હોન્ડાનાં રોડ સેફ્ટીનાં સૌથી મોટાં કાર્યક્રમમાં ગાંધીનગરમાં કોલેજિયન વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યાં
- હોન્ડાનું નેશનલ રોડ સેફ્ટી અવેરનેસ અભિયાન ગાંધીનગરમાં પરત ફર્યું
- ગાંધીનગરમાં 2,400થી વધારે પુખ્તોને હોન્ડા સાથે રોડ સેફ્ટીનાં મહત્ત્વ અંગે જાણકારી આપવામાં આવી
ગાંધીનગર, 31 મે, 2019: ભવિષ્યનાં ભારતને સુરક્ષિત બનાવવા રોડ સેફ્ટી અંગે જાગૃતિ લાવવાની શરૂઆત યુવા પેઢીથી થવી જોઈએ એવી દ્રઢ માન્યતા સાથે હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (એચએમએસઆઈ)એ ગાંધીનગરમાં એની રોડ સેફ્ટી જાગૃતિ અભિયાનનું આયોજન કર્યું હતું. હોન્ડાએ ગાંધીનગરમાં ગવર્મેન્ટ આઇટીઆઇ કોલેજ અને આંબેડકર કોલેજ ઓફ નર્સિંગમાં નેશનલ રોડ સેફ્ટી અવેરનેસ કેમ્પનું આયોજન કર્યું હતું. એમાં 2,400થી વધારે પુખ્તોને રોડ સેફ્ટીનાં મહત્ત્વ વિશે જાણકારી આપવામાં આવી હતી, પછી એ નવા કે ભવિષ્યનાં ટૂ-વ્હીલર રાઇડર હોય કે રાહદારીઓ હોય.
હોન્ડા 2 વ્હીલર્સ ઇન્ડિયાએ રાષ્ટ્રીય સ્તરે જાન્યુઆરી, 2019માં કોલેજનાં યુવાન વિદ્યાર્થીઓ માટે અત્યાર સુધીનો સૌથી મોટો નેશનલ રોડ સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામ શરૂ કર્યો હતો. દર મહિને હોન્ડા ભારતની 10 કોલેજોમાં 15,000થી વધારે યુવાન વિદ્યાર્થીઓને રોડ સેફ્ટીનું મહત્ત્વ સમજાવે છે. હોન્ડાની આ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) પહેલમાં 33 શહેરોનાં 76,000થી વધારે વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યાં છે.
હોન્ડા શા માટે રોડ સેફ્ટીની જાગૃતિ લાવવા માટે કોલેજનાં વિદ્યાર્થીઓ સુધી પહોંચે છે અને એની જરૂરિયાત શું છે એ વિશે હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનાં બ્રાન્ડ એન્ડ કમ્યુનિકેશનનાં વાઇસ પ્રેસિડન્ટ શ્રી પ્રભુ નાગરાજે કહ્યું હતું કે, “હોન્ડાની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીનો મુખ્ય આધારસ્તંભ રોડ સેફ્ટી છે. આજનાં વિદ્યાર્થીઓ હાલનાં રોડ યુઝર્સ હોવાની સાથે ભવિષ્યનાં ટૂ-વ્હીલર રાઇડર્સ પણ છે. કોલેજનાં વિદ્યાર્થીઓ માટે હોન્ડાનાં નેશનલ રોડ સેફ્ટી અવેરનેસ અભિયાનનો ઉદ્દેશ શરૂઆતથી જ રોડ સેફ્ટી અંગે જાગૃતિ લાવવાનો છે, જેથી ભારતીય માર્ગો પર સલામતી સુનિશ્ચિત કરી શકાય. અમને ખુશી છે કે, આ કેમ્પમાં ગાંધીનગરનાંથી વધારે કોલેજિયન વિદ્યાર્થીઓ જોડાયાં હતાં અને હોન્ડા સાથે #TheSafetyPromise લીધી હતી. જવાબદાર કોર્પોરેટ તરીકે હોન્ડા આ પહેલ ભારતનાં અન્ય શહેરોમાં લઈ જશે.”
