્રાઝિયા સ્પોર્ટ્સ એડિશન પ્રસ્તુત કરી હતી.
નવી ગ્રાઝિયા સ્પોર્ટ્સ એડિશન પર હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર, પ્રેસિડન્ટ અને સીઇઓ શ્રી આત્સુશી ઓગાતાએ કહ્યું હતું કે, “હોન્ડાએ છેલ્લાં 20 વર્ષમાં સ્કૂટર બજારને નવેસરથી પરિભાષિત કર્યું છે, જેમાં સમયની સાથે સતત વૃદ્ધિ થઈ છે. પ્રીમિયમ સ્કૂટર સેગમેન્ટમાં વધારે રોમાંચકતા લાવવા અમને ગ્રાઝિયાની નવી સ્પોર્ટ્સ એડિશન લોંચ કરવાની ખુશી છે – જે એની કેટેગરીમાં સૌથી વધુ એડવાન્સ સ્કૂટર છે.”
આ લોંચ પર હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સેલ્સ એન્ડ માર્કેટિંગના ડાયરેક્ટર શ્રી યાદવિન્દર સિંહ ગુલેરિયાએ કહ્યું હતું કે, “હોન્ડા ગ્રાઝિયા એડવાન્સ 125cc અર્બન સ્કૂટર છે, જે પોતાના યુવાન અને આનંદી વ્યક્તિત્વનું અસરકારક પ્રતિબિંબ મેળવવા ઇચ્છતાં રાઇડર માટે બનાવવામાં આવ્યું છે. સંપૂર્ણપણે નવી ગ્રાઝિયા સ્પોર્ટ્સ એડિશન ચોક્કસ આકર્ષક છે. જેમ જેમ શૈક્ષણિક સંસ્થાઓ તેમના કેમ્પ્સ શરૂ કરશે, તેમ તેમ ટૂ વ્હીલ પર પોતાની પર્સનલ મોબિલિટી માટે નજર દોડાવતા લોકો નવી ગ્રાઝિયા સ્પોર્ટ્સ એડિશન નવી પસંદગી બનશે.”
સ્પોર્ટી કલર અને ગ્રાફિક્સ સાથે સંપૂર્ણપણે નવો લૂક ગ્રાઝિયાને રોડ પર વધારે આકર્ષક બનાવે છે. તેજ હેડલેમ્પ અને પોઝિશન લેમ્પ આગળથી એને સ્ટાઇલ અને ટેકનોલોજીનો ઉચિત સમન્વય પ્રદાન કરે છે. એના ટ્રેન્ડ યુવાન ગ્રાહકોની યુવાનીનો પડઘો પાડતી એની સંપૂર્ણપણે નવી રેસિંગ સ્ટ્રિપ અને રેડ-બ્લેક કલરનું રિઅર સસ્પેન્શન એના આકર્ષક લૂકમાં વધારો કરે છે. ગ્રાઝિયાનો નવો લોગો સ્પોર્ટીનેસ અને સ્ટાઇલિશ ઇમેજમાં વધારો કરે છે. વળી કલર ફ્રન્ટ-આર્ક અને રિઅર ગ્રેબ રેલનો સમન્વય ગ્રાઝિયાના ટ્રેન્ડી લૂકમાં વધારો કરે છે.
ગ્રાઝિયાએ એની અત્યાધુનિક ટેકનોલોજી અને ઇનોવેશન સાથે રાઇડર વચ્ચે રોમાંચ પેદા કર્યો છે. ગ્રાઝિયાનું હાર્દ BSVI 125cc PGM-FI HET (હોન્ડા ઇકો ટેકનોલોજી) એન્જિન છે, જે એન્હાન્સ્ડ સ્માર્ટ પાવર (eSP) ધરાવે છે. એમાં આઇડલિંગ સ્ટોપ સિસ્ટમ અને એન્જિન- કટ ઓફ સાથે સાઇડ સ્ટેન્ડ ઇન્ડિકેટર વધારો કરે છે.
રાઇડરને આકર્ષક સુવિધા આપતી ખાસિયતોમાં ઇન્ટિગ્રેટેડ પાસ સ્વિચ, બહાર ફ્યુઅલ લિડ અને નવી ડિઝાઇન ધરાવતું ગ્લોવ બોક્ષ વગેરે સામેલ છે. સંવર્ધિત ગ્રાઉન્ડ ક્લીઅરન્સ (+16mm) સાથે ટેલીસ્કોપિક સસ્પેન્શન રફ રોડ પર સરળ રાઇડિંગ સુનિશ્ચિત કરે છે. નવા સ્પ્લ્ટિ LED પોઝિશન લેમ્પ, ચિસલ્ડ ટેઇલ લેમ્પ, જેટ પ્રેરિત રિઅર વિન્કર્સ, સ્પ્લ્ટિ ગ્રેબ રેલ અને પ્રીમિયમ બ્લેક એલોય વ્હીલ્સ પણ સ્ટાઇલમાં વધારો કરે છે. મલ્ટિ-ફંક્શન સ્વિચ સાથે સંપૂર્ણપણે ડિજિટલ મીટર ગ્રાઝિયાની સ્પોર્ટ્સ એડિશનને અદ્ભૂત અને જિનિયસ બનાવે છે!
નવી ગ્રાઝિયા સ્પોર્ટ્સ એડિશન બે કલરમાં છે – પર્લ નાઇટ સ્ટાર અને સ્પોર્ટ્સ રેડ. એની કિંમત રૂ. 82,564 (એક્સ-શોરૂમ ગુરુગ્રામ, હરિયાણા) છે. ગ્રાઝિયા સ્પોર્ટ્સ એડિશન ભારતમાં હોન્ડાની ટૂ વ્હીલર ડિલરશિપ્સમાં ઉપલબ્ધ થશે.