હોન્ડા 2વ્હીલર્સના સ્થાનિક વેચાણમાં ડિસેમ્બર, 2020માં 5 ટકાનો વધારો
સતત 5મા મહિના માટે પોઝિટિવ વેચાણ અને તહેવારની ખરીદી સાથે હોન્ડા માટે ત્રીજો ત્રિમાસિક ગાળો વાર્ષિક ધોરણે 5 ટકા વૃદ્ધિ સાથે વેચાણમાં પ્રથમ પોઝિટિવ ત્રિમાસિક ગાળો બની ગયો
સકારાત્મક સાથે પૂર્ણ થયેલા અભૂતપૂર્વ વર્ષ 2020માં હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડએ આજે એના ડિસેમ્બર, 2020ના વેચાણના આંકડા જાહેર કર્યા હતા.
તહેવારની સિઝન પછી માગમાં સતત સુધારો જળવાઈ રહેવાનો સંકેત આપતા હોન્ડાના ટૂ-વ્હીલરનું ડિસેમ્બરમાં વેચાણ સતત પાંચમા મહિને વાર્ષિક ધોરણે વધ્યું હતું. વર્ષ 2020ના છેલ્લાં મહિનામાં હોન્ડાનું સ્થાનિક વેચાણ 5 ટકા વધીને 242,046 યુનિટ થયું હતું,
જે વર્ષ અગાઉ સમાન મહિનામાં 230,197 હતું. 20,981 યુનિટની નિકાસ સાથે ડિસેમ્બર, 2020માં હોન્ડાનું કુલ વેચાણ વાર્ષિક ધોરણે 3 ટકાના વધારા સાથે 263,027 યુનિટ થયું હતું, જે ડિસેમ્બર, 2019માં 255,283 યુનિટ હતું.
નોંધપાત્ર બાબત એ છે કે, નાણાકીય વર્ષ 2020-21ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં નવી આશા અને સકારાત્મકતાનો સંચાર થયો હતો. જ્યારે પ્રથમ ત્રિમાસિક ગાળામાં વ્યવસાય સ્થગિત થઈ ગયો હતો, ત્યારે બીજા ત્રિમાસિક ગાળામાં ઇકોસિસ્ટમ સ્થિર રહી હતી અને વધેલી માગને પૂર્ણ કરી હતી.
ઓક્ટોબરથી ડિસેમ્બરનો ત્રિમાસિક ગાળો હોન્ડા માટે વાર્ષિક ધોરણે સકારાત્મક વેચાણનો પ્રથમ ત્રિમાસિક ગાળો બની ગયો હતો. નાણાકીય વર્ષ 2020-21ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં હોન્ડાનું સ્થાનિક વેચાણ વાર્ષિક ધોરણે 5 ટકા વધીને 11,49,101 યુનિટ થયું હતું, જે ગયા વર્ષના સમાન ગાળામાં 10,91,299 યુનિટ હતું.
બજારના મૂડ વિશે હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનાં સેલ્સ એન્ડ માર્કેટિંગના ડાયરેક્ટર શ્રી યાદવિન્દર સિંહ ગુલેરિયાએ કહ્યું હતું કે, “ડિસેમ્બર, 2020માં સકારાત્મક રિટેલ અને હોલસેલ વેચાણ પછી અમે 2021માં નવી આશા સાથે પ્રવેશ કર્યો છે.
લાંબા સમય પછી ત્રીજો ત્રિમાસિક ગાળો પોઝિટિવ વેચાણનો પ્રથમ ત્રિમાસિક ગાળો છે. આગામી 2 ત્રિમાસિક ગાળા પણ લો બેઝ ઇફેક્ટને કારણે થોડી વૃદ્ધિ દર્શાવશે, પણ સાચી પોઝિટિવ વૃદ્ધિ અને બજારનું વિસ્તરણ થવામાં થોડો સમય લાગી શકે છે.
જોકે આપણે વર્ષ 2021 માટે સજ્જ છીએ – જે ભારતમાં હોન્ડાની કામગીરી માટે સીમાચિહ્નરૂપ 20મું વર્ષ છે. પાઇપલાઇનમાં વિવિધ બ્રાન્ડ ન્યૂ અને રોમાંચક ઓફર સાથે હોન્ડા સવારીના નવા આનંદ સાથે તમામ કેટેગરીઓના રાઇડરને ખુશ કરશે.”