ટૂ-વ્હીલર્સનું વેચાણ કરવાની સાથે સાથે હોન્ડા દરેક માટે સલામતી સુનિશ્ચિત કરવામાં માને છે અને એની જવાબદારી હાલનાં ટૂ-વ્હીલર્સ રાઇડર જ નથી, પણ રોડ યુઝર્સ પણ છે – પછી એ પાછળ બેસીને સવારી કરનાર નાગરિક હોય, પેસેન્જર્સ હોય કે તમામ વયનાં પગચાલકો હોય. ગાંધીનગરનાં યુવાનો વચ્ચે રોડ સેફ્ટીનો સંદેશ ફેલાવવા હોન્ડાએ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું:
- વૈજ્ઞાનિક પદ્ધતિ આધારિત લર્નિંગ મોડ્યુલઃ હોન્ડાનાં કુશળ ઇન્સ્ટ્રક્ટર્સે માર્ગનાં નિયમો, ટ્રાફિકનાં સંકેતો તથા સવારી કરવાની ઉચિત રીત વગેરે જેવી સવારીની સલામત રીતભાત પર વિદ્યાર્થીઓ માટે થિયરી સેશનનું આયોજન કર્યું હતું.
- ઇન્ટરેક્ટિવ વર્ચ્યુઅલ લર્નિંગઃ નવા કે ભવિષ્યનાં સંભવિત ચાલકો અને કોલેજનાં ઘણાં વિદ્યાર્થીઓ સાથે હોન્ડાએ વાસ્તવમાં સવારી કરતાં અગાઉ માર્ગો પર વિદ્યાર્થીઓની જોખમનો અંદાજ મેળવવાની ક્ષમતામાં વધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. વિદ્યાર્થીઓએ હોન્ડાનાં વર્ચ્યુઅલ રાઇડિંગ સિમ્યુલેટર પર માર્ગ પર 100થી વધારે સંભવિત જોખમોનો અનુભવ કર્યો હતો.
- હાલનાં ચાલકોની કુશળતામાં વધારોઃ હાલનાં ચાલક વિદ્યાર્થીઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું તથા ધીમે ધીમે ચલાવવાની એક્ટિવિટી અને સાંકડા પટ્ટા પર રાઇડિંગમારફતે તેમની ચાલન કુશળતા વધારવામાં આવી હતી.
- મહિલા વિદ્યાર્થીઓ સ્વતંત્ર રાઇડર બનીઃ હોન્ડાનાં સેફ્ટી ઇન્સ્ટ્રક્ટર્સે મહિલા વિદ્યાર્થીઓને તેમનાં માટે ખાસ તૈયાર કરેલા ડ્રીમ રાઇડિંગ પ્રોગ્રામ અંતર્ગત ફક્ત 4 કલાકમાં ટૂ-વ્હીલરની સ્વતંત્રપણે સવારી કરવા સક્ષમ બનાવી હતી.
- ગમ્મત સાથે જ્ઞાનઃ યુવા વિદ્યાર્થીઓ માર્ગ સલામતી વિશે વધારે જાણકારી મેળવી શકે એ સુનિશ્ચિત કરવા હોન્ડાએ રોડ સેફ્ટી ગેમ્સ અને રોજિંદા ધોરણએ ક્વિઝ જેવી એજ્યુકેશનલ એક્ટિવિટી પણ હાથ ધરી હતી.
હોન્ડાની માર્ગ સલામતી માટેની સીએસઆર પ્રતિબદ્ધતા:
હોન્ડા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે માર્ગ સલામતી સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે. ભારતમાં પણ હોન્ડા વર્ષ 2001થી માર્ગ સલામતીને પ્રોત્સાહન આપે છે અને 26 લાખથી વધારે ભારતીયો સુધી માર્ગ સલામતીનો સંદેશ પહોંચાડ્યો છે. પોતાની સીએસઆર પ્રતિબદ્ધતા અંતર્ગત હોન્ડાની સલામત સવારી અને તાલીમ કાર્યક્રમો દરરોજ ભારતમાં એનાં 13 ટ્રાફિક પાર્ક (દિલ્હીમાં 2, જયપુર, ચંદીગઢ, ભુવનેશ્વર, કટક, યેવલા, હૈદરાબાદ, ચેન્નાઈ, લુધિયાણા, કોઇમ્બતૂર, કરનાલ અને થાણેમાં એક-એક)માં યોજાયાં છે.