હોન્ડા કાર્સએ તદ્દન નવી ફીફ્થ જનરેશન હોન્ડા સિટી જૂલાઈમાં લોન્ચ કરશે
ભારતમાં પ્રીમિયમ કાર્યનું ઉત્પાદન કરનાર અગ્રણી કાર ઉત્પાદક હોન્ડા કાર્સ ઇન્ડિયા લિ. (એચસીઆઇએલ)એ આજે તેની તદ્દન નવી ફીફ્થ જનરેશન હોન્ડા સિટીની વિગતો જાહેર કરી હતી, જેનું લૉન્ચ આગામી જુલાઈ 2020માં થવાનું છે. હોન્ડા સિટી એ દેશમાં સૌથી લોકપ્રિય સીડાન્સ પૈકીની એક છે અને વર્ષ 1998માં ફર્સ્ટ જનરેશન હોન્ડા સિટીના લૉન્ચની સાથે કંપની ભારતીય માર્કેટમાં પ્રવેશી છે ત્યારથી તે હોન્ડા બ્રાન્ડનો પર્યાય બની રહી છે.
સ્ટાઇલિંગથી માંડીને કાર્યદેખાવ, જગ્યા, આરામદાયકતા, કનેક્ટિવિટી અને સલામતી સુધી ફીફ્થ જનરેશનની હોન્ડા સિટી તેની દરેક વિગતમાં વર્ચસ્વનું પ્રતીક છે. ઇન્ડસ્ટ્રીમાં પહેલવહેલાં પગલાં તરીકે અને સ્માર્ટ ડીવાઇઝ ઇકોસિસ્ટમના વધતાં જઈ રહેલા ઉપયોગના વલણને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી આ હોન્ડા સિટી એલેક્ઝા રીમોટની ક્ષમતા ધરાવતી ભારતની પ્રથમ કનેક્ટેડ કાર છે,
જેની મદદથી ગ્રાહકો ઘરેથી આરામદાયક રીતે તેમની કાર સાથે સરળતાથી ક્રિયાપ્રતિક્રિયા કરી શકશે. આ નવી હોન્ડા સિટી સેગમેન્ટમાં પહેલવહેલી વખત રજૂ કરવામાં આવેલી અનેક વિશેષતાઓ પણ ધરાવે છે, જેમ કે, સંપૂર્ણ એલઇડી હેડલેમ્પ્સ, ઝેડ- આકારનો રૅપ-એરાઉન્ડ એલઇડી ટેઇલ લેમ્પ, જી-મીટરની સાથે 17.7 સેમીનું એચડી સંપૂર્ણ રંગીન ટીએફટી મીટર, લેનવૉચ કેમેરા, એજાઇલ હેન્ડલિંગ આસિસ્ટ (એએચએ)ની સાથે વ્હિકલ સ્ટેબિલિટી આસિસ્ટ (વીએસએ) અને બીજું ઘણું બધું. આ સોફેસ્ટિકેટેડ વિશેષતાઓની સાથે જ તે ભારતમાં મધ્યમ કદની સીડાનના સેગમેન્ટમાં ક્રાંતિ લાવશે.
‘મહત્વાકાંક્ષી સીડાન’ એ ફીફ્થ જનરેશનની હોન્ડા સિટીની ભવ્ય વિભાવના છે અને આ મોડલનો ઉદ્દેશ્ય તેના ગ્રાહકોની મહત્વાકાંક્ષાઓને પૂરક બનવાનો તથા તેમના જીવનને ઉન્નત બનાવવા તેમને આત્મવિશ્વાસની દ્રઢ ભાવના પૂરી પાડવાનો છે.
