Western Times News

Gujarati News

હોન્ડા પ્રીમિયમ મોટરસાયકલ બિગવિગ માટે મોટી યોજનાની જાહેરાત કરી

 મિલાન, નવા પ્રીમિયમ બિગ બાઇક બિઝનેસ વર્ટિકલ ની સ્થાપનાનાં ફક્ત 6 મહિનામાં હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે આજે ભારતમાં ફન બાઇકિંગ ઉત્સાહીઓ માટે એની આગામી રોમાંચક અને આક્રમક વૃદ્ધિ યોજના વહેંચી હતી.

હોન્ડાનાં ફન બાઇકિંગ ફોકસનું વર્ણન કરતાં હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનાં સેલ્સ એન્ડ માર્કેટિંગનાં વાઇસ પ્રેસિડન્ટ શ્રી યાદવિન્દર સિંહ ગુલેરિયાએ કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે હોન્ડા મનોરંજન સવારીનો મજબૂત વારસો ધરાવે છે – પછી એ શહેરી રાઇડિંગ હોય, સુપર-સ્પોર્ટ રેસિંગ હોય, લક્ઝુરકિયસ ટૂરિંગ હોય કે ઓફ-રોડિંગ હોય. એપ્રિલ, 2019થી શરૂ કરીને હોન્ડા એનાં પ્રીમિયમ બાઇક બિઝનેસને સિલ્વર વિંગ-માર્ક બ્રાન્ડેડ તરીકે રજૂ કરશે.

હોન્ડાએ નવી બીએસ-VI યુગમાં એનાં પ્રીમિયમ બિઝનેસ વર્ટિકલનાં ફેઝ 2માં પ્રવેશ કરશે. ગ્રાહકો 13 આઇકોનિક ગ્લોબલ મોડલ સાથે બમણાં મનોરંજનની અપેક્ષા રાખી શકે છે, જેમાં પાંચ સંપૂર્ણપણે નવા મોડલ સામેલ છે. એને 75 શહેરોમાં સેલ્સ અને સર્વિસ માટે એક્સક્લૂઝિવ નેટવર્કનું સમર્થન મળશે.

રેસિંગ, એડવેન્ચર અને રોડસ્ટર્સની દુનિયામાંથી શ્રેષ્ઠ પ્રદાન કરવા કટિબદ્ધ હોન્ડાએ ઇઆઇસીએમએ 2019માં 2020 યુરોપિયન લાઇન અપ રજૂ કરી હતી, જેમાં કુલ 3 પ્રોડક્ટ ટૂંક સમયમાં ભારતમાં આવશે.

CBR1000RR-R ફાયરબ્લેડ અને CBR1000RR-R ફાયરબ્લેડ SP વર્ષ 2020 માટે હોન્ડાએ ફાયરબ્લેડનાં ઉત્કૃષ્ટ ઇતિહાસમાં નવા મશીન સાથે નવા પ્રકરણની શરૂઆત કરશે, જે ‘બોર્ન ટૂ રેસ’ છે. આરસી213વી મોટોજીપી મશીન અને એની સ્ટ્રીટ લીગલ આરસી213વી-એસ દ્વારા પ્રેરિત 2020 CBR1000RR-R ફાયરબ્લેડ સૌથી વધુ પાવરફૂલ ઇનલાઇન ફોર-સિલિન્ડર એન્જિન સાથે સજ્જ છે, જે હોન્ડાએ સૌપ્રથમ વાર બનાવ્યું છે. CBR1000RR-R એ એસપી વેરિઅન્ટમાં પણ ઉપલબ્ધ થશે.

CRF1100L આફ્રિકા ટ્વિન એડવેન્ચર સ્પોર્ટ્સ લાઇટ, વધારે પાવરફૂલ 1100સીસી પેરેલલ ટ્વિન એન્જિન સાથે સક્ષમ – પાવર અને ટોર્ક એમ બંને વધારે ધરાવતા એન્જિન સાથે આફ્રિકા ટ્વિન લાઇટર, સાંકડી ફ્રેમ ધરાવે છે, ચપળતા અને સુવિધા એમ બંને ધરાવે છે. CRF1100L આફ્રિકા ટ્વિન એડવેન્ચર સ્પોર્ટ્સ ફાઇવ-સ્ટેજ એડજસ્ટેજબલ સ્ક્રીન સાથે લોંગ હોલ, થ્રી સ્ટેજ કોર્નરિંગ લાઇટ, ટ્યુબલેસ ટાયર્સ અને 24.8 લિટરની ટાંકી સાથે સંપૂર્ણપણે સજ્જ છે.

CB1000R –હોન્ડાનું ફ્લેગશિપ નીયો સ્પોર્ટ્સ કાફે નેકેડ મશીન – CB1000R – આધુનિક ટચ સાથે ક્લાસિક લાઇન્સનો સમન્વય ધરાવે છે તથા રોમાચંક પર્ફોર્મન્સ આપે છે. એની શરૂઆત થયા પછી અત્યાર સુધી આ મશીન કસ્ટમાઇઝેશનની વિસ્તૃત રેન્જથી પ્રેરિત છે તથા વર્ષ 2020 માટે મહત્ત્વપૂર્ણ કોસ્મેટિક પરિવર્તનો એનાં પ્રીમિયમ લૂકમાં વધારો કરે છે અને માર્ગ પર એની આકર્ષક હાજરી ઊડીને આંખે વળગે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.