હોન્ડા મોટરસાયકલે ટૂંકા ગાળામાં ભારતમાં 10,000 H’ness CB350નું વેચાણ કર્યુ
H’ness CB350નું કુલ વેચાણ 10,000 યુનિટને આંબી ગયું
ગુરુગ્રામ, હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે ભારતમાં H’ness CB350નું વેચાણ 10,000 થયું હોવાની જાહેરાત આજે કરી હતી. ગયા વર્ષે 21 ઓક્ટોબરથી ગ્રાહકોનો ડિલિવરી શરૂ કરીને હોન્ડાએ આ સીમાચિહ્ન ફક્ત 3 મહિનાના ગાળામાં હાંસલ કર્યું છે.
આ સીમાચિહ્નરૂપ સફળતા પર હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સેલ્સ એન્ડ માર્કેટિંગના ડાયરેક્ટર શ્રી યાદવિન્દર સિંહ ગુલેરિયાએ કહ્યું હતું કે, “H’ness CB350 એની આધુનિક-ક્લાસિક ડિઝાઇન, અદ્યતન ખાસિયતો, રિફાઇનમેન્ટ અને ગુણવત્તાયુક્ત નિર્માણ તેમજ એક્ઝોસ્ટની વિશિષ્ટ ગર્જના જેવા પાસાઓને કારણે લોકપ્રિય થઈ રહ્યું છે.
અમારા બિગવિંગના મર્યાદિત નેટવર્ક સાથે અમે ટૂંકા ગાળામાં 10,000 યુનિટના વેચાણના સીમાચિહ્નને સર કર્યું છે અને તમામ શહેરોમાં બેકઓર્ડર્સ પણ ધરાવીએ છીએ. અમે બ્રાન્ડ હોન્ડામાં ભરોસો અને પ્રેમ વ્યક્ત કરવા બદલ અમારા કિંમતી ગ્રાહકોનો આભાર માનીએ છીએ. અમે વેઇટિંગ ટાઇમ ઘટાડવા તથા વધુ શહેરોમાં ઝડપથી અમારું બિગવિંગ નેટવર્ક વધારવા અને અમારા ગ્રાહકોને વધુ સારી સેવા આપવા બેકેન્ડમાં પ્રયાસો કરી રહ્યાં છીએ.”
H’ness CB350: રાઇડરના હૃદયમાં વિશિષ્ટ સ્થાન
મોટરસાયકલના મિડ-સાઇઝ 350સીસી સેગમેન્ટમાં ભવ્ય પ્રવેશ કરીને હોન્ડા 2વ્હીલર્સ ઇન્ડિયાએ આંતરરાષ્ટ્રીય સ્તરે 30 સપ્ટેમ્બર, 2020ના રોજ H’ness CB350 પ્રસ્તુત કર્યું હતું. CB DNA સાથે H’ness CB350 9 નવી પેટન્ટ એપ્લિકેશન અને સેગમેન્ટમાં 5 પ્રથમ ખાસિયતો સાથે રાઇડરને રોમાંચક સવારીનો આનંદ આપવા બનાવવામાં આવ્યું છે.