નવી હોન્ડા સિટી બીએસ-6ને અનુરૂપ પેટ્રોલ અને ડીઝલ પાવરટ્રેઇન્સમાં આવે છે. વીટીસી (વેરિયેબલ વાલ્વ ટાઇમિંગ કન્ટ્રોલ) ધરાવતું આ નવું રજૂ કરવામાં આવેલું 1.5 લિ. આઇ-વીટીઇસી ડીઓએચસી પેટ્રોલ એન્જિન તમામ 6 નવા સ્પીડ મેન્યૂઅલ ટ્રાન્સમિશન અને નવા 7 સ્પીડ સીવીટી (કન્ટિન્યૂઅસ વેરિયેબલ ટ્રાન્સમિશન) ધરાવે છે. તે ઇંધણની ઉચ્ચ કાર્યક્ષમતા (એમટી – 17.8 કેએમપીએલ, સીવીટી – 18.4 કેએમપીએલ), ઓછું ઉત્સર્જન અને ડ્રાઇવિંગનો જોશીલો કાર્યદેખાવ જેવી ખાસિયતો ધરાવે છે; જ્યારે રીફાઇન્ડ 1.5 લિ. આઇ-ડીટીઇસી ડીઝલ એન્જિન 6 સ્પીડ મેન્યૂઅલ ટ્રાન્સમિશનની સાથે આવે છે, જે બીએસ6ના નિયમોનું ચુસ્તપણે પાલન કરતું હોવા છતાં દમદાર પર્ફોમન્સનું શ્રેષ્ઠ સંતુલન અને ઇંધણની ઉચ્ચ કાર્યક્ષમતા (24.1 કેએમપીએલ) પૂરાં પાડે છે.
તેની બાહ્ય રચના સામાન્ય રીતે તેના ક્લાસની કારમાં જોવા મળતી જગ્યાથી વિશેષ જગ્યા ધરાવતી કેબિનની સાથે સ્પોર્ટીનેસ અને લાવણ્યનું એક અદભૂત સંયોજન છે. આ તદ્દન નવી હોન્ડા સિટી તેના સેગમેન્ટમાં સૌથી લાંબી (4549 મિમી) અને સૌથી પહોળી (1748 મિમી) સીડાન છે. આ કારનું નિર્માણ આસીયાન એન-કૅપ 5 સ્ટાર રેટિંગને સમકક્ષ બૉડીની સાથે તેના ગ્રાહકોની સર્વોચ્ચ સલામતી સુનિશ્ચિત કરવા માટે થયું છે.
આ તદ્દન નવી હોન્ડા સિટી હોન્ડાની સલામતી સંબંધિત એક્ટિવ અને પેસિવ ટેકનોલોજીની અનેકવિધ વિશેષતાઓ ધરાવે છે, જેમાં અલ્ટ્રા હાઈ ટેન્સિલ સ્ટ્રેન્થ સ્ટીલ ફ્રેમ ધરાવતી એડવાન્સ્ડ કમ્પેટિબિલિટી એન્જિનિયરિંગ™ (એસીઈ™) બૉડી, 6 એરબેગ ધરાવતી સિસ્ટમ, એજાઇલ હેન્ડલિંગ આસિસ્ટ (એએચએ)ની સાથે વ્હિકલ સ્ટેબિલિટી આસિસ્ટ (વીએસએ), હિલ સ્ટાર્ટ આસિસ્ટ (એચએસએ), હોન્ડા લેનવૉચ™ કેમેરા, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ –
ડીફ્લેશન વૉર્નિંગ સિસ્ટમ, ઇમર્જન્સી સ્ટોપ સિગ્લન, ઇલેક્ટ્રોનિક બ્રેક ડિસ્ટ્રિબ્યુશન (ઇબીડી) તથા બ્રેક આસિસ્ટ (બીએ)ની સાથે એન્ટિ-લૉક બ્રેકિંગ સિસ્ટમ (એબીએસ), મલ્ટી-એન્ગલ રીયર કેમેરા, હેડલાઇટ ઇન્ટીગ્રેશનની સાથે વેરિયેબલ ઇન્ટરમિટેન્ટ વાઇપર, પેડેસ્ટ્રીયન ઇન્જરી મિટિગેશન ટેકનોલોજી, નેક-ઇમ્પેક્ટ ઇન્જરી મિટિગેશન ફ્રન્ટ સીટ હેડ રીસ્ટ્રેન્ટ્સ અને બીજી ઘણી બધી વિશેષતાઓનો સમાવેશ થાય છે.