Western Times News

Gujarati News

હોન્ડા 2022માં ભારતમાં રિક્ષાઓ માટે બેટરી શેરિંગ સર્વિસ શરૂ કરશે

હોન્ડા મોબાઇલ પાવર પેક ઇઃ પોર્ટેબ્લ અને સ્વેપેબ્લ બેટરીઓનો ઉપયોગ કરશે–

ટોક્યો, જાપાન, હોન્ડા મોટરસાયકલ લિમિટેડએ આજે ભારતમાં ઇલેક્ટ્રિકલ ટાઇસિકલ ટેક્ષી (પ્રચલિત ભાષામાં “રિક્ષા”) માટે બેટરી શેરિંગ સર્વિસ વર્ષ 2022ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં શરૂ કરવાની યોજનાની જાહેરાત કરી હતી, જેમાં હોન્ડાની સંપૂર્ણપણે નવી પોર્ટેબ્લ અને સ્વેપેબ્લ બેટરીઓ હોન્ડા મોબાઇલ પાવર પેક ઇઃ (“MPP e:”)નો ઉપયોગ થશે.

ભારતમાં અર્થતંત્ર વૃદ્ધિના માર્ગે અગ્રેસર હોવાથી અને ઊર્જાની માગમાં વધારો થવાથી હવાના પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સમસ્યાનું સમાધાન કરવા રાષ્ટ્રીય સ્તરે પુનઃપ્રાપ્ય ઊર્જાનો વપરાશ વધારવા અને પરિવહન ક્ષેત્રમાં સક્રિયપણે ઇલેક્ટ્રિફિકેશન કરવાના પ્રયાસો થઈ રહ્યાં છે. દેશના ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં પરિવહન ક્ષેત્ર અંદાજે 20 ટકા હિસ્સો ધરાવે છે.

ભારતમાં 8 મિલિયન યુનિટથી વધારે ઓટો રિક્ષાઓ દોડી રહી છે, જે લોકો માટે રોજિંદા પરિવહન માટેનું આવશ્યક માધ્યમ છે. શહેરી વિસ્તારોમાં આ રિક્ષાઓ મુખ્યત્વે સીએનજી (કમ્પ્રેસ્સ્ડ નેચરલ ગેસ)થી દોડે છે અને ઇલેક્ટ્રિફિકેશન માટે મોટો પડકાર છે.

અત્યારે બજારમાં ઇલેક્ટ્રિફાઇડ મોબિલિટી ઉત્પાદનો ત્રણ સમસ્યાનો સામનો કરે છેઃ ઓછી રેન્જ, ચાર્જિંગનો લાંબો સમય અને બેટરીનો ઊંચો ખર્ચ. ભારતના ઇલેક્ટ્રિફિકેશનના પ્રયાસોને વેગ આપવા અને પુનઃપ્રાપ્ય ઊર્જાના વપરાશમાં વધારો કરવા હોન્ડા સ્વેપેબલ બેટરીઓનો ઉપયોગ કરીને અને આ પ્રકારની બેટરીઓ શેર કરીને આ ત્રણ સમસ્યાઓ દૂર કરવા કામ કરશે. આ માટે હોન્ડાએ વર્ષ 2022ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં MPPe:નો ઉપયોગ કરવા બેટરી શેરિંગ સેવા શરૂ કરશે.

આ નવા વ્યવસાયનો વિચાર કરીને હોન્ડાએ ફેબ્રુઆરી, 2021માં ભારતમાં પરીક્ષણ શરૂ કર્યું હતું, જે અંતર્ગત ઇલેક્ટ્રિક રિક્ષાના 30 યુનિટે 200,000 કિમીથી વધારે અંતર કાપ્યું છે. આ પરીક્ષણ દ્વારા હોન્ડાએ સમાધાન કરી શકાય એવી સમાધાનોની ઓળખ કરી હતી અને વ્યવસાયની વ્યવહારિકતાની ખરાઈ કરી હતી.

હોન્ડાના બેટરી શેરિંગ સર્વિસ રિક્ષા ડ્રાઇવરોને શહેરમાં સ્થઆપિત નજીકના બેટરી સ્વેપિંગ સ્ટેશનો પર ચાર્જિંગ કરાવવા સક્ષમ બનાવશે અને ઓછું ચાર્જિંગ ધરાવતી MPP e:ને સંપૂર્ણપણે ચાર્જ MPP e: સાથે બદલી શકશે. આ સર્વિસનો ઉપયોગ ડ્રાઇવરની બેટરી ઉતરી જવાની સમસ્યામાં અને રિક્ષાની બેટરીઓ ચાર્જ થાય ત્યાં સુધી રાહ જોવામાં ગ્રાહકો ગુમાવવાની ચિંતામાં ઘટાડો કરશે.

આ સર્વિસની શરૂઆત કરવા હોન્ડા બેટરી શેરિંગ વ્યવસાય કરવા ભારતમાં સ્થાનિક પેટાકંપની સ્થાપિત કરશે. આ પેટાકંપની મોટી સંખ્યામાં બેટરી સ્વેપિંગ સ્ટેશનો તરીકે હોન્ડા મોબાઇલ પાવર પેક એક્સચેન્જ ઇઃ ઊભા કરશે અને શઙેરમાં બેટરી શેરિંગ સર્વિસ શરૂ કરશે. હોન્ડા ઇલેક્ટ્રિક રિક્ષાના ઉત્પાદકો સાથે કામ કરશે તથા સૌપ્રથમ પસંદગીના શહેરોમાં આ સર્વિસ શરૂ કરશે અને પછી તબક્કાવાર રીતે અન્ય શહેરોમાં કામગીરી વધારશે.

■ હોન્ડા મોટર કંપની લિમિટેડના લાઇફ ક્રીએશન ઓપરેશન્સના ચીફ ઓફિસર શ્રી મિનોરુ કાટોએ કહ્યું હતું કે,
“હોન્ડા મોબાઇલ પાવર પેક (MPP) તમામ પ્રકારના વાહનોનું ઇલેક્ટ્રિફિકેશન કરવાની મોટી સંભાવના ધરાવે છે, જેમાં નાના કદના મોબાલિટી ઉત્પાદનો સામેલ છે. આ રીતે કંપની પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ વધારશે.

ભારતમાં બેટરી શેરિંગ સર્વિસ ઓફર કરીને હોન્ડા રિક્ષાના ઇલેક્ટ્રિફિકેશનને વેગ આપવામાં પ્રદાન કરશે અને પુનઃપ્રાપ્ય ઊર્જાના વપરાશમાં વધારો કરશે. ઉપરાંત હોન્ડા વિવિધ વિસ્તારોમાં MPPના વપરાશને વધારીને તેમના જીવનની સંભાવના વધારવાના આનંદ સાથે દુનિયાભરના લોકોને પ્રદાન કરવાનું જાળવી રાખશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.