વેરિઅન્ટ | DLX | DLX Pro |
કલર | પ્રેશિયસ રેડ મેટલિક | સ્પીઅર સિલ્વર મેટલિક સાથે પર્લ નાઇટ સ્ટાર બ્લેક |
પર્લ નાઇટ સ્ટાર બ્લેક | વર્ચ્યુઅસ વ્હાઇટ સાથે એથ્લેટિક બ્લૂ મેટલિક | |
મેટ્ટ માર્શલ ગ્રીન મેટલિક | મેટ્ટ મેસિવ ગ્રે મેટલિક સાથે મેટ્ટ સ્ટીલ બ્લેક મેટલિક | |
કિંમત |
રૂ. 1.86 લાખ (એક્સ-શોરૂમ, આખા ભારતમાં)
|
રૂ. 1.92લાખ (એક્સ-શોરૂમ, આખા ભારતમાં) |
H’nessCB350 માટે વિવિધ એક્સક્લૂઝિવ એક્સેસરીઝ
સંપૂર્ણ સ્ટાઇલ વધારવા અને શ્રેષ્ઠ સુંદરતા પ્રદાન કરવા માટે ખાસ ડિઝાઇન કરેલી 10 નવી વૈકલ્પિક એક્સેસરીઝ સાથે નવા H’ness CB350 પર રોમાંચક સવારીનો આનંદ લો. એમાં સાઇડ સ્ટેન્ડ કિટ, ફ્રન્ટ ફોર્ક બૂટ કિટ, સપોર્ટ પાઇપ A, સપોર્ટ પાઇપ B, બ્રાઉન સીટ સેટ, બ્લેક સીટ સેટ, ટેન્ક સેન્ટર વગેરે સામેલ છે. સ્પર્ધાત્મક કિંમતે આ એક્સસરીઝ ગુણવત્તાના શ્રેષ્ઠ ધારાધોરણોનું પાલન કરે છે અને હોન્ડાનાં પૂર્વનિર્ધારિત આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના ધારાધોરણોને પૂર્ણ કરે છે. આ એક્સેસરીઝ H’nessCB350ના બંને DLX અને DLX પ્રો વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.
ભારતમાં હોન્ડા બિગવિંગનું એક્સક્લૂઝિવ નેટવર્ક
પોતાના પ્રીમિયમ મોટરસાયકલ ગ્રાહકોને સંપૂર્ણ અનુભવ પ્રદાન કરવા હોન્ડા 2વ્હીલર્સ ઇન્ડિયા સમગ્ર ભારતમાં એના બિગવિંગ નેટવર્કમાં ઝડપથી વધારે કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, હોન્ડાની પ્રીમિયમ મોટરસાયકલ રિટેલ ફોર્મેટનું નેતૃત્વ ટોચના મેટ્રોમાં બિગવિંગ ટોપલાઇન અને અન્ય માગ ધરાવતા કેન્દ્રોમાં બિગવિંગ કરે છે. જ્યારે હોન્ડા બિગવિંગ ટોપલાઇનની ઓફર હોન્ડાના પ્રીમિયમ મોટરસાયકલની સંપૂર્ણ રેન્જ ઓફર કરે છે, જે નવા રોમાંચક H’ness CB350થી શરૂ થઈને 2020 CBR1000RR-R ફાયરબ્લેડ, 2020 CBR1000RR-R ફાયરબ્લેડ SP અને એડવેન્ચર ટૂરર 2020 આફ્રિકા ટ્વિન એડવેન્ચર સ્પોર્ટ્સ ધરાવે છે, ત્યારે બિગવિંગ ડિલાઇટ હોન્ડાના મિડ-સાઇઝ મોટરસાયકલ ચાહકોને વિવિધ ઓફર પૂરી પાડે છે.
વર્ષ 2019માં પોતાના પ્રથમ બિગવિંગનું ઉદ્ઘાટન કરનાર હોન્ડા 2વ્હીલર્સ ઇન્ડિયા અત્યારે ભારતમાં 5 બિગવિંગ ટોપલાઇન્સ (ગુરુગ્રામ, બેંગલોર, મુંબઈ, કોચિન, ઇન્દોર) અને 18 બિગવિંગ (ભિલાઈ, બરેલી, જબલપુર, સહરાનપુર, કોઇમ્બતૂર, ઇરોડ, અમદાવાદ (2), રાયપુર, જયપુર, ત્રિવેન્દ્રમ, ગાઝિયાબાદ, રાંચી, હૈદરાબાદ, લુધિયાણા, સિલિગુડી, થાણે અને વડોદરા)માં ધરાવે છે. આગામી સમયમાં માર્ચ, 2021ના અંત સુધીમાં હોન્ડા દેશભરમાં બિગવિંગ આઉટલેટની સંખ્યા વધારીને 50 કરશે.