હોન્ડા 2વ્હીલર્સ ઇન્ડિયાએ અમદાવાદમાં બિગવિંગનું ઉદ્ઘાટન કર્યું
અમદાવાદ, H’ness- CB350ને આંતરરાષ્ટ્રીય બજારમાં મૂકવાની સાથે મિડ-સાઇઝ મોટરસાયકલ સેગમેન્ટમાં ધમાકેદાર પ્રવેશ કર્યા પછી હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (એચએમએસઆઈ)એ આજે અમદાવાદમાં હોન્ડ બિગવિંગ (સરનામું: 4, જીએફ સોલિટેઇર કોર્પોરેટ પાર્ક, દિવ્ય ભાસ્કર નજીક, મકરબા, એસ જી રોડ, અમદાવાદ – 380051) સાથથે પ્રીમિયમ બિગ બાઇક બિઝનેસ વર્ટિકલનું ઉદ્ઘાટન કરવાની સાથે ગો રાઇડિંગના જુસ્સાને આગળ વધાર્યો હતો.
અમદાવાદમાં બિગવિંગના ઉદ્ઘાટન પર હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનાં સેલ્સ એન્ડ માર્કેટિંગના ડાયરેક્ટર શ્રી યાદવિન્દર સિંઘ ગુલેરિયાએ કહ્યું હતું કે, “સપ્ટેમ્બરમાં અમારી લેટેસ્ટ મોટરસાયકલ H’ness- CB350ને મિડ-સાઇઝ રાઇડર્સ માટે નવા રોમાંચ માટે પ્રસ્તુત કરી હતી અને એને શરૂઆતથી જ જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે.
અમારું આગામી પગલું ગ્રાહકને ખરાં અર્થમાં એના વિશિષ્ટ અને સંપૂર્ણ અનુભવને પ્રદાન કરવા હોન્ડા બિગવિંગ (હોન્ડાનું એક્સક્લૂઝિવ પ્રીમિયમ મોટરસાયકલ નેટવર્ક)નું વિસ્તરણ કરવાનું છે. આજે અમને અમદાવાદમાં બિગવિંગનું ઉદ્ઘાટન કરવાની ખુશી છે. આ નવા પ્રીમિયમ આઉટલેટ સાથે અમારો ઉદ્દેશ હોન્ડાના રોમાંચક મોટરસાયકલોને અમદાવાદમાં ગ્રાહકોની નજીક લઈ જવાનો અને પ્રીમિયમ મોટરસાયકલની અમારી મિડ-સાઇઝ રેન્જને તેમના માટે પ્રસ્તુત કરવાનો છે.”
નોંધપાત્ર બાબત એ છે કે, હોન્ડા 2વ્હીલર્સ ઇન્ડિયાએ ગયા વર્ષે ગુરગાંવમાં બિગવિંગ ટોપલાઇનનું ઉદ્ઘાટન કરવાની સાથે એના પ્રીમિયમ મોટરસાયકલના નેટવર્કનો પાયો નાંખ્યો હતો. આગળ જતાં ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં હોન્ડા દેશભરમાં એના બિગવિંગ આઉટલેટની સંખ્યા વધારીને 50 કરશે.
પ્રોડક્ટનો વિવિધતાસભર પોર્ટફોલિયો
હોન્ડાના પ્રીમિયમ મોટરસાયકલની રિટેલ ફોર્મેટને ટોચના મેટ્રોમાં બિગવિંગ ટોપલાઇન આગળ વધારે છે અને માગ ધરાવતા અન્ય કેન્દ્રોમાં બિગવિંગ એનું નેતૃત્વ કરે છે. જ્યારે માર્કી હોન્ડા બિગવિંગ ટોપલાઇનમાં હોન્ડાના પ્રીમિયમ મોટરસાયકલની સંપૂર્ણ રેન્જ હશે, ત્યારે એમાં બ્રાન્ડ નવા મેજેસ્ટિક H’ness-CB350, 2020 CBR1000RR-R ફાયરબ્લેડ, 2020 CBR1000RR-R ફાયરબ્લેડ SP અને એડવેન્ચર ટૂરર 2020 આફ્રિકા ટ્વિન એડવેન્ચર સ્પોર્ટ્સ જોવા મળશે. બિગવિંગ્સ હોન્ડાના મિડ-સાઇઝ મોટરસાયકલના પ્રશંસકોને ખુશ કરશે.
પ્રીમિયમ અનુભવ –બ્લેક અને વ્હાઇટ મોનોક્રોમેટિક થીમ સાથે બિગવિંગ એની સંપૂર્ણ ચમકમાં વાહનો પ્રદર્શિત કરશે. ગ્રાહકની પ્રોડક્ટ સાથે સંબંધિત પૂછપરછનું સમાધાન કે એક્સેસરીઝની જાણકારી બિગવિંગમાં તાલીમબદ્ધ અને જાણકાર વ્યાવસાયિકો આપશે. ખરીદ કરવાની તપાસથી શરૂ થતી સફર સરળ કરવા તમામ વિગતો વેબસાઇટ www.HondaBigWing.in પર ઉપલબ્ધ છે.
વેબસાઇટમાં ઓનલાઇન બુકિંગનો વિકલ્પ ગ્રાહકો માટે તેમની આંગળીનાં ટેરવે ઝડપી, સરળ અને પારદર્શક છે. ગ્રાહક પાસેથી રિયલ ટાઇમમાં પ્રતિભાવ મેળવવા હોન્ડા બિગવિંગ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સક્રિયપણે ઉપલબ્ધ છે. સવારીનો આનંદ બમણો કરવા અને ગ્રાહકો માટે નવી તકો વધારવા એક્સેસરીઝ અને રાઇડિંગ ગીયરની વિવિધતાસભર રેન્જ પણ ઉપલબ્ધ છે.
H’ness-CB350 માટે વિવિધ એક્સક્લૂઝિવ એક્સેસરીઝ
સંપૂર્ણ સ્ટાઇલ અને શ્રેષ્ઠ સુંદરતા માટે 10 વૈકલ્પિક એક્સેસરીઝ સાથે નવા H’ness-CB350 પર સવારીની રોમાંચક મજા લો. સ્પર્ધાત્મક કિંમતે આ એક્સેસરીઝ ગુણવત્તાના નિયમોનું પાલન કરશે અને હોન્ડાનાં આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના પૂર્વનિર્ધારિત ધારાધોરણો પૂર્ણ કરશે. એક્સેસરીઝ H’ness-CB350ના DLX અને DLX પ્રો એમ બંને વેરિઅન્ટ માટે ઉપલબ્ધ છે.