હોમફર્સ્ટ નાણાકીય વર્ષ 2021ના 9 મહિના માટે AUMમાં 16.1 ટકા વર્ષ દર વર્ષ વૃદ્ધિ નોંધાવી
અમદાવાદ: હોમ ફર્સ્ટ ફાઇનાન્સ કંપની ઇન્ડિયા લિમિટેડ ટેકનોલોજી પ્રેરિત એફોર્ડેબલ હાઉસિંગ ફાઇનાન્સ કંપની છે, જે નીચલા અને મધ્યમ આવક જૂથમાં પહેલી વારના ખરીદદારોને લક્ષ્યમાં રાખે છે. 2021ના 9 મહિના માટે મુખ્ય રૂપરેખા: આઈપીઓ થકી ઊભી કરાયેલી મૂડીઃ • રૂ. 2650 મિલિયન કંપનીની ટિયર 1 મૂડી વધારવા માટે ઉપયોગ કરાશે, જે 51.0 ટકા છે. • ડિસે. 20ના રોજ નેટવર્થ રૂ. 10,921 મિલિયન છે.
કામગીરી પર બોલતાં સીઈઓ શ્રી મનોજ વિશ્વનાથને જણાવ્યું હતું કે “વર્તમાન કોવિડના સમયમાં અમારો આઈપીઓ સફળ બનાવવા માટે અમને ટેકો આપનારા અમારા રોકાણકારોનો અમે આભાર માનવા માગીએ છીએ. આઈપીઓએ 26.21 ગણું છલકાવા સાથે ઉત્તમ સફળતા પ્રાપ્ત કરી છે. ઇક્વિટી રોકાણથી અમારો મૂડી આપૂર્તિ રેશિયો વધુ વધશે. મજબૂત મૂડી સ્થિતિને લીધે અમે ટેકનોલોજીમાં રોકાણ ચાલુ રાખીશું અને અમારી વૃદ્ધિને વધુ ગતિ આપીશું.
અમારાં 2021ના ત્રીજા ત્રિમાસિક અને 9 મહિના માટેનાં પરિણામોની વાત કરીએ તો તે અમારી અપેક્ષા મુજબનાં રહ્યાં છે. અમે કોવિડ-19 મહામારીને લીધે નાણાકીય વર્ષ 2021ની શરૂઆતમાં વિતરણ પર નોંધનીય પ્રભાવ જોયો છે. જોકે લોકડાઉનના નિયંત્રણો હળવા થતાં અને વિવિધ ક્ષેત્રો અને ગ્રાહકોના પ્રકારમાં હોમ લોન માટે મજબૂત માગણીને લીધે અમે મહિના દર મહિના ધોરણે અમારા વિતરણમાં વધતો પ્રવાહ જોયો છે, જેને લઈ ડિસે. 19ને ડિસે. 20ના વિતરણે પાર કર્યું છે.
અમારો વસૂલી કાર્યક્ષમતા રેશિયો ડિસે. 20માં 97 ટકાથી વધુ થયો છે, જે પૂર્વ – કોવિડની સપાટીની બહુ નજીક છે. અમે અમારી અસ્કયામત ગુણવત્તા બાબતે બહુ સતર્ક છીએ અને આ પડકારજનક સમયમાં પણ વ્યવહારુ સ્તરે (ડિસે. 20માં 1.6 ટકા) અમારો ગ્રોસ સ્ટેજ 3 ટકાએ જાળવી રાખ્યો છે. અમે અસ્કયામત ગુણવત્તા અને નફાશક્તિ પર કેન્દ્રિત રહીને વેપાર વૃદ્ધિ માટે સંતુલિત અભિગમ અપનાવવાનું ચાલુ રાખ્યું છે.
ત્રિમાસિક દરમિયાન અમે અમારી પ્રવાહિતા સ્થિતિને વધુ મજબૂત બનાવી છે અને અમે 2021ના 9 મહિનામાં પ્રવાહિતાના 17,714 મિલિયન ઊભા કર્યા છે. અમે સર્વ મુદતમાં એકત્રિત હકારાત્મક સુમેળ સાથે મજબૂત એએલએમ જાળવી રાખવાનું ચાલુ રાખ્યું છે.
વર્ષોનાં વહાણાં વીતવા સાથે અમે ઉદ્યોગ અવ્વલ ટર્નઅરાઉન્ડ સમય સાથે ગ્રાહકોને ઉત્કૃષ્ટ સેવા આપવા અને કંપનીમાં કાર્યક્ષમતા પર એકાગ્રતા ચાલુ રાખીને અખંડ ગ્રાહક સંબંધ વ્યવસ્થાપન અને લોન વ્યવસ્થાપન પ્રણાલી સાથે મજબૂત ટેક- પ્રેરિત સંચાલન મોડેલ નિર્માણ કર્યું છે.