હોન્ડા 2વ્હીલર્સ ઇન્ડિયાએ તબક્કાવાર પ્લાન્ટમાં ઉત્પાદન ફરી શરૂ કર્યું
લોકડાઉનમાંથી પસાર થયેલા ડીલર્સ માટે સપોર્ટ પેકેજની જાહેરાત કરી
ગુરુગ્રામ, હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડએ તબક્કાવાર રીતે એની વ્યાવસાયિક કામગીરીને ફરી શરૂ કરી છે. કંપનીએ જાહેરાત કરી છે કે, માનેસર (હરિયાણા), ટપૂકડા (રાજસ્થાન), અને વિઠલાપુર (ગુજરાત)માં સ્થિત કંપનીના પ્લાન્ટમાં ઉત્પાદન કામગીરી ફરી શરૂ થઈ ગઈ છે.
હોન્ડા 2વ્હીલર્સ ઇન્ડિયાએ સંપૂર્ણ લોકડાઉન હેઠળ હતા એવા ઓથોરાઇઝ ડીલરને ટેકો આપવાની જાહેરાત પણ કરી છે. આ વિશેષ પહેલમાં કંપની 30 દિવસ કે વધારે ગાળાના સંપૂર્ણ લોકડાઉન અંતર્ગત ડીલરની ઇન્વેન્ટરીના વ્યાજના સંપૂર્ણ ખર્ચનું વહન કરશે
આ અંગે હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનજિંગ ડાયરેક્ટર, પ્રેસિડન્ટ અને સીઇઓ શ્રી આત્સુશી ઓગાતાએ કહ્યું હતું કે, “અમે સંબંધિત રાજ્ય સરકારોની લોકડાઉન માર્ગદર્શિકા અને કોવિડ-19ના નીતિનિયમોનું પાલન કરીને અમે ઉત્પાદનની કામગીરી તબક્કાવાર રીતે ફરી શરૂ કરી છે.
જ્યારે દેશમાં રિકવરીના સંકેતો જોવા મળે છે, ત્યારે અમે સ્થિતિ પર સતત નજર રાખીશું તથા સર્વોચ્ચ પ્રાથમિકતા તરીકે અમારા તમામ હિતધારકોની સલામતી અને સુખાકારી સાથે આગળ વધી રહ્યાં છીએ.”
આ પડકારજનક સમયગાળામાં એચએમએસઆઈ એક જવાબદાર કોર્પોરેટ તરીકે પોતાના ડીલર પાર્ટનર્સના સતત વ્યવસાયને કેવી રીતે પ્રાથમિકતા આપે છે એ વિશે હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સેલ્સ એન્ડ માર્કેટિંગના ડાયરેક્ટર શ્રી યાદવિન્દર સિંહ ગુલેરિયાએ કહ્યું હતું કે, “આ પડકારજનક સમયગાળામાં હોન્ડા 2વ્હીલર્સ ન્ડિયા એના ડિલર્સને સક્રિયપણે નાણાકીય ટેકો આપે છે.
અમને વિશ્વાસ છે કે, 30 દિવસ કે વધારે સમયગાળા માટે લોકડાઉનનો સામનો કરવા એ ડિલર્સની હાલની ડીલર ઇન્વેન્ટરી પર વ્યાજનો સંપૂર્ણ ટેકો વ્યવસાયને સતત જાળવવાની તાત્કાલિક ચિંતાઓ હળવી કરશે. ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા અન્ય વિવિધ પગલાંઓ સાથે કોવિડ-19 રસીકરણ અભિયાનને પગલે સકારાત્મક વાતાવરણ ઊભું થઈ રહ્યું છે.
જોકે એચએમએસઆઈ સ્થિત અને અસરકારક કામગીરી માટે સમન્વય સુનિશ્ચિત કરીને એની સંપૂર્ણ ઇકોસિસ્ટમમાં સતત સુધારાવધારા કરવાના અભિગમ સાથે અગ્રેસર છે. અમને નજીકના ભવિષ્યમાં વિવિધ સ્થાનિક વહીવટીતંત્ર અને રાજ્ય સરકારો નિયંત્રણો હળવા કરશે એવી અપેક્ષા છે તથા અમે એને અનુરૂપ અમારા ગ્રાહકોને સેવા આપવા તબક્કાવાર રીતે સાવચેતી સાથે આગળ વધી રહ્યાં છીએ.”
મહામારી વચ્ચે ગ્રાહકોને વોરન્ટી અને ફ્રી સર્વિસનો સપોર્ટ
ગ્રાહકો અને એસોસિએટ્સની સલામતી અને સુખાકારીને પ્રાથમિકતા આપીને હોન્ડા 2વ્હીલર્સ ઇન્ડિયાએ સમગ્ર ભારતમાં એના ડીલરશિપ નટેવર્કમાં 31 જુલાઈ, 2021 સુધી વોરન્ટ એક્ષ્ટેન્ડ કરવાનો અને ફ્રી વ્હિકલ સર્વિસનો લાભ આપવાની જાહેરાત કરી છે. આ એક્ષ્ટેન્શન હોન્ડા 2વ્હીલર ઇન્ડિયાના તમામ ગ્રાહકોને લાગુ પડશે, જેમના વાહનની ફ્રી સર્વિસ, વોરન્ટી અને એક્ષ્ટેન્ડ વોરન્ટી 1 એપ્રિલ, 2021થી 31 મે, 2021 પછી પૂર્ણ થઈ રહી છે.
સાથે સાથે હોન્ડા 2વ્હીલર્સ ઇન્ડિયાની તમામ ઓફિસના એસોસિએટ વ્યવસાયને સતત જાળવી રાખવા વર્ક-ફ્રોમ-હોમ (ઘરેથી કામ) કરી રહ્યું છે તથા ગ્રાહકો અને બિઝનેસ પાર્ટનર્સને શક્ય તમામ સાથસહકાર આપે છે. સામાજિક રીતે જવાબદાર કોર્પોરેટ તરીકે હોન્ડા 2વ્હીલર્સ ઇન્ડિયા તમામ હિતધારકોની સલામતી અને સુરક્ષા માટે શક્ય દરેક પગલું લેવા કટિબદ્ધ છે.