Western Times News

Gujarati News

હોન્ડાના પેરેલલ ટ્વિન કોમ્પેક્ટ એડવેન્ચર્ર CB500X માટે બુકિંગ શરૂ થયું

નવી દિલ્હી, ભારતમાં ઝડપથી વધતા રોમાંચક સવારીના કલ્ચરને આગળ વધારીને હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે ફરી એક વાર એની લેટેસ્ટ ઓફર હોન્ડા CB500X સાથે એડવેન્ચરપ્રેમીઓને નવી ભેટ ધરી છે. હોન્ડાનું આ પેરેલેલ ટ્વિન કોમ્પેક્ટ એડવેન્ચર ભારતીય બજારમાં CKD* રુટ મારફતે એનો માર્ગ આગળ વધારશે (*કમ્પ્લેટલી નોક્ડ ડાઉન)

CB500X પર અને પ્રીમિયમ મોટરસાયકલ બિઝનેસ પર હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર, પ્રેસિડન્ટ અને સીઇઓ શ્રી આત્સુશી ઓગાતાએ કહ્યું હતું કે, “હોન્ડા ભારતમાં એના રોમાંચક સવારીને આગળ વધારવાના વચનને પૂર્ણ કરી રહી છે. આજે અમને અમારી પ્રીમિયમ લાઇન અપમાં સૌથી વધુ આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી એ CB500X પ્રસ્તુત કરવાની ખુશી છે. શહેરના રફ પરોડ હોય, ખુલ્લો હાઇવે હોય કે અંતરિયાળ માર્ગ હોય, CB500X યાદગાર સફર માટે તમને હંમેશા સાથ આપવા સજ્જ છે.”

આજથી CB500X માટે બુકિંગ્સની શરૂઆત કરવાની જાહેરાત કરતા હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સેલ્સ એન્ડ માર્કેટિંગના ડાયરેક્ટર શ્રી યાદવિન્દર સિંહ ગુલેરિયાએ કહ્યું હતું કે, “ભારતમાં રોમાંચક સવારીના જુસ્સાથી પ્રેરિત અને મિડ-સાઇઝ પ્રીમિયમ મોટરસાયકલ સેગમેન્ટમાં અમારી ઓફરને વધારે મજબૂત કરીને CB500X એડવેન્ચરપ્રેમનીઓને આકર્ષશે,

જેઓ નવા અને અસાધારણ માર્ગો પર સવારી કરવામાં માને છે. આ મશીન શહેરી સવારી અને સતત નવા માર્ગો પર અગ્રેસર થવા સાથીદાર બનશે. સમાતંર ટ્વિન-સીલિન્ડર એન્જિન પાવરની સરળ સુલભતા પૂરી પડશે અને પુષ્કળ ટોર્ક પ્રદાન કરશે. મજબૂત એડવેન્ચર સ્ટાઇલિંગ, લોંગ-ટ્રાવેલ સસ્પેન્શ, ઊંચી વિન્ડસ્ક્રીન વગેરે સાથે CB500X તમને વિશિષ્ટ સવારી કરવા પ્રેરિત કરે છે.”

કંપનીના આઇકોનિક આફ્રિકા ટ્વિનની સ્ટાઇલથી પ્રેરિત નવા CB500Xમાં આક્રમકતા સાથે મજબૂતીનો સમન્વય થયો છે.

ફૂલ LED લાઇટિંગ – હેડલેમ્પ અને ટેઇલ લેમ્પ બંને રાઇડર માટે સતત પ્રકાશ સુનિશ્ચિત કરે છે. કોમ્પેક્ટ સિગ્નલ ઇન્ડિકેટર્સ અને ક્લીઅર સ્ક્રીન ટેઇલ લેમ્પ CB500Xને સ્પોર્ટી લૂક આપે છે.

એની ડાયમન્ડ-આકારની સ્ટીલ-ટ્યુબ મેઇન-ફ્રેમ ચાર માઉન્ટ સાથે એન્જિન સાથે જોડાયેલી છે, જેના પરિણામે શ્રેષ્ઠ રાઇડિંગ, સવારી માટે મજબૂત પાયો અને 181એમએમનું ગ્રાઉન્ડ ક્લીઅરન્સ મળે છે. CB500X ગુરુત્વકેન્દ્રની નજીક ભારે ભાગને અને સ્વિંગ આર્મ પાઇવટ પોઇન્ટની નજીક સ્થાન આપીને રાઇડરને સંપૂર્ણ નિયંત્રણ આપે છે. આ તમામ સુવિધાઓ સવારી સમયે જબરદસ્ત સંતુલન પૂરું પાડે છે.

