હોન્ડાએ સપ્ટેમ્બર મહિનામાં 4.82 લાખ ટુ-વ્હીલરનું વેચાણ કર્યું
ગુરુગ્રામ, હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સપ્ટેમ્બર, 2021 માટે એના વેચાણના આંકડાઓની જાહેરાત કરી હતી. હોન્ડાનું કુલ વેચાણ 482,756 યુનિટ થયું હતું, જેમાં સ્થાનિક વેચાણ 463,679 યુનિટ અને 19,077 યુનિટની નિકાસ સામેલ હતી.
ગ્રાહકોના સેન્ટિમેન્ટમાં વધારા સાથે વિવિધ નવા મોડલ લોંચ થતા બજારનું સેન્ટિમેન્ટ વધવાથી હોન્ડાનું સ્થાનિક વેચાણ ગયા મહિનાની સરખામણીમાં 12 ટકા વધ્યું હતું, જે ઓગસ્ટ, 2021માં 430,683 યુનિટ (સ્થાનિક વેચાણ 401,469 યુનિટ અને 29,214 યુનિટની નિકાસ) હતું.
આ મહિનાના વેચાણના આંકડા પર હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સેલ્સ એન્ડ માર્કેટિંગના ડાયરેક્ટર શ્રી યાદવિન્દર સિંહ ગુલેરિયાએ કહ્યું હતું કે,“અમે ગ્રાહક પૂછપરછમાં વધારા સાથે એક પછી એક મહિનામાં વેચાણમાં વધારો જોઈ રહ્યાં છીએ. આગામી થોડા મહિનાઓ વર્ષમાં આતુરતાપૂર્વક રાહ જોવાતા તહેવારની સિઝન આવી રહી હોવાથી અંદાજિત વૃદ્ધઇમાં નિર્ણાયક બની રહેશે. સમગ્ર ભારતમાં અમારું નેટવર્ક સજ્જ છે અને તેમના મનપસંદ હોન્ડા 2વ્હીલર્સ સાથે ગ્રાહકોને ખુશ કરવા તૈયાર છે.”
· વ્યવસાયિક સીમાચિહ્નઃ ભારતમાં કામગીરીના 21માં વર્ષમાં હોન્ડા 2વ્હીલર્સ ઇન્ડિયાએ બિહારમાં એના ગ્રાહકોની સંખ્યામાં વધારો કર્યો છે. અત્યારે કંપની રાજ્યમાં 10 લાખથી વધારે પરિવારોની પ્રથમ પસંદગી બની ગઈ છે.
· હોન્ડા બિગવિંગ વર્ચ્યુઅલ શોરૂમ શરૂ થયાઃ ગ્રાહકો સાથે પોતાના ડિજિટલ જોડાણમાં વધારો કરવામાં સલામતીને પ્રાથમિકતા આપીને હોન્ડા 2વ્હીલર્સ ઇન્ડિયાએ હોન્ડા વર્ચ્યુઅલ શોરૂમ શરૂ કર્યા હતા. નોંધપાત્ર બાબત એ છે કે, ડિજિટલ શોરૂમ ઇન્ડિયન પ્રીમિયમ મોટરસાયકલ કેટેગરીમાં સૌપ્રથમ છે.
· કોવિડ-19 રસીકરણ અભિયાનઃ મહામારીના સમયમાં સ્થાનિક સમુદાયોને ટેકો આપીને ભારતમાં હોન્ડા ગ્રૂપની તમામ કંપનીઓની સીએસઆર સંસ્થા હોન્ડા ઇન્ડિયા ફાઉન્ડેશને 2-દિવસનો હેલ્થ ચેક-અપ કેમ્પ અને સામુદાયિક રસીકરણ અભિયાનનું આયોજન કર્યું હતું તેમજ 2,100થી વધારે દર્દીઓને સફળતાપૂર્વક હેલ્થકેર અને સપોર્ટ આપ્યો હતો.
· નવી પ્રોડક્ટની ડિલિવરીની શરૂઆતઃ 180થી 200 સીસીના સેગમેન્ટમાં પરિવર્તન લાવવાના ઉદ્દેશ સાથે એચએમએસઆઈએ એની રેડ વિંગ ડિલરશિપ દ્વારા સમગ્ર દેશમાં સંપૂર્ણપણે નવા CB200Xની ડિલિવરીની શરૂઆત કરી હતી.
· કર્ણાટકમાં 100મા આફ્રિકા ટ્વિનની ડિલિવરીઃ રોમાંચક સફરના શોખીનોમાં વધુ રોમાંચ લાવીને હોન્ડા 2વ્હીલર્સ ઇન્ડિયાએ કર્ણાટક રાજ્યમાં 100મા આફ્રિકા ટ્વિનની ડિલિવરી કરી હતી. ભારતના એના લોંચ સાથે આફ્રિકા ટ્વિનના 310થી વધારે યુનિટનું વેચાણ સમગ્ર ભારતમાં થયું છે.
· માર્ગ સલામતીઃ તમામ માટે સલામત માર્ગોનું નિર્માણ કરવાની કટિબદ્ધતા સાથે હોન્ડા 2વ્હીલર્સ ઇન્ડિયાએ વિઝાગ અને વિજયવાડામાં ટ્રાફિક વિભાગ સાથે જોડાણ કર્યું છે તથા ટ્રાફિક ટ્રેનિંગ પાર્કની પ્રથમ અને બીજી વર્ષગાંઠની ઉજવણી કરી હતી.
મોટો જીપી–રેપ્સોલ હોન્ડાના રાઇડર માર્ક માર્કીઝે 13મા રાઉન્ડમાં બીજું સ્થાન મેળવીને શ્રેષ્ઠ દેખાવ કરીને પોડિયમમાં સ્થાન મેળવ્યું હતું. ટીમના સાથીદાર પોલ એસ્પાર્ગરોએ 13મું સ્થાન મેળવ્યું હતું. 14મા રાઉન્ડમાં ટીમે ટોપ 10માં બીજું સ્થાન મેળવ્યું હતું. માર્ક માર્કીઝે ફરી ચમકીને ચોથું સ્થાન મેળવ્યું હતું તો એસ્પાર્ગરોએ સાતમું સ્થાન મેળવ્યું હતું.
આઇએનએમઆરસી-ઇડેમિત્સુ હોન્ડા એસકે69 રેસિંગ ટીમે પીએસ165સીસી ક્લાસમાં પોડિયમમાં બીજું સ્થાન મેળવીને 2021 આઇએનએમઆરસીનો બીજો રાઉન્ડ પૂર્ણ કર્યો હતો. બીજી તરફ, યુવાન રાઇડર કેવિન ક્વિન્ટલ અને પ્રકાશ કામતે અનુક્રમે ઇડેમિત્સુ હોન્ડા ટેલેન્ટ કપ એનએસએફ250આર અને સીબીઆર150આર ક્લાસમાં એક પછી એક વિજય મેળવ્યાં હતાં. કેવિન કન્નને હોન્ડા હોર્નેટ 2.0 વન મેક રેસમાં બંને રેસમાં રેસટ્રેક પર વિજય મેળવ્યો હતો.