લોંગ-સ્ટ્રોક 41એમએમ ફ્રન્ટ સસ્પેન્શન મોટરસાયકલના રાઇડિંગ ડાયનેમિક્સ વધારે છે, જેથી રાઇડરને સવારીનો શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરે છે.

હોન્ડા પ્રો-લિન્ક રિઅર સસ્પેન્શન 9-સ્ટેજ પ્રીલોડ એડજસ્ટમેન્ટ સાથે અસમાન રોડ પર સુવિધાજનક સવારી પ્રદાન કરશે. શોક એબ્સોર્બરની સુવિધા મોટા-વ્યાસ ઇન્ટર્નલ્સ ધરાવે છે, જે સરળ અને અસરકારક સવારી પ્રદાન કરે છે. ઊંચી વિન્ડસ્ક્રીન દ્વારા સ્ટાઇલમાં પવનને સંતુલિત રીતે ઝીલે છે, જે તમને સર્વોચ્ચ સુરક્ષા અને સવારીની જબરદસ્ત ક્ષમતા પ્રદાન કરે છે.

દરેક પ્રકારના વિસ્તારમાં CB500Xને આદર્શ સાથીદાર બનાવે છે – એના ઓછું વજન ધરાવતા મલ્ટિ-સ્પોક કાસ્ટ-એલ્યુમિનિયમ વ્હિલ્સ (19-ઇંચના આગળ અને 17-ઇંચના પાછળના વ્હીલ). CB500X સીટ ખુલ્લી, મુક્ત રાઇડિંગ પોઝિશન પૂરી પાડશે, જે ટૂરિંગ અને દરરોજ અવરજવર કરવા માટે પરફેક્ટ છે. સાંકડા સીટ શોલ્ડર્સ દ્વારા ટ્રાફિક લાઇટ્સ કે પાર્કિંગ લોટ્સમાં ઊભા રહો તથા સીટની 830એમએમની હાઇટ પગને જમીન સુધી પહોંચવાનું સરળ બનાવે છે.

CB500X સ્માર્ટ ઇએસએસ (ઇમરજન્સી સ્ટોપ સિગ્નલ) ટેકનોલોજી ધરાવે છે, જે એકાએક બ્રેકિંગને ઓળખે છે તથા આગળ અને પાછળની હેઝાર્ડ લાઇટ સાથે ઓટોમેટિક એક્ટિવેટ થાય છે, જે નજીકના વાહનોને ચેતવણી આપે છે.

CB500Xની અન્ય એક ખાસિયત હોન્ડા ઇગ્નિશન સીક્યોરિટી સિસ્ટમ (એચઆઇએસએસ) છે, જે ચોરી સામે રક્ષણ આપે છે, હેન્ડલબાર લોકના માળખાને મજબૂત કરે છે તથા મુખ્ય સિલિન્ડરને ક્ષમતા પ્રદાન કરે છે, જે રાઇડરને માનસિક શાંતિ આપે છે.

નેગેટિવ ડિસ્પ્લે LCD મીટર સારી વિઝિબિલિટ પ્રદાન કરે છે. ગીઅર પોઝિશન ઇન્ડિકેટર, એન્જિન ટેમ્પરેચર ઇન્ડિકેટર, એબીએસ ઇન્ડિકેટર જેવી અદ્યતન જાણકારી રાઇડરને કોઈપણ સ્થિતિ વિશે અપડેટ રાખે છે.

CB500X ડ્યુઅલ ચેનલ એબીએસ ધરાવે છે, જે ઇમરજન્સીમાં કે સ્લીપ થવાય એવા રોડ પર બ્રેક લગાવો ત્યારે જબરદસ્ત આત્મવિશ્વાસ આપે છે. આગળ 310 એમએમ અને પાછળ 240 એમએમની ડ્રિલ્ડ પેટલ-સ્ટાઇલ ડિસ્ક બ્રેક સવારીની વિવિધ સ્થિતિ પર અસરકારક બ્રેકિંગ નિયંત્રણ જાળવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.